Ziddi Dil Maane Na Trailer : સોની સબ પર શરૂ થવા જઈ રહ્યો છે નવો શો , જુઓ વીડિયો
કોમેડી કન્ટેન્ટમાં નંબર વન બન્યા બાદ સોની સબ ટીવી (Sony Sab Tv) હવે યુવાનોને તેની તરફ આકર્ષિત કરવા માટે કેટલાક મનોરંજક શો શરૂ કરશે.
સોની સબ ટીવી તેમના દર્શકો માટે લઈને આવ્યો છે એક નવો રોમેન્ટિક, યૂથફૂલ શો જેનું નામ છે ‘જીદી દિલ-માને ના.’ આ શોની વાર્તા એસએએફ કેમ્પ એટલે કે સ્પેશિયલ એક્શન ફોર્સની પૃષ્ઠભૂમિ પર આધારીત છે. આ મલ્ટિસ્ટારર સિરિયલની વાર્તા ઘણા પાત્રોની આસપાસ વણાયેલી છે. આ પાત્રોમાં પ્રશિક્ષિત અને સિવિલિયન વોલેન્ટિયર્સની એક યુવાન ટીમ પણ સામેલ છે. હવે યુવાનોની એક ટીમ છે, તો પ્રેમ તો હશે જ.
એસએએફ કેમ્પમાં સામેલ વોલેન્ટિયર્સને એવા સમયે તેમના જીવનનો પ્રેમ મળે છે, જ્યારે તેઓ સપના પૂરા કરવા, આ કેમ્પમાં રહીને પોતાને સાબિત કરવા માટે સખત મહેનત કરે છે. સનશાઇન પ્રોડક્શન્સ દ્વારા નિર્મિત આ શોમાં શાલીન મલ્હોત્રા, કાવેરી પ્રિયમ, કૃણાલ કરણ કપૂર, દિલજોત છાબડા, આદિત્ય દેશમુખ અને સિમ્પલ કૌલ મુખ્ય ભૂમિકામાં છે. આ શોનો પ્રોમો સબ ટીવીના યુથ શો ‘લેફ્ટ રાઈટ લેફ્ટ’ ની યાદ અપાવે છે.
Zidd se bhara ho jinka dil, yahaan unhi ko milti hai manzil
Dekhiye Ziddi Dil Maane Na, is August, sirf Sony SAB par#ZiddiDil #ZiddiDilMaaneNa #ComingSoon #ThisAugust pic.twitter.com/uEN0J1xvft
— SAB TV (@sabtv) July 26, 2021
મળો શોની સ્ટાર કાસ્ટને
શાલીન મલ્હોત્રા આ શો માં એક જબરદસ્ત દેશભક્ત અને શિસ્તના પાક્કા સ્પેશિયલ એજન્ટ કરણ શેરગિલની ભૂમિકા ભજવશે. તે એટલો કડક અને શિસ્તબદ્ધ છે કે બીજાના દુખ માટે તેના હૃદયમાં કોઈ સ્થાન નથી. તે જ સમયે, કાવેરી પ્રિયમ ડૉ. મોનામી નાં રુપમાં જોવા મળશે. જે અન્યની સંભાળ રાખવા માટે આ કેમ્પમાં અને કરણના વલણમાં પરિવર્તન લાવવા અને તેની પોતાની વાર્તા લખવા માટે ત્યા આવી છે. કૃણાલ કરણ સિંહ શોમાં સિડ ગંજુ ઉર્ફે અકેડમીના નવાબનું પાત્ર ભજવશે, જે એક ધનિક, બગડેલો અને જે પોતાની ફરજને ન નિભાવા વાળો બેદરકાર વ્યકિત છે
ઓગસ્ટમાં શરૂ થશે શો
દિલજોત છાબડા આ સીરિયલમાં ખાસ એજન્ટ સંજના બની છે. સંજનાનું પાત્ર રફ એન્ડ ટફ પર્સનાલિટી વાળી એક જિદ્દી મહિલાનું છે. આમાં નર્સ કોયલ અને ફૈજીની બીજી એક રસપ્રદ જોડી જોવા મળશે, જેને પડદા પર સાકાર કર્યુ છે સિમ્પલ કૌલ અને આદિત્ય દેશમુખે. કોયલ એક આત્મનિર્ભર અને શાંત નર્સ છે જેની પાસે પ્રેમ માટે કોઈ સમય નથી, જ્યારે આદિત્ય એક ફ્લર્ટ કરનાર વ્યક્તિ છે, પરંતુ કમિટમેન્ટ કરવાથી ભાગે છે. યુવા પેઢીને આકર્ષિત કરનારો આ શો ઓગસ્ટમાં શરૂ થવા જઈ રહ્યો છે.