આ અઠવાડિયાના TOP 5 શો, અનુપમાને પાછળ છોડીને આ સિરિયલ આવી ગઈ નંબર 1 પર

લાંબા સમય સુધી નંબર 1 ની પોઝિશન પર અનુપમા સીરીયલ હતી. પરંતુ હવે સતત બીજા અઠવાડિયામાં તે 1 નંબર પર સ્થાન મેળવી શકી નહીં.

આ અઠવાડિયાના TOP 5 શો, અનુપમાને પાછળ છોડીને આ સિરિયલ આવી ગઈ નંબર 1 પર
અનુપમા

BARC ઇન્ડિયાએ 19 મા અઠવાડિયાના ટીવી શોની ટીઆરપીની સૂચિ બહાર પાડી છે. ગયા અઠવાડિયે રૂપાલી ગાંગુલીના શો અનુપમાને મોટો ઝટકો લાગ્યો છે. લાંબા સમય સુધી નંબર 1 ની પોઝિશન પર આ સીરીયલ હતી. પરંતુ હવે સતત બીજા અઠવાડિયામાં તે 1 નંબર પર સ્થાન મેળવી શકી નહીં. રિયાલિટી શો પણ ટોચ 5 માં સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે. તે જ સમયે, ટીવી સીરીયલની ટીઆરપી સૂચિમાં ઘણા મોટા ફેરફારો થયા છે. ચાલો જણાવીએ.

ગુમ હૈ કિસી કે પ્યાર મેં

પ્રથમ ક્રમાંકથી અનુપમાને નીચે લાવીને સિરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ પહેલા નંબર પર રહી છે. પ્રેક્ષકોને આ સીરીયલમાં સઈનું ઘરે પરત ફરવું લોકોને ખુબ પસંદ આવી રહ્યું છે. જેના કારણે શોએ પોતાનું સ્થાન 1 નંબર પર બનાવી રાખ્યું છે. 3.3 ની રેટિંગ સાથે ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ સીરીયલ પ્રથમ ક્રમે આવી છે. આવતા અઠવાડિયામાં પણ આ સિરિયલમાં ઘણા નવા ટ્વિસ્ટ આવવાના છે, જે શોને 1 નંબરનું સ્થાન જાળવી રાખવામાં મદદ કરી શકે છે.

અનુપમા

રૂપાલી ગાંગુલીના આ શોના રેટિંગ્સમાં એક પોઇન્ટનો ઘટાડો થવાને કારણે 3.2 રેટિંગ સાથે બીજા નંબરે રહી છે. શોમાં છૂટાછેડાના લાંબા ટ્રેકને કારણે કદાચ પ્રેક્ષકોને કંટાળો આવી રહ્યો છે. જેના કારણે તેની ટીઆરપી પડી રહી છે. હવે આ અઠવાડિયામાં અનુપમા અને વનરાજના શો પર છૂટાછેડા થઈ ગયા છે. અને નવા ટ્રેક અને વળાંક સાથે, શો 1 સ્થાન પર પોતાનું સ્થાન ફરીથી મેળવવા આગળ વધી શકે એમ છે.

ઈમલી

3.1 ની રેટિંગ સાથે ઈમલી ત્રીજા સ્થાને રહી છે. ગયા અઠવાડિયાની જેમ આ અઠવાડિયે પણ, શો 3 નંબર પર રહ્યો. જો કે તેના રેટિંગમાં બે પોઇન્ટનો વધારો થયો છે. શોમાં આદિત્યએ માલિનીને કહી દીધું છે કે તે ઈમલીને પસંદ કરે છે. જે બાદ માલિનીના હોશ ઉડી ગયા છે, હવે તે શોમાં ઈમલીને શોધવા નીકળ્યો છે.

ઇન્ડિયન આઈડલ 12 / સુપર ડાન્સર ચેપ્ટર 4

આ અઠવાડિયે રિયાલિટી શોએ ટીઆરપીની સૂચિમાં પ્રથમ 5 માં પોતાનું સ્થાન બનાવ્યું છે. ઈન્ડિયન આઇડલ 12 અને સુપર ડાન્સર ચેપ્ટર 4 બંનેનું રેટિંગ 2.6 છે. નાના બાળકોનો જબરદસ્ત ડાંસ દર્શકોને ખૂબ પસંદ આવે છે, જ્યારે ઇન્ડિયન આઇડલના સ્પર્ધકો લોકોના દિલ જીતવામાં સફળ થઈ રહ્યા છે

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

2.5 ની રેટિંગ સાથે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને ફરી એકવાર ટીઆરપીની સૂચિમાં સ્થાન મળ્યું છે. આ શો જે ગયા અઠવાડિયે 4 નંબર પર હતો, આ અઠવાડિયે 5 નંબર પર આવ્યો છે. શોમાં હાલમાં કોરોના રોગચાળાને લઈને ટ્રેક ચાલી રહ્યો છે. શોમાં નવો ટ્રેક આવતા અઠવાડિયામાં જોવા મળશે.

 

આ પણ વાંચો: World Bee Day: શું તમે મધમાખીઓ વિશે જાણો છો આ રસપ્રદ બાબતો? જાણીને રહી જશો દંગ

Click on your DTH Provider to Add TV9 Gujarati