ટૂંક સમયમાં ફરી શરુ થશે કપિલ શર્મા શો! કૃષ્ણ અભિષેકે આ પોસ્ટ શેર કરીને આપી મોટી હિન્ટ

કૃષ્ણા અભિષેકે તાજેતરમાં એક પોસ્ટ મૂકીને કપિલ શર્મા શોને લઈને મોટી હિન્ટ આપી છે. કૃષ્ણા અભિષેકે લખ્યું હતું કે "' જલ્દી જ પરત આવવાના છીએ."

ટૂંક સમયમાં ફરી શરુ થશે કપિલ શર્મા શો! કૃષ્ણ અભિષેકે આ પોસ્ટ શેર કરીને આપી મોટી હિન્ટ
ધ કપિલ શર્મા શો

ટીવીમાં ખુબ લોકપ્રિય શો કપિલ શર્મા શોની સૌ રાહ જોઈ રહ્યા છે. આવામાં દર્શકો માટે ખુશખબર આવી છે. જી હા ધ કપિલ શર્મા શો જલ્દી જ ટીવી પર પરત ફરી શકે એમ છે. કૃષ્ણા અભિષેકે આ શોને લઈને મોટી હિન્ટ આપી છે. જી હા કૃષ્ણાએ થોડા દિવસ પહેલા એક સેલ્ફી એવી પોસ્ટ કરી હતી જેને લઈને શો પરત ફરવાના અહેવાલ આવ્યા હતા.

પોસ્ટ કરી ડીલીટ

ત્યાર બાદ કૃષ્ણાએ તે ફોટો ડીલીટ કરી દીધો હતો. તેણે સેલ્ફીમાં લખ્યું હતું કે, ‘ જલ્દી જ પરત આવવાના છીએ. અમારી પહેલી ક્રિએટીવ મિટિંગ. ખુબ ઉત્સુક છું. કંઇક નવું આવવાનું છે. કૃષ્ણાએ આ પોસ્ટમાં કપિલ શર્મા શોની ઓડીયન્સને પણ ટેગ કરી હતી. જેનાથી માલુમ પડે છે કે કપિલ શર્મા શોને લઈને મિટિંગ મળી હતી. અને શો ટૂંક સમયમાં આવી શકે એમ છે.

કપિલ પરિવાર સાથે વ્યસ્ત

કપિલ શર્મા આ દિવસોમાં પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે. તેની પત્ની ગિન્નીએ ફેબ્રુઆરીમાં એક પુત્રને જન્મ આપ્યો. આ દરમિયાન કપિલે આ શોમાંથી બ્રેક લીધો હતો. કપિલને એક પુત્ર અને એક પુત્રી છે. કપિલની પુત્રીના ફોટા વાયરલ થતા રહે છે, પરંતુ આજ સુધી દંપતીએ પુત્રનો ફોટો શેર કર્યો નથી.

 

View this post on Instagram

 

A post shared by Krushna Abhishek (@krushna30)

સુનીલ ગ્રોવર પરત ફરશે શોમાં?

ધ કપિલ શર્મા શો વિશે વાત કરીએ તો તે છેલ્લા ઘણા સમયથી દર્શકોનું મનોરંજન કરે છે. શોની ટીઆરપી પણ સારી છે, શો મોટે ભાગે ટોપ 5 માં જોવા મળે છે. કિકુ શારદા, સુમોના ચક્રવર્તી, ચંદન પ્રભાકર, કૃષ્ણા અભિષેક, ભારતી સિંહ શોમાં ચાર ચાંદ લગાવી દે છે. ફેન્સ હજી પણ શોમાં સુનીલ ગ્રોવરને મિસ કરી રહ્યા છે. જોકે અહેવાલો અનુસાર સુનીલનું કહેવું છે કે જો સારી ઓફર મળશે તો ટે ચોકાસ શોમાં પરત ફરશે. ધીમે ધીમે કપિલ સુનીલ વચ્ચેના સંબંધ પણ સુધરી રહ્યા છે.

 

આ પણ વાંચો: ભારતમાં ટ્વીટરનું ‘કાનૂની કવચ’ સમાપ્ત થયા બાદ પહેલી FIR, ટ્વીટર અને કોંગ્રેસ નેતાઓ પર કેસ

આ પણ વાંચો: અભિનેતા પર્લને જામીન મળતાં આસારામના ભક્તો રોષે ભરાયા, જાણો સોશિયલ મીડિયા શું કરાવી રહ્યા છે ટ્રેન્ડ

Click on your DTH Provider to Add TV9 Gujarati