AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OMG: આ મોટા કલાકાર હશે કપિલ શર્મા શોની નવી સિઝનના પહેલા મહેમાન, ધમાકેદાર હશે પહેલો એપિસોડ

કપિલ શર્મા શોને લઈને મોટા અહેવાલો આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે એ અક્ષય કુમાર આ શોની નવી સિઝનમાં પહેલા મહેમાન તરીકે જોવા મળશે.

OMG: આ મોટા કલાકાર હશે કપિલ શર્મા શોની નવી સિઝનના પહેલા મહેમાન, ધમાકેદાર હશે પહેલો એપિસોડ
Who will be the guest of the first episode of the kapil sharma show new season
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2021 | 10:38 AM
Share

ટીવી જગતનું વિખ્યાત શો કપિલ શર્મા શો ટૂંક સમયમાં રજૂ થવા જરી રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી શો ફરી શરુ થવાના અહેવાલો આવતા રહે છે. દર્શકો આ લોકપ્રિય કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો’ની (The Kapil Sharma Show) નવી સિઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અહેવાલો અનુસાર, આ શોની નવી સીઝન 21 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહી છે. દર વખતની જેમ જ આ શોને પ્રખ્યાત હાસ્ય કલાકાર કપિલ શર્મા હોસ્ટ કરશે.

આ શોની કમિંગ સૂનની જાહેરાત શોના કલાકારો કરી ચૂક્યા છે. આ બાદ દર્શકો સતત શો કલાકારોના સોશિયલ મીડિયા પર નજર રાખી રહ્યા છે. અને તેઓ જાણવા આતુર છે આ શો ક્યારે શરુ થયે અને કોણ આ શોમાં પહેલું મહેમાન બનીને આવશે. આવામાં અહેવાલો એ જોર પકડ્યું છે કે એક મોટા કલાકાર આ શોમાં પહેલા મહેમાન તરીકે આવવાના છે.

લેટેસ્ટ અપડેટ મુજબ, બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર (Akshay Kumar) આ શોમાં પોતાની આગામી ફિલ્મ ‘બેલ બોટમ’ને (Bell Bottom) પ્રમોટ કરતા જોવા મળશે. તે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે કે આ ફિલ્મની આખી સ્ટારકાસ્ટ શોમાં જોવા મળે છે કે પછી માત્ર અક્ષય કુમાર જ જોવા મળશે. કોરોના વાયરસની બીજી લહેર બાદ ‘બેલ બોટમ’ પહેલી મોટી ફિલ્મ હશે, જે થિયેટરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મનું ટ્રેલર 3 ઓગસ્ટના રોજ રિલીઝ થવા જઈ રહ્યું છે.

મેકર્સે થોડા દિવસ પહેલા ‘ધ કપિલ શર્મા શો’નો પ્રોમો ઈન્ટરનેટ પર રિલીઝ કર્યો હતો. આ શોમાં ભારતી સિંહ, કૃષ્ણ અભિષેક, કીકુ શારદા, ચંદન પ્રભાકર અને અર્ચના પૂરણ સિંહ ફરી જોવા મળશે. સારી વાત એ છે કે આ નવી સિઝનમાં સુદેશ લેહરી પણ ટીમનો ભાગ હશે. પ્રોમોમાં તેની ઝલક પણ જોવા મળી હતી. અને કૃષ્ણા સુદેશે એક ફાની વિડીયો પણ શેર કર્યો હતો. ફેન્સ માટે ખરાબ સમાચાર એ છે કે કદાચ સુમોના ચક્રવર્તી શોમાં જોવા મળશે નહીં. કેમ કે સુમોનાની ઝલક પ્રોમો કે સોશિયલ મીડિયામાં જોવા મળી નથી.

અક્ષય કુમાર એ મહેમાન છે જે અવારનવાર કપિલ શર્મા શોમાં આવતા રહે છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી અક્ષયે ઘણી ફિલ્મોનું પ્રમોશન આ શોમાં કર્યું છે. છેલ્લે લોકડાઉન પહેલા પણ અક્ષય 2 ફિલ્મોના પ્રમોશન માટે આ શો પર આવ્યા હતા. જેમાં એક કેટરીના અને રોહિત શેટ્ટી સાથે સૂર્યવંશી માટે અને બીજી ફિલ્મ લક્ષ્મીના પ્રમોશન માટે અક્ષય આવ્યા હતા.

આ પણ વાંચો: Birthday Special: જીવનની ઘણી ‘ગુથ્થી’ ઉકેલી આ મુકામે પહોંચ્યા છે સુનીલ ગ્રોવર, જાણો તેમના સંઘર્ષ વિશે

આ પણ વાંચો: શાહરૂખ ખાને ફિલ્મી કોચ કબીર ખાન બનીને કરી ટ્વીટ, ઇન્ડિયન હોકી ટીમના Real કોચે આપ્યો જબરદસ્ત જવાબ

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">