અભિનેતા પર્લને જામીન મળતાં આસારામના ભક્તો રોષે ભરાયા, જાણો સોશિયલ મીડિયા શું કરાવી રહ્યા છે ટ્રેન્ડ

મુંબઈ પોલીસે (Mumbai Police) પોક્સો એક્ટ (POCSO) હેઠળ અભિનેતા પર્લની ધરપકડ કરી હતી. પરંતુ થોડા દિવસોમાં જ અભિનેતાને જમાનત મળી ગઈ છે. આ વાત પર આસારામના ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે.

અભિનેતા પર્લને જામીન મળતાં આસારામના ભક્તો રોષે ભરાયા, જાણો સોશિયલ મીડિયા શું કરાવી રહ્યા છે ટ્રેન્ડ
અભિનેતા પર્લ અને આસારામ
Follow Us:
| Updated on: Jun 16, 2021 | 11:58 AM

ફેમસ ટીવી અભિનેતા પર્લ વી પુરીને જમાનત મળી ગઈ છે. તમને ખ્યાલ જ હશે કે પર્લ પર નાબાલિક પર રેપનો આરોપ લાગ્યો છે. તેમ છતાં પર્લ (Pearl V Puri)ને જામીન મળી ગયા છે. અભિનેતાને 11 દિવસ સુધી જેલમાં રહ્યા બાદ જમાનત મળી છે. થોડા દિવસો અગાઉ જ નાબાલિક બાળકી પર દુષ્કર્મ આચર્યાના આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

મુંબઈ પોલીસે (Mumbai Police) પોક્સો એક્ટ (POCSO) હેઠળ અભિનેતાની ધરપકડ કરી હતી. પોલીસે કહ્યું પણ હતું કે અભિનેતા સામે સબુત પણ છે. પરંતુ તેમ છતાં અભિનેતાને જમાનત મળી ગઈ છે. આ વાત પર આસારામના ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે. જી હા અભિનેતાની જમાનત પર આસારામના ભક્તોએ ગુસ્સો વ્યક્ત કર્યો છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

આસારામ બાપુના ભક્તો ન્યાયતંત્ર પર પક્ષપાતનો આરોપ લગાવી રહ્યા છે. સગીર બાળકી પર બળાત્કાર ગુજારવાના મામલે આસારામ પણ ઘણા સમયથી જેલમાં છે. આવી સ્થિતિમાં અભિનેતાને જમાનત મળતા તેમના ભક્તોએ સોશિયલ મીડિયામાં ગુસ્સે જોવા મળી રહ્યા છે. ભક્તોનો આરોપ છે કે જ્યારે પર્લને જામીન મળી શકે છે, તો પછી આસારામ બાપુને કેમ નહીં? ચાલો તમને બતાવીએ કેટલી પોસ્ટ્સ.

એક યુઝરે લખ્યું કે આસારામ બાપુને પોક્સો એક્ટ હેઠળ 8 વર્ષમાં એક વાર પણ જમાનત નથી મળી, અને અભિનેતા પર્લને માત્ર 12 દિવસમાં જમાનત આપી દેવામાં આવી. વાહ રે ન્યાયપાલિકા.

તો અન્ય યુઝરે લખ્યું હતું કે વાહ .. અહીં એક અભિનેતા @pearlvpuri  જામીન મળી જાય છે, જ્યાં ભારતને સંતોની ભૂમિ કહેવામાં આવે છે, ત્યાં જ તે જ પોસ્કો અધિનિયમ હેઠળ તેમને જામીન નથી મળતી. જ્યાં સંત શ્રી આશ્રમજી બાપુ દોષિત સાબિત નથી થયા. આવું લખીને તેણે પણ ન્યાય પ્રક્રિયા સામે સવાલો કર્યા.

https://twitter.com/Ayan_Choudhary9/status/1405008732111605765

આવી જ રીતે અન્ય યુઝરે પણ આસારામને નિર્દોષ ગણાવતા આ મુદ્દે ટ્વીટ કર્યું હતું.

તેમજ ઘણા યુઝરે એક્ટર કો બેલ સંત કો જેલ જેવા ટેગ લગાવીને સોશિયલ મીડિયા અભિયાન ચલાવ્યું હતું.

આવી જ રીતે અન્ય ઘણા યુઝરોએ પણ આ બાબતને લઈને ટ્વીટ કરી હતી. તેમનો સવાલ હતો કે અભિનેતાને બેલ મળી જાય છે તો સંતને કેમ નથી મળતી. અભિનેતાની બેલ પર આસારામના ભક્તો સોશિયલ મીડિયામાં ગુસ્સે જોવા મળી રહ્યા છે.

આપણે જણાવી દઈએ કે આસારામની ધરપકડ 2013 માં કરવામાં આવી હતી. 2 સપ્ટેમ્બર, 2013 થી તે ન્યાયિક કસ્ટડીમાં છે. આસારામ પર સુરતમાં પણ બે બહેનો પર દુષ્કર્મ આચરવાનો આરોપ છે. આ સાથે એસસી / એસટી એક્ટ અને પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ભારતને ‘શ્વાસ આપવાના’ નામે ભારતમાંથી ભેગા કરેલા પૈસા આતંકવાદીઓને અપાયા! જાણો NGOs નું કારસ્તાન

આ પણ વાંચો: VivaTech 2021: જાણો શું છે વિવાટેક, જેમાં PM મોદીનું મોટા દિગ્ગજો સામે આજે છે સંબોધન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">