Khatron Ke Khiladi 12 માં જોવા મળશે આ સ્ટાર્સ, સોશિયલ મીડિયા સ્ટાર ફૈઝુ સહિત આ સ્ટાર્સ મચાવશે તહેલકો

|

Apr 29, 2022 | 8:41 AM

કહેવામાં આવી રહ્યું છે કે 'ખતરો કે ખિલાડી'ની 12મી (Khatraon Ke Khiladi 12) સીઝનનું શૂટિંગ આવતા મહિનાથી શરૂ થઈ શકે છે. જો કે, શોના નિર્માતાઓએ તેની નવી સીઝન વિશે કોઈ સતાવાર માહિતી આપી નથી.

Khatron Ke Khiladi 12 માં જોવા મળશે આ સ્ટાર્સ, સોશિયલ મીડિયા સ્ટાર ફૈઝુ સહિત આ સ્ટાર્સ મચાવશે તહેલકો
Khatraon Ke Khiladi 12

Follow us on

આ વખતે ‘ખતરો કે ખિલાડી 12’ની (Khatraon Ke Khiladi 12) સીઝન ઘણી રીતે ખાસ બનવાની છે. આ વખતે રોહિત શેટ્ટીની (Rohit Shetty) આ 12મી સીઝનમાં ઘણી એવી સેલિબ્રિટીઓ જોવા મળવાની છે જેઓ શોમાં જે પોતાનો જીવ દાવ પર લગાવતા જોવા મળશે. શું તમે જાણો છો કે આ વખતે આ શોનો ભાગ બનવા જઈ રહેલી તે સેલિબ્રિટી કોણ છે ? જો નહીં, તો આજે અમે તમને તેમના વિશે વિગતવાર જણાવીશુ. ચાલો તમને જણાવીએ કે આ સિઝનમાં રોહિત શેટ્ટી સાથે કયા ટીવી સ્ટાર્સ(TV Stars)  જોવા મળશે.

‘ખતરો કે ખિલાડી’ની 12મી સીઝનમાં જોવા મળશે આ સ્ટાર્સ

જો અહેવાલોનુ માનીએ તો ટીવીની લોકપ્રિય અભિનેત્રી શ્રીતિ ઝાને ‘ખતરો કે ખિલાડી’ની 12મી સીઝનમાં ફાઈનલ કરવામાં આવી છે. ટેલી ચક્કરના રિપોર્ટમાં શ્રીતિના (Shriti Jha)  નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે અન્ય એક રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા (Social Media) સ્ટાર ફૈઝલ શેખ એટલે કે ફૈઝુ પણ આ શોનો ભાગ હશે. આ સિવાય જન્નત ઝુબૈર સાથે પણ મેકર્સની વાતચીત ચાલી રહી છે.આ સિવાય શો માં કેટલાક વધુ સ્ટાર્સ પણ જોવા મળશે.

આ સ્ટાર્સ શો માં મચાવશે તહેલકો

જેમાં એરિકા ફર્નાન્ડિસ, પ્રતિક સહજપાલ, મુનવ્વર ફારૂકી, શિવાંગી જોશી, ઉમર રિયાઝ,(Umar Riyaz)  નિશાંત ભટ્ટ, ચેતના પાંડે અને તુષાર કાલિયા જેવા સ્ટાર્સ હશે. એવા અહેવાલો છે કે શિવાંગી જોશી એટલે કે ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ની નાયરા આ સિઝનની સૌથી વધુ કમાણી કરનાર સ્પર્ધક છે.ઉપરાંત આ શો માટે ‘બિગ બોસ 14’ વિનર રુબિના દિલેકના નામની પણ ચર્ચા થઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ શોમાં રૂબીના તહેલકો મચાવવા આવી રહી છે. તમને જણાવી દઈએ કે પાછલી સીઝનની 11મી સીઝન એટલે કે ‘ખતરો કે ખિલાડી’માં રૂબીના દિલેકના પતિ અભિનવ શુક્લા અને નિક્કી તંબોલી જોવા મળ્યા હતા.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

‘ડાન્સ દીવાને’નું સ્થાન લેશે ‘ખતરો કે ખિલાડી’

કહેવામાં આવી રહ્યું છે કે ‘ખતરો કે ખિલાડી’ની 12મી સીઝનનું શૂટિંગ આવતા મહિનાથી શરૂ થઈ શકે છે. જો કે શોના નિર્માતાઓએ તેની નવી સીઝન(New Season)  વિશે વધુ માહિતી આપી નથી, પરંતુ આ શો ‘ડાન્સ દીવાને’ શો ને રિપ્લેસ કરશે.

 

 

આ પણ વાંચો દીપિકા પાદુકોણ ફરીથી વિદેશમાં ધૂમ મચાવી રહી છે, અભિનેત્રી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની જ્યુરી મેમ્બર બની

આ પણ વાંચોસલમાન ખાનની ફિલ્મ ‘કભી ઈદ કભી દિવાળી’માં શહનાઝ ગીલની થઈ છે એન્ટ્રી, આવતા વર્ષે ફિલ્મ થશે રિલીઝ

Next Article