દીપિકા પાદુકોણ ફરીથી વિદેશમાં ધૂમ મચાવી રહી છે, અભિનેત્રી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની જ્યુરી મેમ્બર બની
ઇન્ડિયન સુપરસ્ટાર દીપિકા પાદુકોણે (Deepika Padukone) તેની શાનદાર કારકિર્દી દરમિયાન ભારતીય સિનેમામાં કેટલીક શ્રેષ્ઠ ફિલ્મો આપી છે, જેમાંથી ઘણી ફિલ્મોને ટીકાકારોની ભરપૂર પ્રશંસા પણ મળી છે.
દીપિકા પાદુકોણે (Deepika Padukone) વર્ષ 2018માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં (Cannes Film Fesrival) તેની હાજરીથી ઘણી લાઈમલાઈટ મેળવી હતી. હવે 4 વર્ષ પછી ફરીથી તેને પોતાનો જલવો પાથરવાની તક મળી છે, જેનું દીપિકા પાદુકોણે ઘણા લાંબા સમયથી સપનું જોયું હશે. દીપિકા પાદુકોણના ચાહકો ખૂબ જ ખુશ છે અને તેનું કારણ એ છે કે અભિનેત્રીને 75માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની જ્યુરી મેમ્બર (Jury Member) તરીકે સામેલ કરવામાં આવી છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલે ગઈકાલે એક ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વીટ કરવામાં આવી છે.
જેમાં ફેસ્ટિવલના જ્યુરી મેમ્બર્સની તસવીરો મૂકવામાં આવી છે. જેમાં ભારતીય સિનેમાની સુપરસ્ટાર દીપિકા પાદુકોણની પણ તસવીર છે.
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની ટ્વીટ અહીં જુઓ
French actor Vincent Lindon is the Jury President of the 75th Festival de Cannes! Along with his eight jury members, he will reward one of the 21 films in Competition with the Palme d’or, on Saturday May 28, during the Closing Ceremony. #Cannes2022 ► https://t.co/8CTJtGOIQ6 pic.twitter.com/U6bdPGq1Xy
— Festival de Cannes (@Festival_Cannes) April 26, 2022
દીપિકા પાદુકોણ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની સભ્ય બની
જો કે એમાં કોઈ શંકા નથી કે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ, એ વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત સેલિબ્રિટી મેળાવડાઓમાંનો એક અને સૌથી વધુ લોકપ્રિય સાંસ્કૃતિક કાર્યક્રમોમાંનો એક ગણાય છે. જે શ્રેષ્ઠ વૈશ્વિક ફિલ્મોની શોધ કરે છે અને તેનું પ્રદર્શન કરે છે. જેથી સિનેમાના વિકાસ અને વૈશ્વિક ફિલ્મ ઉદ્યોગના વિકાસને આગળ ધપાવે છે. આ ફેસ્ટિવલે આજે ભારતીય સુપરસ્ટાર દીપિકા પાદુકોણની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાના આઠ સભ્યોની જ્યુરીના ભાગરૂપે જાહેરાત કરી હતી.
View this post on Instagram
જ્યુરીની અધ્યક્ષતા ફ્રેન્ચ અભિનેતા વિન્સેન્ટ લિન્ડન કરશે અને જ્યુરીમાં ભારતીય અભિનેત્રી દીપિકા પાદુકોણ સાથે અન્ય નામો સામેલ છે, જેમાં ઈરાની ફિલ્મ નિર્માતા અસગર ફરહાદી, સ્વીડિશ અભિનેત્રી નૂમી રેપેસ, અભિનેત્રી અને પટકથા નિર્માતા રેબેકા હોલ, ઈટાલિયન અભિનેત્રી જાસ્મીન ટ્રિંકા, ફ્રેન્ચ દિગ્દર્શક લાડો લી, અમેરિકન નિર્દેશક જેફ નિકોલ્સ, અને નોર્વેજીયન ડિરેક્ટર જોઆચિમ ટ્રિયરનો સમાવેશ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દીપિકા પાદુકોણની અમુક ફિલ્મો એ બૉલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંની એક છે. દીપિકા પાદુકોણને તેના અદ્ભુત કાર્ય માટે બે વાર ‘ટાઈમ 100 એવોર્ડ’ પણ આપવામાં આવ્યો છે, જેણે વિશ્વભરના લાખો લોકોને પ્રેરણા અને પ્રભાવિત કર્યા છે.
View this post on Instagram
કાન્સ દીપિકા પાદુકોણના વખાણ કરે છે
પ્રેસને આપેલા નિવેદનમાં કાન્સે દીપિકાને આઈકોન ગણાવતા કહ્યું કે, ”ભારતીય અભિનેત્રી, નિર્માતા, એક પરોપકારી આત્મા અને ઉદ્યોગસાહસિક દીપિકા પાદુકોણ તેના દેશમાં એક મોટી સ્ટાર છે. 30થી વધુ ફીચર ફિલ્મો સાથે, દીપિકાએ ‘xXx: ધ રિટર્ન ઓફ ઝેન્ડર કેજ’ ફિલ્મમાં મહિલા લીડ તરીકે તેની અંગ્રેજી ભાષાની ફિલ્મોની શરૂઆત કરી હતી, જેમાં વિન ડીઝલ પણ મુખ્ય ભૂમિકામાં છે. એટલું જ નહીં, દીપિકા ‘છપાક’ અને ’83’ જેવી ફિલ્મોનું નિર્માણ કરતી પ્રોડક્શન કંપની ‘કા પ્રોડક્શન’ની માલિક પણ છે. આ એવી ફિલ્મો હતી જેમાં તેણે અભિનય પણ કર્યો હતો. હવે તે ઈન્ટર્ન ફિલ્મમાં પણ જોવા મળવાની છે.”
View this post on Instagram
આ પણ વાંચો – KGF Chapter 3 : સુપરસ્ટાર યશે તેની અપકમિંગ ફિલ્મ વિશે કહી આ વાત