AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Master Chef India Winner : આસામના નયનજ્યોતિ સૈકિયા બન્યા વિજેતા, ટ્રોફી સાથે જીત્યા 25 લાખ રૂપિયા

Masterchef India Winner : માસ્ટરશેફ ઈન્ડિયાની ત્રણ મહિનાની સફર હવે પૂરી થઈ ગઈ છે. આ સિઝનમાં આસામના નયનજ્યોતિએ જીત મેળવી છે.

Master Chef India Winner : આસામના નયનજ્યોતિ સૈકિયા બન્યા વિજેતા, ટ્રોફી સાથે જીત્યા 25 લાખ રૂપિયા
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 01, 2023 | 7:21 AM
Share

સોની ટીવીના કૂકિંગ રિયાલિટી શો માસ્ટરશેફ ઈન્ડિયા 13ને આખરે તેનો વિજેતા મળી ગયો છે. આસામની નયનજ્યોતિ સૈકિયા આ શોના વિજેતા બન્યા છે. નયનદીપે હોમ કૂક તરીકે 3 મહિનાના ટેસ્ટ બાદ માસ્ટર શેફનું બિરુદ મેળવ્યું છે. ટ્રોફીની સાથે વિજેતાને 25 લાખ રૂપિયાની રકમ પણ મળી છે. શોના જજ રણવીર બરારા, વિકાસ ખન્ના અને ગરિમા અરોરાએ નયનજ્યોતિ વિશે વાત કરી અને તે કેવી રીતે શોના લાયક વિજેતા છે તે વિશે વાત કરી.

આ પણ વાંચો : Reality Show: ‘DID સુપર મોમ્સ’ માટે ભારતી સિંહે આપ્યું ધમાકેદાર ઓડિશન, રેમો ડિસોઝાએ કર્યું રિજેક્ટ

માસ્ટરશેફ ઈન્ડિયાના ગ્રાન્ડ ફિનાલેમાં અનુભવી શેફ સંજીવ કપૂરની સાથે જજ, શેફ રણવીર બરાર, વિકાસ ખન્ના અને ગરિમા અરોરાએ હાજરી આપી હતી. તેણે શોના ત્રણ ફાઇનલિસ્ટને “સિગ્નેચર થ્રી-કોર્સ મીલ” માટે ચેલેન્જ કરી હતી.

રનર્સ અપને પણ ઈનામો મળ્યા હતા

25 લાખ રૂપિયાના ચેક અને ‘માસ્ટરશેફ ઈન્ડિયા’ની પ્રતિષ્ઠિત ટ્રોફી સાથે, નયનજ્યોતિને ગોલ્ડન શેફનો કોટ પણ આપવામાં આવ્યો હતો. આસામની નયનજ્યોતિની સાંતા સરમાહને પ્રથમ રનર અપ અને મુંબઈ, મહારાષ્ટ્રની સુવર્ણા બાગુલને સેકન્ડ રનર અપ જાહેર કરવામાં આવી હતી. પ્રથમ અને દ્વિતીય રનર્સ અપને રૂપિયા 5 લાખનો ચેક આપવામાં આવ્યો હતો અને બંનેને ચેકની સાથે મેડલ પણ આપવામાં આવ્યા હતા.

સ્વાદિષ્ટ મીઠાઈઓ પીરસવી એ નયનજ્યોતિની ખાસિયત હતી. તેના દ્વારા બનાવેલી વાનગીઓ બધાને ગમતી. માસ્ટર શેફની આ સફર 36 સ્પર્ધકો સાથે શરૂ થઈ હતી. આ બધાને પાછળ છોડીને નયને આ ટ્રોફી પોતાના નામે કરી લીધી.

જાણો નયનજ્યોતિ સૈકિયાનું શું કહેવું છે

નયનજ્યોતિ સૈકિયાએ કહ્યું કે, મારું એક સાદું સપનું હતું, હું માત્ર માસ્ટરશેફ ઈન્ડિયામાં જઈને રસોઈ બનાવવા માંગતો હતો, પરંતુ હવે મને લાગે છે કે મારા જીવનના તમામ લક્ષ્યો પૂરા થઈ ગયા છે. હું માત્ર માસ્ટરશેફ પર ગયો જ નહીં, પણ મને એપ્રોન પણ મળ્યો. મને મારા પર શંકા હતી, પરંતુ ત્રણેય જજોએ અમને ખૂબ પ્રોત્સાહિત કર્યા, ખાસ કરીને શેફ વિકાસ જેણે ઓડિશનના દિવસથી મને ઘણી મદદ કરી છે.

ખુશ છે નયનના પિતા

નયને આગળ કહ્યું કે “સૌથી મોટી વાત એ છે કે મારા પિતા એ બધામાં સૌથી ખુશ છે. આ પ્લેટફોર્મે મને જે તકો આપી છે, તેની હું કલ્પના પણ કરી શકતો નથી. હું હંમેશા આ પ્લેટફોર્મનો આભારી રહીશ”

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">