Birthday Special: જીવનની ઘણી ‘ગુથ્થી’ ઉકેલી આ મુકામે પહોંચ્યા છે સુનીલ ગ્રોવર, જાણો તેમના સંઘર્ષ વિશે

કપિલના શોથી ગુથ્થી, ગુલાટી અને રિંકુ દેવી તરીકે ફેમસ થયેલા સુનીલ ગ્રોવર આજ કાલ ફિલ્મો અને વેબ સિરીઝમાં નામના મેળવી રહ્યા છે.

Birthday Special: જીવનની ઘણી 'ગુથ્થી' ઉકેલી આ મુકામે પહોંચ્યા છે સુનીલ ગ્રોવર, જાણો તેમના સંઘર્ષ વિશે
Life struggle story of well known comedian Sunil Grover aka Gutthi

સુનીલ ગ્રોવર (Sunil Grover) આજે એક લોકપ્રિય સ્ટાર છે, પરંતુ શું તમે જાણો છો કે અહીં સુધી પહોંચવા માટે તેમણે કેટલી મહેનત કરી છે. એક સમય હતો જ્યારે તે કામ કરતા હતા અને મહીને માત્ર 500 રૂપિયા મળતા હતા. પરંતુ તેમણે ક્યારેય હાર ન માની અને સખત મહેનત કરી. સુનીલે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે ગુથ્થી (Gutthi) બન્યા બાદ તેમનું જીવન બદલાઈ ગયું. સુનીલે કહ્યું હતું કે તેમને ખાતરી નહોતી કે દર્શકો તેમના પાત્રને ખૂબ પસંદ કરશે.

પોતાના સંઘર્ષ વિશે વાત કરતા સુનીલે કહ્યું હતું કે, ‘થિયેટરમાં માસ્ટર્સ પૂર્ણ કર્યા બાદ હું અભિનય માટે મુંબઈ આવ્યો હતો. પરંતુ એક વર્ષ સુધી હું પાર્ટી કરતો રહ્યો. હું એક પોશ વિસ્તારમાં રહેતો હતો અને મારી બધી બચત તેમાં ખતમ થઈ ગઈ. હું તે સમયે મહિને માત્ર 500 રૂપિયા કમાતો હતો. પણ હું જાણતો હતો કે હું જલ્દી સફળ થઈશ. સુનીલે કહ્યું હતું કે તે જાણતો હતો કે તે અભિનય કરી શકે છે કારણ કે એકવાર શાળાના એક કાર્યક્રમમાં મુખ્ય અતિથિએ તેના વખાણ કરતા કહ્યું હતું કે તમારે નાટક સ્પર્ધામાં ભાગ ન લેવો જોઈએ કારણ કે તે બાકીના લોકો માટે અનફેર હશે.

પિતાના જીવનમાંથી મળ્યો બોધ

સુનીલે કહ્યું હતું કે તેને પાછળથી સમજાયું કે મુંબઈમાં તેના જેવા અન્ય લોકો પણ છે જે તેમના શહેરના સુપરસ્ટાર હતા અને અહીં સંઘર્ષ કરી રહ્યા છે. તેના પિતાની વાર્તા વિચારીને તે પોતાની અંદર હિંમત લાવતો હતો. સુનીલે કહ્યું હતું કે તેના પિતા રેડિયો અનાઉન્સર બનવા માંગતા હતા, પરંતુ દાદાની વિરુદ્ધ ન જઈ શક્યા અને બેંકમાં નોકરી કરવી પડી. સુનીલ ઇચ્છતો ન હતો કે તે હંમેશા તેના પિતાની જેમ પોતાનું સપનું પૂરું ન કરવાનું દુ: ખ સહન કરે.

તેણે કહ્યું હતું કે, ‘હું મારા સપનાઓને છોડી દઉં એમ હતું નહીં. તેથી મેં મારી સંભાળ લીધી અને કામ શોધવાનું શરૂ કર્યું. પરંતુ રસ્તો એટલો સરળ ન હતો. એકવાર હું ટીવી શો માટે સિલેક્ટ થયો. પછી એક દિવસ મને કહેવામાં આવ્યું કે મને શોમાંથી કાઢી દેવામાં આવ્યો છે.

રેડિયોએ બદલ્યું જીવન

એકવાર સુનીલે એક રેડિયો શોમાં કામ કરવાનું શરૂ કર્યું જે વાયરલ થયું અને ત્યારબાદ મેકર્સે નક્કી કર્યું કે તેનો શો દેશભરમાં પ્રસારિત થશે. સુનીલે કહ્યું હતું કે, ‘મને રેડિયો પછી ટીવી અને ફિલ્મોમાં કામ મળ્યું. પછી મને ગુથ્થીનો રોલ મળ્યો અને થોડા જ સમયમાં હું ઘરે ઘરે પ્રખ્યાત થયો.

સુનીલે કહ્યું હતું કે, ‘મને યાદ છે કે મને લાઇવ શો માટે બોલાવવામાં આવ્યો હતો અને જ્યારે હું સ્ટેજ પર ગયો ત્યારે લોકો મારા માટે ચીયર કરી રહ્યા હતા. મેં જોયું કે જેના માટે બધા તાળીઓ પાડી રહ્યા છે, તે બીજા કોઈ માટે નહીં પણ મારા માટે છે.

સુનીલે આગળ કહ્યું હતું કે, ‘એક યુવાન છોકરો જેણે ક્યારેય નિષ્ફળતાઓને તેના સપના વચ્ચે આવવા ન દીધી અને જીતવા માટે આગળ વધ્યો. તેથી ભલે હું હમણાં આટલો દૂર આવ્યો છું, પરંતુ આ યુવાન છોકરાને હજુ આગળ જવાનું છે.’

ડો.મશહૂર ગુલાટીએ જીત્યું સૌનું દિલ

ગુથ્થી પછી, સુનીલ ગ્રોવરે કપિલ શર્માના શોમાં (The Kapil Sharma Show) ડો.મશહૂર ગુલાટી અને રિંકુ દેવીની ભૂમિકા ભજવી હતી અને દર્શકોને બંને અવતાર ગમ્યા હતા. ફેન્સ હજુ પણ કપિલના શોમાં સુનીલના વાપસીની રાહ જોઈ રહ્યા છે.

ફિલ્મો અને વેબ સિરીઝમાં વ્યસ્ત

સુનીલ સલમાન ખાનની ફિલ્મ ભારતમાં તેના મિત્રની ભૂમિકામાં જોવા મળ્યા અને તેનું પાત્ર ખૂબ પસંદ કરવામાં આવ્યું. આ પછી, આ વર્ષે તે વેબ સીરીઝ તાંડવમાં જોવા મળ્યા અને સુનીલે તેમાં એકદમ અલગ સ્ટાઇલ બતાવી હતી. સુનીલ હવે ફિલ્મો અને વેબ સિરીઝમાં ધ્યાન આપી રહ્યા છે.

 

આ પણ વાંચો: શાહરૂખ ખાને ફિલ્મી કોચ કબીર ખાન બનીને કરી ટ્વીટ, ઇન્ડિયન હોકી ટીમના Real કોચે આપ્યો જબરદસ્ત જવાબ

આ પણ વાંચો: હરભજન સિંહની પત્ની ગીતા બસરાએ ઠાલવ્યું દુઃખ, કહ્યું બે કસુવાવડ પછી પુત્રનો જન્મ, વેઠી ઘણી વેદના

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati