AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ કાર્યક્રમમાં CM ઠાકરેની બાદબાકી, લોકોએ મહારાષ્ટ્રનું અપમાન ગણાવ્યું

PM નરેન્દ્ર મોદીને (PM Modi) પ્રથમ લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં CM ઉદ્ધવ ઠાકરેને (CM Uddhav Thackeray) આમંત્રણ આપ્યું ન હોવાના કારણે હાલ મામલો ગરમાયો છે.

લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ કાર્યક્રમમાં CM ઠાકરેની બાદબાકી, લોકોએ મહારાષ્ટ્રનું અપમાન ગણાવ્યું
Mangeshkar award program
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 25, 2022 | 7:16 AM
Share

રવિવારે PM નરેન્દ્ર મોદીને  (PM Narendra Modi) મુંબઈના ષણમુખાનંદ હોલમાં પ્રથમ લતા દીનાનાથ મંગેશકર (Lata Deenanath Mangeshkar Award) એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી, વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ  (CM Uddhav Thackeray) અને ઘણી પ્રખ્યાત અને મોટી હસ્તીઓ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી પરંતુ મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ હાજરી આપી ન હતી. જો કે બાદમાં બહાર આવ્યું કે મંગેશકર પરિવારે આમંત્રણ મેગેઝિનમાં તેમનું નામ પણ લખાવ્યું ન હતું. એટલે કે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પણ આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. આવી સ્થિતિમાં માત્ર શિવસેના(Shivsena) જ નહીં NCP તરફથી પણ અનેક પ્રતિક્રિયાઓ સામે આવી છે. કેટલાકે આ કાર્યને નાની વિચારસરણીનું કાર્ય ગણાવ્યું છે તો કેટલાકે તેને મહારાષ્ટ્રનું અપમાન ગણાવ્યું છે.

શહેરી વિકાસ મંત્રી અને NCP નેતા જિતેન્દ્ર આવ્હાડે ટ્વીટ કરીને લખ્યું, ‘મંગેશકર પરિવારે લતા મંગેશકર એવોર્ડ કાર્યક્રમના આમંત્રણ કાર્ડ પર મુખ્યમંત્રીનું નામ નાખવાનું ટાળ્યું છે. આ ક્રિયા સમજની બહાર છે. આ રાજ્યમાં રહીને ખૂબ જ લોકપ્રિયતા મેળવનાર મંગેશકર પરિવારનું આ કૃત્ય 12 કરોડ મરાઠી લોકોનું અપમાન છે. આ જ કારણ છે કે CM કાર્યક્રમમાં ન આવ્યા. તમને જણાવવું રહ્યું કે, સરકાર વતી શિવસેનાના નેતા અને ઉદ્યોગ મંત્રી સુભાષ દેસાઈ ત્યાં હાજર હતા.

રોહિત પવારે પણ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી

શરદ પવારના પૌત્ર અને NCP નેતા રોહિત પવારે પણ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે, ‘પ્રથમ લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ આપવા બદલ પીએમ નરેન્દ્ર મોદીને હૃદયપૂર્વક અભિનંદન. શિવસેના પ્રમુખ સ્વ.બાલાસાહેબ ઠાકરે અને દેશના રાજકારણના સૌથી અનુભવી નેતાઓમાંના એક, શરદ પવારનો મધુર રાણી લતા દીદી સાથે ખૂબ જ ગાઢ સંબંધ હતો.

આ પણ વાંચો : PM મોદીને પ્રથમ લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ મળ્યો, આ સન્માન દેશના લોકોને સમર્પિત કર્યું

આ પણ વાંચો : Maharashtra: અમરાવતીમાં કંડલી ગેસ સિલિન્ડરના ગોડાઉનમાં ભીષણ આગ, બે કિલોમીટર સુધી વિસ્ફોટનો અવાજ સંભળાયો, જુઓ Video

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">