શું વાત છે! રિલીઝ પહેલા જ ફિલ્મ RRR એ તોડ્યો બાહુબલીનો આ રેકોર્ડ, જાણો વિગત

શું વાત છે! રિલીઝ પહેલા જ ફિલ્મ RRR એ તોડ્યો બાહુબલીનો આ રેકોર્ડ, જાણો વિગત
ફિલ્મ RRR

ઓક્ટોબરમાં દશેરાના દિવશે ફિલ્મ RRR રિલીઝ થવાની છે. તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમના થિયેટર રાઈટ્સ માટે ખુબ મોટી રકમની ઓફર મળી છે.

Gautam Prajapati

| Edited By: Bhavesh Bhatti

Feb 06, 2021 | 12:55 PM

ફિલ્મ RRR ની ઘોષણા બાદ જ તેની ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ ફિલ્મ 10 ભાષાઓમાં રિલીઝ થવાની છે. મળેલી માહિતી અનુસાર રિલીઝ ડેટની ઘોષણા બાદ માત્ર 5 ભાષાઓમાં થિયેટરના અધિકાર માટે 348 કરોડથી વધુની ઓફર આવી ગઈ છે.

સાઉથના રાજ્યોમાંથી મોટી ઓફર

ઓક્ટોબરમાં દશેરાના દિવશે ફિલ્મ RRR રિલીઝ થવાની છે. તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમના થિયેટર રાઈટ્સ માટે કૂલ 348 કરોડની ઓફર મળી છે. જમા નિઝામમાં 75 કરોડ, આંધ્રપ્રદેશમાં 155, તમિળનાડુમાં 48, મલયાલમમાં 15 અને કર્ણાટકમાં 45 કરોડનો સમાવેશ થાય છે. સાથે જ પ્રોડક્શન હાઉસને પણ બોલીવુડમાંથી પણ મોટી ઓફરો મળી રહી છે. દર્શકોમાં આ ફિલ્મને લઈને ક્રેઝ જોતા ફિલ્મને માગ્યા ભાવ મળવાની સંભાવનાઓ દેખાઈ રહી છે.

તોડ્યો બાહુબલીનો રેકોર્ડ

કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મ RRRએ બહુબલીનો રિલીઝ પહેલાનો રેકોર્ડ તોડ્યો છે. બાહુબલી 2 એ સાઉથના રાજ્યોમાં રિલીઝ પહેલા 215 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે ફિલ્મ RRRની કમાણી 348 કરોડ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

દશેરા પર થશે ફિલ્મ રિલીઝ

બોલીવૂડના મોટા સ્ટાર્સ સહિત એનટીઆર, રામ ચરણ, અજય દેવગન, આલિયા ભટ્ટ, અને એલિસન ડૂડી આ ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન એસ.એસ.રાજામૌલીએ કર્યું છે. જેમના અગાઉના પ્રોજેક્ટએ માત્ર ભારતમાં જ બોક્સ ઓફીસમાં 1400 કરોડથી વધુની કમાણી કરી હતી.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati