AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saath Nibhana Saathiya 2 : ગોપી બહુની ફરી પડદા પર એન્ટ્રી, દેવોલિના ‘ સાથ નિભાના સાથિયા 2’માં જોવા મળશે

તમને જણાવી દઈએ કે દેવોલિના ભટ્ટાચારી(Devoleena Bhattacharjee) એ સાથ નિભાના સાથિયા 2 ની શરૂઆત કરી હતી જ્યારે રસોડમાં કૌન થા તેનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો હતો.

Saath Nibhana Saathiya 2 : ગોપી બહુની ફરી પડદા પર એન્ટ્રી,  દેવોલિના ' સાથ નિભાના સાથિયા 2'માં જોવા મળશે
ગોપી બહુ ફરી પડદા પર આવશે, દેવોલિના ' સાથ નિભાના સાથિયા 2'માં જોવા મળશેImage Credit source: instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 06, 2022 | 3:46 PM
Share

Saath Nibhana Saathiya 2 : ટીવી સીરિયલ ‘સાથ નિભાના સાથિયા’ની ‘ગોપી બહુ‘ દેવોલિના ભટ્ટાચાર્ય ટૂંક સમયમાં પરત ફરવા માટે તૈયાર છે. દેવોલિના ભટ્ટાચાર્ય (Devoleena Bhattacharjee) ફરી એકવાર સાથ નિભાના સાથિયા 2 માં જોવા મળશે. જો કે આ વખતે તેનું પાત્ર ઘણું નાનું હશે. દેવોલીનાએ એક નવી સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેના શોમાં પરત ફરવાની જાહેરાત કરી છે. એટલું જ નહીં, દેવોલીનાએ એ પણ શેર કર્યું કે ‘ગોપી બહુ’ (Gopi Bahu)તરીકેની તેની ઓળખને 10 વર્ષ એટલે કે એક દાયકા પૂર્ણ થઈ ગયા છે. દેવોલિના ભટ્ટાચાર્યના ગોપી બહુના પાત્રની ચાહકોએ ખૂબ પ્રશંસા કરી હતી. અભિનય ઉપરાંત, દેવોલિના તેની અદમ્ય શૈલી માટે પણ જાણીતી છે.

‘સાથ નિભાના સાથિયા 2’માં કમબેક કરશે

દેવોલિના ભટ્ટાચાર્યે લખ્યું, “મને ગોપી બહુ તરીકે ઓળખાયાને 10 વર્ષ થઈ ગયા છે. આ કોઈ સંયોગથી ઓછું નથી. ગોપી બહુ તરીકે મારી સફર 6 જૂન 2012ના રોજ શરૂ થઈ હતી અને હું 6 જૂન 2022ના રોજ ફરી પાછી આવી રહી છું. મારા પાત્ર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી. ટીવી સિરિયલ સાથ નિભાના સાથિયા અને ગોપી બહુના પાત્રો હંમેશા મારા દિલની નજીક રહ્યા છે અને આગળ પણ રહેશે. દેવોલીનાએ પણ આ લખ્યું હતું, જોકે, હું લાંબા સમયથી ‘સાથિયા 2’નો ભાગ નથી. પરંતુ આ પાત્રને એક સેકન્ડ માટે પણ જીવંત કરવું મારા માટે ખૂબ જ આનંદની વાત છે.

તેણે મેકર્સનો પણ આભાર માન્યો અને લખ્યું, મારા અને ગોપી પ્રત્યે પ્રેમ દર્શાવવા બદલ આભાર. હું હંમેશા આભારી રહીશ.

દેવોલિના રેણુકા શહાણે સાથેના પ્રોજેક્ટમાં વ્યસ્ત છે

દેવોલિના ભટ્ટાચારજી હાલમાં એક શોર્ટ ફિલ્મમાં વ્યસ્ત છે. શોર્ટ ફિલ્મમાં તેની સાથે પ્રખ્યાત અભિનેત્રી રેણુકા શહાણે પણ છે. એક ઈન્ટરવ્યુમાં દેવોલીનાએ કહ્યું, “મેં એક્ટિંગ શરૂ કરી ત્યારથી રેણુકાજી સાથે કામ કરવું મારી બકેટ લિસ્ટમાં હતું. સ્વાભાવિક છે કે, 90ના દાયકાના તમામ બાળકોની જેમ મેં પણ ફિલ્મ ‘હમ આપકે હૈ કૌન’ના ગીત ‘લો ચલી મેં’ પર ડાન્સ કર્યો હતો. મને ખબર પડી કે તે આ ફિલ્મમાં લીડ રોલમાં છે. એ પછી હું કામ કરવા તૈયાર થઈ ગઈ, પછી ભલે મારું પાત્ર કોઈ પણ હોય.

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">