ભારતી સિંહના બાળકની પહેલી ઝલક સામે આવી, લાડલાને ગળે લગાવતી જોવા મળી લાફ્ટર ક્વીન
તસવીરમાં જોવા મળે છે કે ભારતી (Bharti singh) તેના નાના રાજકુમારને પોતાના હાથમાં પકડીને બેઠી છે. તસવીર સાથે ભારતીએ કેપ્શનમાં લખ્યું છે- 'લાઈફ લાઈન'. ભારતીની આ તસવીર જોઈને ઘણા સેલેબ્સની પણ પ્રતિક્રિયાઓ આવી રહી છે.
ભારતી સિંહ (Bharti Singh) અને હર્ષ લિમ્બાચીયા (Harsh Limbachiyaa) તાજેતરમાં જ માતાપિતા બન્યા છે, આ દિવસોમાં હર્ષ-ભારતી તેમના નવા પિતૃત્વ- માતૃત્વનો ઘણો આનંદ માણી રહ્યા છે. આ દરમિયાન ભારતી સિંહની એક તસવીર સામે આવી છે જેમાં તે તેના બેબી બોયને(baby boy) ગળે લગાવતી જોવા મળી રહી છે. ભારતીએ પોતે આ તસવીર પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર શેર કરી છે. બાળકના જન્મ પછી, ભારતી સાથેની આ પ્રથમ તસવીર જોઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે. આ એક ઝલક જોઈને કોમેન્ટ બોક્સ પર ફેન્સ સહિત ઘણા સેલેબ્સની પ્રતિક્રિયાઓ સાેમે આવી રહી છે.
તસવીરમાં શું છે ખાસ..
ફોટોમાં ભારતીએ પિંક કલરનું નાઈટ ગાઉન પહેર્યું છે.જ્યારે બેબી વ્હાઇટ ક્યૂટ પ્રિન્ટથી રૈપ અપ છે. તસવીરમાં જોવા મળે છે કે ભારતી તેના નાના રાજકુમારને પોતાના હાથમાં પકડીને બેઠી છે. તસવીર સાથે ભારતીએ કેપ્શનમાં લખ્યું છે- ‘લાઈફ લાઈન’. ભારતીની આ તસવીર જોઈને ઘણા સેલેબ્સની(Celebs) કમેન્ટ્સ આવવા લાગી.
અહીં જુઓ ભારતી અને બાળકની તસવીર
View this post on Instagram
ભારતીની પોસ્ટ પર સેલેબ્સની કોમેન્ટ આવી
ભારતી સિંહની આ પોસ્ટ જોઈને સિંગર નેહા ભસીને કોમેન્ટ કરી અને બાળક પ્રત્યે પ્રેમ વ્યક્ત કર્યો. બાળકને આશીર્વાદ આપતા તેણે લખ્યું – ગોડ બ્લેસ….સાથે તેણે હાર્ટ ઇમોજી સાથે પોસ્ટ કર્યું છે. આ સિવાય સુરભી જ્યોતિ જે નાગીન શોની એક્ટર હતી, તેણે પણ ભારતીની તસવીર પર કોમેન્ટ કરી અને દિલ ખોલીને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો.ગૌહર ખાને પણ ભારતીના બાળકની પહેલી ઝલક જોઈ અને કહ્યું’ હું તમારા માટે ખૂબ જ ખુશ છું. ભગવાનની હંમેશા તમારા પરિવાર પર કૃપા રહે. નેહા પેંડસેએ પણ ભારતીની આ પોસ્ટ પર કોમેન્ટ કરી હતી. અભિનેત્રી નિશા રાવલે કમેન્ટ કરીને કહ્યું ‘ઓહ….. ભારતી, તને અને દીકરાને ઘણો પ્રેમ.’ પવિત્રા પુનિયાએ પણ ભારતીના બાળક પ્રત્યે પ્રેમ વ્યક્ત કર્યો હતો.તમને જણાવી દઈએ કે, 3 એપ્રિલ 2022ના રોજ ભારતીએ એક દિકરાને જન્મ આપ્યો હતો. ભારતીના પતિ હર્ષ લિમ્બાચીયાએ સોશિયલ મીડિયા પર આ ખુશખબર ફેન્સને આપી હતી.
આ પણ વાંચો : શું ટોલીવુડની લોકપ્રિય અભિનેત્રી નયનતારા બહુ જલ્દી લગ્ન કરશે ?? જાણો શું છે સત્ય