ભારતમાં ટ્વીટરનું ‘કાનૂની કવચ’ સમાપ્ત થયા બાદ પહેલી FIR, ટ્વીટર અને કોંગ્રેસ નેતાઓ પર કેસ

કાનૂની કવચ સમાપ્ત થયા બાદ પહેલો કેસ ટ્વીટર પર થયાનું સામે આવ્યું છે. એક વિડીયો વાયરલ થયા બાદ ઉત્તર પ્રદેશની ગાઝિયાબાદ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. તેમનું કહેવું છે કે વિડીયો દ્વારા ખોટી માહિતી રોકવામાં ટ્વીટર અસફળ રહ્યું.

ભારતમાં ટ્વીટરનું 'કાનૂની કવચ' સમાપ્ત થયા બાદ પહેલી FIR, ટ્વીટર અને કોંગ્રેસ નેતાઓ પર કેસ
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Jun 16, 2021 | 12:38 PM

નવા IT નિયમોનું પાલન ના કરીને ટ્વીટર મુસીબતમાં મુકાયેલું જોવા મળી રહ્યું છે. ટ્વીટરને ભારતમાં મળવા વાળી કાયદાકીય સુરક્ષા પૂરી કરી દેવામાં આવી છે. સરકારે 25 મેના રોજ નવા નિયમ લાગુ કર્યા હતા. પરંતુ ટ્વીટર આ નિયમોને માનવા તૈયાર ન હતું. અને બાદમાં તેના પર એક્શન લેવામાં આવી છે.

જોકે સરકાર તરફથી કોઈ સત્તાવાર રીતે કોઈ ઘોષણા કરવામાં આવી નથી. પરંતુ ટ્વીટરે હજુ સુધી આઈટી નિયમો લાગુ નથી કર્યા આ માટે તેની કાનૂની સુરક્ષા આપમેળે સમાપ્ત થઈ ગઈ છે.

નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર

શું છે આનો અર્થ?

આનો અર્થ એ છે કે હવે ટ્વીટર ભારતીય કાયદા હેઠળ આવી ગયું છે અને તેને કોઈ પણ આપત્તિજનક કન્ટેન્ટ માટે જવાબદાર ઠેરવી શકાય છે. સાયબર કાયદાના એક્સ્પર્ટના જણાવ્યા અનુસાર “આઈટી એક્ટની કલમ 79 હેઠળ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને કાયદાકીય સુરક્ષા મળે છે. જેમાં આપત્તિજનક ગતિવિધિઓ માટે કંપની જવાબદાર નથી હોતી, પરંતુ જો હવે કોઈ કાયદાનું ઉલંઘન થાય છે કે તો તેના માટે ટ્વીટર જવાબદાર રહેશે.

નોંધાયો પ્રથમ કેસ

કાનૂની કવચ સમાપ્ત થયા બાદ પહેલો કેસ ટ્વીટર પર થયાનું સામે આવ્યું છે. એક વૃદ્ધ વ્યક્તિ ઉપર હુમલો અને અભદ્ર વર્તન થયાનો વિડીયો વાયરલ થયા બાદ ઉત્તર પ્રદેશની ગાઝિયાબાદ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે નવ લોકો સામે એફઆઈઆર નોંધી છે. તેમાં કોંગ્રેસના બે નેતાઓ અને ટ્વિટર ભારતનો પણ સમાવેશ છે. લોનીમાં બનેલી ઘટનાને કોમી રંગ આપવા બદલ તેના પર આ કાર્યવાહી કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થતા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે વૃદ્ધ મુસ્લિમને માર મારવામાં આવ્યો અને તેની દાઢી કાપી દેવામાં આવી.

આ સમગ્ર મામલે રાજકીય રંગ વધી ગયો છે અને આવા સમયે પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. રાહુલ ગાંધીએ જ્યારે આ ઘટના પર સવાલો ઉઠાવ્યા હતા ત્યારે સીએમ યોગીએ તેમને યુપીને બદનામ ન કરવાની સલાહ આપી હતી.

હકીકતમાં, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે એક વૃદ્ધ મુસ્લિમને ચાર શખ્સોએ નિર્દયતાથી માર માર્યો હતો, તેને જય શ્રી રામનો જાપ કરવાની ફરજ પાડવામાં આવી હતી. આ બાદ તેની દાઢી કાપી દેવામાં આવી અને આ વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો હતો. જોકે જણાવવામાં આવી રહ્યું છે કે વિડીયો પાછળનું સત્ય કંઇક અલગ હતું.

પોલીસના જણાવ્યા અનુસાર તેમણે આ મામલે FIR નોંધી લીધી છે અને આ મામલે પરવેશ ગુર્જરની આરોપી તરીકે ધરપકડ કરી છે. આ ઘટના 5 જુનની છે. પોલીસનું કહેવું છે કે તેમને સૂચના બે દિવસ બાદ મળી.

પોલીસે આ ઘટના પાછળનું કારણ તાંત્રિક સાધના જણાવ્યું છે. વિડીયોમાં જોવા મળતા પીડિત વૃદ્ધે આરોપીઓને કેટલાક તાવીજ આપ્યા હતા, જેનું પરિણામ ના મળતા રોષે ભરાયેલા આરોપીઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે એમ પણ કહ્યું હતું કે પીડિતે પોતાની FIR માં જય શ્રી રામના નારા લગાવવા અને દાઢી કાપવા અંગે નોંધણી નથી કરાવી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">