Bigg Boss 17: તમે પણ Bigg Bossના બેકગ્રાઉન્ડ અવાજના દિવાના છો? જાણો તે વ્યક્તિ વિશે
Bigg Boss Voices : આ શોમાં દરેક વખતે કંઈક રસપ્રદ બને છે. જે દરેક વખતે વિવાદોનું કારણ પણ બને છે અને નવો ટર્ન જોવા મળે છે. જો કે આ શોમાં ઘણા ફેરફારો થયા તેના હોસ્ટ પણ બદલાયા છે, પરંતુ એક વાત એવી છે જે વર્ષો પછી પણ એવીને એવી જ છે. બિગ બોસનો દરેક દર્શક જાણવા માંગે છે કે, તેઓ બિગ બોસમાં કોનો શક્તિશાળી અને હૃદય સ્પર્શી અવાજ સાંભળે છે.

Bigg Boss Voices : બિગ બોસ એ ભારતમાં ઘણા સમયથી ચાલતા શોમાંથી એક છે. તેની પ્રથમ સિઝન 3 નવેમ્બર 2006ના રોજ આવી હતી. ત્યારથી આ શોએ સારી ઓળખ મેળવી છે. આ શોને દર્શકોનો ઘણો સ્નેહ મળી રહ્યો છે. આ શોની પ્રથમ સિઝન ટીવી પર ટેલિકાસ્ટ થયાને 17 વર્ષ થઈ ગયા છે. લોકો આ શો પાછળ ઘણા દિવાના છે.
બિગ બોસનો અવાજ
આ શોમાં દરેક વખતે કંઈક રસપ્રદ બને છે. જે દરેક વખતે વિવાદોનું કારણ પણ બને છે અને નવો ટર્ન જોવા મળે છે. જો કે આ શોમાં ઘણા ફેરફારો થયા તેના હોસ્ટ પણ બદલાયા છે, પરંતુ એક વાત એવી છે જે વર્ષો પછી પણ એવીને એવી જ છે. વાસ્તવમાં આપણે બિગ બોસના અવાજની વાત કરી રહ્યા છીએ. આ શોમાં બિગ બોસના અવાજ બનેલા બે કલાકારો હજુ પણ પોતાનો વોઈસ આપતા રહે છે.
બિગ બોસનો અવાજ કોનો છે?
તમે બિગ બોસ તો જોતાં જ હશો પણ આજે અમે તેના વિશે રસપ્રદ માહિતી જણાવશું કે, બિગ બોસનો અવાજ કોણ છે. તો અમે તમને જણાવી દઈએ કે આ શોમાં વિજય વિક્રમ અને અતુલ કપૂર પોતાનો વોઈસ ઓવર આપી રહ્યા છે. બિગ બોસમાં શો ચાલી રહ્યો હોય ત્યારે બેકગ્રાઉન્ડમાં જે અવાજ આપે છે તે અતુલ કપૂરનો છે. જ્યારે અવાજ જે શોનું વર્ણન કરે છે એટલે કે જો શોમાં અગાઉની ઘટના સાથે કોઈ માહિતી સંબંધિત હોય તો તે અવાજ વિજય વિક્રમ સિંહનો હોય છે.
વોઈસ ઓવર કરતા એક્ટરની એક સિઝનની કમાણી
આ શોની એક સિઝનમાં વિજય અને અતુલની કમાણી વિશે વાત કરીએ તો મળતી માહિતી મુજબ અતુલ કપૂરને એક સિઝનમાં પોતાનો અવાજ આપવા માટે 50 લાખ રૂપિયા મળે છે. જ્યારે વિજયને આ શોમાં પોતાનો અવાજ આપવા માટે 10 થી 20 લાખ રૂપિયા મળે છે. આ બંને કલાકાર પહેલી સિઝનથી આમાં જોડાયેલા છે.
અવાજ પોતાની હાજરીનો કરાવે છે અહેસાસ
બિગ બોસના ઘરની મહેમાન બનેલી વીણા મલિક ‘બિગ બોસ’ના અવાજના પ્રેમમાં હતી, પરંતુ આજ સુધી કોઈ જાણી શક્યું નથી કે આ બિગ બોસ કોણ છે! ભારે ભરખમ અવાજ, એક પ્રકારનો રૂઆબ. બિગ બોસ ભલે કોઈને દેખાતા નથી પણ બિગ બોસનો અવાજ હંમેશા પરિવારના સભ્યોને તેની હાજરીનો અહેસાસ કરાવે છે.
તમને જણાવી દઈએ કે બિગ બોસ કોણ છે. આ બેકગ્રાઉન્ડ વોઈસ 42 વર્ષના મુંબઈ સ્થિત વોઈસ ઓવર આર્ટિસ્ટ અતુલ કપૂરનો છે. અતુલ પહેલા એક રેડિયો ચેનલ માટે કામ કરતો હતો અને ત્યાંથી ‘બિગ બોસ’ના આયોજકોએ અતુલ કપૂરના અવાજ પર પોતાની પસંદગી ઉતારી છે.
અતુલ પણ રહે છે
બિગ બોસની સીઝન દરમિયાન અતુલને પણ ઘરના અન્ય સભ્યોની જેમ એક સિક્રેટ રૂમમાં રાખવામાં આવે છે. ન તો તેઓ તેમના મિત્રોને મળી શકે છે કે ન તે પોતાના પરિવારને મળે છે. તેમનું લોકેશન પણ સિક્રેટ રાખવામાં આવે છે. આ કામ માટે અતુલ પણ અન્ય લોકોની જેમ વધારે ફી વસૂલ કરે છે.