શાહરૂખ ખાને ફિલ્મી કોચ કબીર ખાન બનીને કરી ટ્વીટ, ઇન્ડિયન હોકી ટીમના Real કોચે આપ્યો જબરદસ્ત જવાબ

ઓલમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમની શાનદાર જીત બાદ શાહરૂખ ખાન (Shah Rukh Khan) અને કોચ કબીર ખાન પણ ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યા છે. આ વચ્ચે એક મજેદાર ટ્વીટ વાયરલ થઇ છે. ચાલો જાણીએ.

શાહરૂખ ખાને ફિલ્મી કોચ કબીર ખાન બનીને કરી ટ્વીટ, ઇન્ડિયન હોકી ટીમના Real કોચે આપ્યો જબરદસ્ત જવાબ
Shahrukh Khan became Kabir Khan and tweeted for the hockey team, the real coach replied

ઓલમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમે સોમવારે ઓસ્ટ્રેલિયા સામે ઐતિહાસિક વિજય મેળવ્યો. આ સાથે જ ભારતીય હોકી ટીમ સેમીફાયનલમાં પહોંચી ગઈ છે. આ જીત સમગ્ર દેશ માટે ઈમોશનલ ક્ષણ હતી. ઘણી આંખમાંથી આંસુ આવી ગયા અને ઘણા ખુશીનો ઉત્સવ હજુ ઉજવી રહ્યા છે. આ વિજયની વાત કરતા જ રુંવાડા ઉભા થઇ આવે છે. સમગ્ર દેશ માટે એક મોટી ક્ષણ આ સોમવાર લઈને આવ્યો.

વિજય સાથે જ દરેકે હોકી ટીમને શુભેચ્છાઓ પાઠવી. બોલીવૂડ સ્ટાર્સે પણ તેમનો ઉમંગ જાહેર કર્યો. આ શાનદાર જીતના વખાણમાં ઘણા લોકો ‘ચક દે’ જેવા શબ્દો લખી રહ્યા હતા. અને એ ફિલ્મમાં પણ દર્શાવવામાં આવેલી ક્ષણોને યાદ કરી રહ્યા હતા. અને આ કારણે ચક દે ટ્રેન્ડ માં આવી ગયું.

એટલું જ નહીં, આ શાનદાર જીત બાદ શાહરૂખ ખાન (Shah Rukh Khan) અને કોચ કબીર ખાન પણ ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે કબીર ખાન એ ફિલ્મ ચક દે ઇન્ડિયા ફિલ્મના કોચનું નામ હતું. જેમાં શાહરૂખે આ પાત્ર કોચ ભજવ્યું હતું.

શાહરુખે કોચની સેલ્ફી પર શું કહ્યું?

જીત પછી, કોચ Sjoerd Marijne એ ટીમ સાથે એક સેલ્ફી શેર કરી અને ટ્વિટ કર્યું, “માફ કરજો ફેમીલી, હું પછીથી આવીશ.” આના જવાબમાં કબીર ખાન ઉર્ફે શાહરુખ ખાને પણ મજેદાર જવાબ આપ્યો હતો, SRK એ લખ્યું કે ‘હા હા કોઈ સમસ્યા નથી. પરત ફરતી વખતે, થોડું સોનું લઈને આવજો… પરિવારના અબજ સભ્યો માટે. આ વખતે ધનતેરસ પણ 2 નવેમ્બરે છે. ભૂતપૂર્વ કોચ કબીર ખાન તરફથી.

રિયલ કોચે શાહરૂખને જવાબ આપ્યો

કિંગ ખાનની ટ્વીટના જવાબમાં Marijne એ ધમાકેદાર જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, ‘સપોર્ટ અને પ્રેમ માટે આભાર. અમે બધું ફરીથી આપીશું. ધ રિયલ કોચ તરફથી.’ અને બાદમાં આ જવાબ ખુબ વાયરલ થઇ રહ્યો છે. લોકો પણ શાહરૂખ પર મિમ બનાવીને તેની મજા લઇ રહ્યા છે.

 

આ પણ વાંચો: હરભજન સિંહની પત્ની ગીતા બસરાએ ઠાલવ્યું દુઃખ, કહ્યું બે કસુવાવડ પછી પુત્રનો જન્મ, વેઠી ઘણી વેદના

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati