હવે આ કલાકારે છોડ્યો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો, જાણો શું આપ્યું કારણ
સોની સબનો પોપ્યુલર કોમેડી શો તારક મહેતા ઉલ્ટા ચશ્મા છેલ્લા 14 વર્ષથી દર્શકોનું મનોરંજન કરતો રહ્યો છે. ત્યારે આ શો તેમજ શોના કલાકારો પણ ઘર ઘરમાં જાણીતા બન્યા છે. આ દરમિયાન શોમાં કેટલાક નવા કલાકારો જોડાયા અને ઘણા કલાકારોએ શોને અલવિદા કહી દીધું છે
સોની સબનો પોપ્યુલર કોમેડી શો ‘તારક મહેતા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 14 વર્ષથી દર્શકોનું મનોરંજન કરતો રહ્યો છે. ત્યારે આ શો તેમજ શોના કલાકારો પણ ઘર ઘરમાં જાણીતા બન્યા છે. આ દરમિયાન શોમાં કેટલાક નવા કલાકારો જોડાયા અને ઘણા કલાકારોએ શોને અલવિદા કહી દીધું છે, જેના કારણે ફેન્સમાં પણ નિરાશા જોવા મળી હતી. ત્યારે હવે ફરી એક વાર શોના ચાહકો માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ઘણા કલાકારો બાદ છેલ્લા 14 વર્ષથી શોને ડિરેક્ટ કરનાર ડાયરેક્ટર માલવ રાજડાએ હવે શો છોડવાની જાહેરાત કરી છે. તેઓ છેલ્લા 14 વર્ષથી તારક મહેતા શોનો હિસ્સો રહી ચૂક્યા છે અને શોને ડિરેક્ટ કરી ચૂક્યા છે.
માલવ રાજદાએ કેમ છોડ્યો શો ?
તારક મહેતાના શોમાં છેલ્લા 14 વર્ષથી પ્રોડક્શન હાઉસ સાથે સંકડાયેલ સૂત્રો દ્વારા કહેવામાં આવ્ચુ હતુ કે માલવ રાજદાને પ્રોડક્શન હાઉસ સાથે મતભેદ હતા. જો કે આ અંગે રાજદાને સવાલ પૂછવામાં આવતા તેમણે કહ્યું હતુ કે સારા કામ કરવાને લઈને ટીમમાં ક્રિએટિવ ભેદ છે, પરંતુ તે શોને વધુ સારો બનાવવા માટે છે.
માલવ રાજદાએ આ અંગે કહ્યું હતુ કે 14 વર્ષ મારા જીવનના સૌથી સુંદર વર્ષ રહ્યા છે. મેં આ શોથી માત્ર પ્રસિદ્ધિ અને પૈસા જ નથી કમાયા, પરંતુ માને મારી લાઈફ પાર્ટનર પ્રિયા આહુજા પણ મળી છે. આથી શોના નિર્માતા અસિત મોદીના તેઓ આભારી છે. ત્યારે શો કેમ છોડ્યો તે અંગે પુછતા જણાવ્યું હતુ કે 14 વર્ષ સુધી આ શો સાથે જોડાયેલા રહ્યા બાદ તે કમ્ફર્ટ ઝોનમાં ચાલ્યા ગયા હતા પણ હવે તેઓ ક્રિએટિવ રુપથી આગળ વધવા માંગે છે, આથી આ નિર્ણય લીધો હોવાની સ્પષ્ટતા કરી હતી.
માલવના શો છોડતા હવે પ્રિયા આહુજા પણ છોડશે શો!
માલવની પત્ની અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની રીટા રીપોર્ટર એટલે કે પ્રિયા આહુજા પણ આ શો છોડવાની છે, તેને લઈને પણ ઘણી ચર્ચાઓ ચાલી રહી હતી. ત્યારે આ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી પણ માલવની પત્ની પણ શો છોડવાનું વિચારી રહી હોવાની ચર્ચા ચાલી રહી છે. જે અંગે કહેવામાં આવી રહ્યું છે કે તે મેકર્સ સાથે શો છોડવાને લઈને વાતચીત કરશે. ત્યારે માલવ રાજદા અગાઉ અભિનેત્રી નેહા મહેતા, રાજ અનડકટ અને શૈલેષ લોઢા પણ શો છોડી ચુક્યા છે. ત્યારે માવલ રાજદાની પત્ની પણ શો છોડવાનું વિચારી રહી હોવાનું સામે આવી રહ્યુ છે.