AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Payal Rohatgi Wedding : પાયલ રોહતગીના ચાહકો માટે ખૂશખબર, અભિનેત્રી આ દિવસે સંગ્રામ સિંહ સાથે કરશે લગ્ન

અર્જુન પુરસ્કાર વિજેતા સંગ્રામ સિંહે પણ કહ્યું કે, તે આ વર્ષે કુસ્તીમાં પરત ફરી રહ્યો છે અને બહુ જલ્દી દુબઈમાં મેચમાં કે જોવા મળશે છે,જ્યારે હાલ પાયલ લોકઅપ શોમાં જોવા મળી રહી છે.

Payal Rohatgi Wedding : પાયલ રોહતગીના ચાહકો માટે ખૂશખબર, અભિનેત્રી આ દિવસે સંગ્રામ સિંહ સાથે કરશે લગ્ન
Payal Rohatgi Wedding
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 18, 2022 | 8:29 AM
Share

Payal Rohatgi Wedding :  હોળીના એક દિવસ પહેલા ટ્વિટર પર લગ્નની (Wedding) જાહેરાત કરીને અભિનેત્રી પાયલ રોહતગીના (Actress Payal Rohtgi)બોયફ્રેન્ડ સંગ્રામ સિંહે (Sangram Singh)પાયલ અને તેના ચાહકોને હોળીની ભેટ આપી છે. તેણે ટ્વીટ કરીને સમાચાર આપ્યા કે અમે હવે થોડા જ મહિનામાં પતિ-પત્નીના સંબંધમાં બંધાઈ જશુ. ટ્વિટર પર સંગ્રામ સિંહે કહ્યું કે, પાયલ ખૂબ જ સારી છોકરી છે,દરેક કપલ્સની વિચારસરણી અને જીવનશૈલી સમાન હોવી જોઈએ. અમે માર્ચમાં લગ્નનું આયોજન કર્યું હતું પરંતુ કામના પ્રતિબદ્ધતાઓને કારણે મારા જન્મદિવસની નજીક જુલાઈમાં અમે લગ્ન કરીશું.

અર્જુન એવોર્ડ વિજેતા સંગ્રામ સિંહે કહ્યું , તે આ વર્ષે રેસલિંગમાં પરત ફરી રહ્યો છે અને બહુ જલ્દી દુબઈમાં મેચ રમવા જઈ રહ્યો છે અને પાયલ લોકઅપ શોમાં જોવા મળી રહી છે. આ કારણે લગ્ન મુલતવી રહ્યા હતા અને હવે બંને સંગ્રામ સિંહના જન્મદિવસની નજીક એટલે કે 21 જુલાઈએ લગ્ન કરશે.

રિયાલિટી શોમાં મળ્યા હતા

તમને જણાવી દઈએ કે પાયલ અને સંગ્રામ રિયાલિટી શો સર્વાઈવર ઈન્ડિયામાં(Survivor India)  એકબીજાને મળ્યા હતા. આ શો પછી, પાયલ અને સંગ્રામે એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું, જોકે આ રિયાલિટી શોને જોઈને કોઈ કહી શકતું નથી કે બંનેને એકબીજામાં રસ છે. પાયલે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આ પહેલા પણ પાયલ સંગ્રામને મળી હતી. એક સમયે તે દિલ્હીથી આગ્રા જઈ રહી હતી. હાઈવે પર જ્યારે તેની કાર ખરાબ થઈ ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા સંગ્રામે તેની મદદ કરી હતી.

8 વર્ષથી સાથે છે

તમને જણાવવુ રહ્યું કે, બંનેએ સાથે ફિલ્મ પણ કરી હતી. જેનુ નામ હતું ‘વેલેન્ટાઈન્સ નાઈટ’જો કે આ ફિલ્મ ફ્લોપ રહી હતી પરંતુ આ સંબંધ હજુ પણ સુપરહિટ છે. આ કપલ્સ 8 વર્ષથી એકબીજા સાથે છે. પાયલે ‘પ્લાન’, ‘રક્ત’, ’36 ચાઇના ટાઉન’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ સિવાય બંનેએ વર્ષ 2015માં ડાન્સ રિયાલિટી શો ‘નચ બલિયે 7’માં પણ ભાગ લીધો હતો .

આ પણ વાંચો :  VIDEO: રણવીર સિંહ દિગ્ગજ ફૂટબોલર થિએરી હેનરીને મળીને થયો હતો ઈમોશનલ, જાણો શું છે કારણ?

આ પણ વાંચો : Miss World 2021 : પોલેન્ડની કેરોલિના બિલાવસ્કાએ જીત્યો મિસ વર્લ્ડ 2021 નો તાજ, ભારતની મનસા વારાણસીને ટોપ 6માં પણ ન મળ્યુ સ્થાન

Follow Us
રાજકોટમાં ફરી જળસંકટના ભણકારા, મનપાએ સરકાર પાસે માગી મદદ
રાજકોટમાં ફરી જળસંકટના ભણકારા, મનપાએ સરકાર પાસે માગી મદદ
આજનું રાશિફળ: આજે કઈ રાશિના જાતકો માટે ભાગ્યના દરવાજા ખુલશે?
આજનું રાશિફળ: આજે કઈ રાશિના જાતકો માટે ભાગ્યના દરવાજા ખુલશે?
વડોદરામાં શાળાના વિદ્યાર્થીઓને દુકાનોમાં ભણાવવાની દરખાસ્તથી વિવાદ
વડોદરામાં શાળાના વિદ્યાર્થીઓને દુકાનોમાં ભણાવવાની દરખાસ્તથી વિવાદ
સુરતમાં આવાસ ફાળવણી મુદ્દે જહાંગીરપુરાના રહીશોનો ઉગ્ર વિરોધ
સુરતમાં આવાસ ફાળવણી મુદ્દે જહાંગીરપુરાના રહીશોનો ઉગ્ર વિરોધ
અંબાલાલે ખેડૂતોને આ નક્ષત્ર દરમિયાન પાણીને ઉપયોગ ન કરવાની આપી સલાહ
અંબાલાલે ખેડૂતોને આ નક્ષત્ર દરમિયાન પાણીને ઉપયોગ ન કરવાની આપી સલાહ
તુલસીશ્યામ રોડ પર ચાર સિંહોનો દુર્લભ નજારો
તુલસીશ્યામ રોડ પર ચાર સિંહોનો દુર્લભ નજારો
બેચરાજીમાં તંત્રની બેદરકારી! શાળાએ જતા માસૂમ બાળકોના જીવ જોખમમાં
બેચરાજીમાં તંત્રની બેદરકારી! શાળાએ જતા માસૂમ બાળકોના જીવ જોખમમાં
નારાયણ સાઈને સુપ્રીમ કોર્ટમાંથી રાહત નહીં
નારાયણ સાઈને સુપ્રીમ કોર્ટમાંથી રાહત નહીં
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાળ તસ્કરી રેકેટનો કર્યો પર્દાફાશ ! Video
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાળ તસ્કરી રેકેટનો કર્યો પર્દાફાશ ! Video
સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો ! MCX પર ₹1.50 લાખ પર પહોચ્યું સોનું
સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો ! MCX પર ₹1.50 લાખ પર પહોચ્યું સોનું
g clip-path="url(#clip0_868_265)">