‘દિવાળી’ સ્પેશિયલ એપિસોડમાં ‘દયા બેન’ પરત ફરશે? દિશા વાકાણીની એન્ટ્રી વિશે જાણો સમગ્ર સત્ય

સોની સબ ટીવીની સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં જ્યારે પણ જેઠાલાલનો સાળો સુંદરલાલ મુંબઈમાં એન્ટ્રી થાય છે, ત્યારે જેઠાલાલનું ટેન્શન ડબલ થઈ જાય છે. પરંતુ આ વખતે સુંદરલાલ જેઠાલાલને તકલીફ આપવા માટે નહીં પરંતુ તેમની સાથે એક સારા સમાચાર શેર કરવા આવ્યા છે અને આ ગુડ ન્યૂઝ શોના સૌથી પ્રિય પાત્ર દયા બેન સાથે જોડાયેલા છે.

'દિવાળી' સ્પેશિયલ એપિસોડમાં 'દયા બેન' પરત ફરશે? દિશા વાકાણીની એન્ટ્રી વિશે જાણો સમગ્ર સત્ય
Disha VakaniImage Credit source: Sony Sab Tv
Follow Us:
| Updated on: Jan 01, 2024 | 11:50 PM

સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની ‘ગરબા ક્વીન’ એટલે કે દયા બેન ઘણા સમયથી ગાયબ છે. તેના પરત ફરવાના સમાચાર અવારનવાર સામે આવતા રહે છે. આ દરમિયાન ફરી એકવાર સોની સબ ટીવીની આ પોપ્યુલર સિરિયલમાં દયા બેનની એન્ટ્રીને લઈને ચર્ચા ચાલી રહી છે. આ જ કારણ છે કે ફેન્સ ફરી એકવાર આશા સાથે દયા બેનની રાહ જોઈ રહ્યા છે. પરંતુ તમને આ પાછળનું સત્ય જણાવી રહ્યા છીએ.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની ગોકુલધામ સોસાયટી દિવાળીને લઈને ખૂબ જ એક્સાઈટેડ છે. દિવાળી પહેલા જેઠાલાલનો સાળો સુંદર તેને મળવા મુંબઈ આવ્યો હતો અને સુંદરે જેઠાલાલ સાથે ગુડ ન્યૂઝ શેર કર્યા હતા કે દયા બેન દિવાળી પર મુંબઈ આવવાની છે. પત્નીના આગમનના ખુશખબર સાંભળ્યા બાદ જેઠાલાલ અને તેનો ગડા પરિવાર તેની સ્વાગતની તૈયારીમાં બિઝી છે, પરંતુ દર્શકોના દિલમાં એક જ સવાલ છે કે શું ખરેખર દયા બેન પરત આવશે?

WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન
Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?
Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા
ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી
મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા
Pakistani Actress : હાનિયા નહીં પાકિસ્તાનની આ એક્ટ્રેસની માસૂમિયત પર ફીદા છે ભારતીયો

જાણો સત્ય શું છે

તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે સુંદરલાલ જેઠાલાલને કહી રહ્યા છે કે તેમની બહેન મુંબઈ આવી રહી છે. આ પહેલા ઘણી વખત સુંદર, ગુજરાત જામનગરમાંથી આવતો ફોન જેઠાલાલને જાણકારી આપે છે કે દયા બેન પાછા આવશે. પરંતુ કોઈ કારણસર દયા બેનનું આગમન મોકૂફ થઈ જાય છે.

આ વખતે પણ દયા બેન માટે દિવાળીમાં આવવું મુશ્કેલ છે, કારણ કે આજ સુધી અસિત કુમાર મોદી અને તેમની ટીમને ‘દયા બેન’ મળી શકી નથી અને દયા બેન વગર પણ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટીઆરપી ચાર્ટ પર સારું પ્રદર્શન કરી રહી છે. તેથી જ્યાં સુધી દિશા વાકાણી સંમત ન થાય અથવા નવી દયા બેન ન મળે ત્યાં સુધી દર્શકોએ તેમના વિના દિવાળી અને ક્રિસમસની સાથે સાથે નવું વર્ષ મનાવવું પડશે.

આ પણ વાંચો: નયનતારા બર્થડે: નયનતારા સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો, બોલિવુડની પહેલી ફિલ્મ જ રહી સુપર હિટ

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">