‘પંજાબની કેટરીના કૈફ’ (Punjab’s Katrina Kaif) ગણાતી શહનાઝ ગીલને (Shehnaaz Gill) ‘બિગ બોસ 13’થી (Bigg Boss Season 13) અગણિત ફેમ મળી હતી. સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવેલા આ લોકપ્રિય રિયાલિટી શોમાં શહનાઝ ગીલે તેની સુંદર હરકતોથી સૌનું મનોરંજન કર્યું હતું. તે જ સમયે તેનું ટીવી એક્ટર સિદ્ધાર્થ શુક્લા સાથે સારું બોન્ડિંગ પણ જોવા મળ્યું હતું. ‘બિગ બોસ 13’ પછી શહનાઝે કેટલાક મ્યુઝિક વીડિયોમાં અભિનય કર્યો છે અને તે છેલ્લે દિલજીત દોસાંઝ સાથે પંજાબી ફિલ્મ ‘હૌસલા રાખ’માં જોવા મળી હતી.
હવે, અભિનેત્રી શહનાઝ ગીલ સલમાન ખાનની આગામી ફિલ્મ કભી ઈદ કભી દિવાળીની કાસ્ટ સાથે જોડાઈ ચુકી છે.
View this post on Instagram
હાલમાં જ શહનાઝ ગીલ બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં જોવા મળી હતી. આ પાર્ટીમાં બોલિવૂડના મોટા સ્ટાર્સે પણ હાજરી આપી હતી, જેમાં સલમાન ખાન અને શાહરૂખ ખાન પણ સામેલ હતા. શહનાઝ પણ શાહરૂખને ગળે લગાવતી જોવા મળી હતી. ‘બિગ બોસ 13’ પછી શહનાઝ ગીલનું સલમાન ખાન સાથે ખુબ જ સારી મિત્રતા પણ થઈ ગઈ છે.
‘કભી ઈદ કભી દિવાળી’માં સલમાન ખાન અને પૂજા હેગડે છે. આયુષ શર્મા, જે છેલ્લે ‘એન્ટીમઃ ધ ફાઈનલ ટ્રુથ’માં જોવા મળ્યો હતો, તે પણ આ ફિલ્મનો એક ભાગ છે. ઈન્ડિયા ટુડેના જણાવ્યા અનુસાર ફિલ્મમાં શહનાઝના રોલ વિશે માહિતી આપતા કહ્યું છે કે, ‘શહનાઝ ‘કભી ઈદ કભી દિવાળી’ની કાસ્ટ સાથે જોડાઈ છે.’ અભિનેત્રી આ ફિલ્મમાં આયુષ શર્મા સાથે જોવા મળશે.
View this post on Instagram
જો કે, એ વાતની પુષ્ટિ થઈ ગઈ છે કે શહનાઝ આ ફિલ્મનો ભાગ હશે, પરંતુ તેના પાત્ર વિશે હજી સુધી આવી કોઈ વિગતો જાહેર કરવામાં આવી નથી.
આયુષ શર્માએ સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે તે ‘કભી ઈદ કભી દિવાળી’નો આવશ્યક ભાગ બનવા જઈ રહ્યો છે. એક સત્તાવાર નિવેદનમાં અભિનેતાએ ‘કભી ઈદ કભી દિવાળી’નો ભાગ બનવા અંગે ખુશી વ્યક્ત કરી હતી. આયુષે કહ્યું છે કે, “હું આ પ્રોજેક્ટ સાથે મારી સિનેમેટિક ક્ષમતાઓનો પ્રયોગ કરવા ઉત્સુક છું. રોમેન્ટિક ડ્રામાથી લઈને એક્શન ફિલ્મ અને હવે ફેમિલી ડ્રામા, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મારી ઈનિંગ માટે હું આભારી છું.”
View this post on Instagram
‘કભી ઈદ કભી દિવાળી’ 2023ની ઈદ પર રિલીઝ થઈ રહી છે. આ દિવસોમાં સલમાન ખાન પાસે ઘણી ફિલ્મો છે જે તેની યાદીમાં સામેલ છે.