AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આર માધવનને The Kashmir Files ના બોક્સ ઓફિસ કલેક્શનની થઈ ઈર્ષા ! અભિનેતાએ જણાવ્યુ આ કારણ

સમગ્ર દેશમાં આ ફિલ્મની જ ચર્ચા થઈ રહી છે. જો કે કોઈ બોલિવૂડ સેલેબ્સે હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. પરંતુ બોલિવૂડ અને ટોલીવુડ અભિનેતા આર માધવન આ ફિલ્મથી પ્રભાવિત થયા છે.

આર માધવનને The Kashmir Files ના બોક્સ ઓફિસ કલેક્શનની થઈ ઈર્ષા ! અભિનેતાએ જણાવ્યુ આ કારણ
R madhavan reaction on vivek agnihotri film
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 18, 2022 | 12:55 PM
Share

The Kashmir Files  :’ધ કાશ્મીર ફાઇલ્સ’ બોક્સ ઓફિસ કલેક્શન બોક્સ (Box Office Collection) ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહ્યું છે. આ ફિલ્મ 100 કરોડના ક્લબમાં પ્રવેશવા માટે તૈયાર છે. કોઈપણ મેગા-બજેટ હિન્દી ફિલ્મની(Bollywood Film)  જેમ આ ફિલ્મ પણ કોરોના વાયરસની મહામારી બાદ રેકોર્ડ બ્રેક કમાણી કરી રહી છે.સમગ્ર દેશમાં આ ફિલ્મની જ ચર્ચા થઈ રહી છે. જો કે બોલિવૂડ સેલેબ્સે હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. પરંતુ બોલિવૂડ અને ટોલીવુડ અભિનેતા આર માધવ(R Madhavan) આ ફિલ્મથી પ્રભાવિત થયા છે. તેણે કહ્યું કે, કાશ્મીર ફાઈલ્સનું બોક્સ ઓફિસ કલેક્શન જોઈને મને ઈર્ષ્યા થાય છે.

આ અવિશ્વસનીય અને અભૂતપૂર્વ…..

આર માધવને એક ટ્વિટને રિટ્વીટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે. આ ટ્વીટમાં ધ કાશ્મીર ફાઇલ્સનું બોક્સ ઓફિસ કલેક્શન જણાવવામાં આવ્યું છે. તેને રીટ્વીટ કરતા માધવને લખ્યું, ‘આ અવિશ્વસનીય અને અભૂતપૂર્વ છે…. ખૂબ જ ઈર્ષ્યા થાય છે. અને સાથે ધ કાશ્મીર ફાઇલ્સ ટીમ માટે ખુશી અને ગર્વ અનુભવું છું. સાથે તેણે ઈમોજી પણ શેર કર્યા છે.

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ બોક્સ ઓફિસ કલેક્શન

ફિલ્મ સમીક્ષક અને વેપાર વિશ્લેષક તરણ આદર્શએ ગુરુવારે જણાવ્યું હતુ કે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’એ(The Kashmir Files)  બુધવારે 19.05 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે, જે મંગળવારના કલેક્શન કરતાં એક કરોડ વધુ છે. તેણે પોતાના ટ્વીટમાં લખ્યું, ‘ધ કાશ્મીર ફાઇલ્સ સિનેમાઘરમાં છવાઈ ગઈ છે, અને તે બોક્સ ઓફિસના રેકોર્ડ તોડી રહી છે. આ ફિલ્મે શુક્રવારે 3.55 કરોડ, શનિવારે 8.50 કરોડ, રવિવારે 15.10 કરોડ, સોમવારે 15.05 કરોડ, મંગળવારે 18 કરોડ, બુધવારે 19.05 કરોડનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મે સમગ્ર ભારતમાં કુલ 79.25 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.

આ પણ વાંચો : Payal Rohatgi Wedding : પાયલ રોહતગીના ચાહકો માટે ખૂશખબર, અભિનેત્રી આ દિવસે સંગ્રામ સિંહ સાથે કરશે લગ્ન

g clip-path="url(#clip0_868_265)">