AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TMKOCના ‘જેઠાલાલ’ કરોડોની મિલકતનો માલિક છે, એક દિવસમાં કમાય છે લાખ રૂપિયા, જાણો દિલીપ જોશીની કુલ સંપત્તિ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલનો આજે જન્મદિવસ છે. ચાહકો સોશિયલ મીડિયા પર તેને શુભકામના પાઠવી રહ્યા છે. તો ચાલો આજે આપણે ટ્રાવેલ એજન્સીથી કઈ રીતે કરોડોના માલિક બન્યા તેના વિશે જાણીએ.

TMKOCના 'જેઠાલાલ' કરોડોની મિલકતનો માલિક છે, એક દિવસમાં  કમાય છે લાખ રૂપિયા, જાણો દિલીપ જોશીની કુલ સંપત્તિ
| Updated on: May 26, 2026 | 11:46 AM
Share

ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલ ચંપકલાલ ગઢાનું પાત્ર નિભાવનાર દિલીપ જોશીનો આજે જન્મદિવસ છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલ આજે દરેક ઘરમાં ફેમસ છે. દિલીપ જોશીએ બોલિવુડમાંથી ટીવી સીરિયલમાં ડેબ્યુ કર્યુંછે. દિલીપ જોશીએ 1989માં રિલીઝ થયેલી ફિલ્મ મૈને પ્યાર કિયાથી ડેબ્યુ કર્યું હતુ. આ ફિલ્મમાં તેમણે હાઉસ હેલ્પપરનું પાત્ર નિભાવ્યું હતુ. ખુબ ઓછા લોકો જાણે છે કે, દિલીપ જોશીએ ટ્રાવેલ એજન્સી પણ ચલાવી છે.

દિલીપ જોશીની ટ્રાવેલ એજન્સી

જેઠાલાલ ચંપકલાલ ગઢા દિલીપ જોશીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતુ કે, અભિનેતા બન્યા પહેલા તેઓએ 5 વર્ષ સુધી ટ્રાવેલ એજન્ટનું કામ કર્યું હતુ. જેઠાલાલ ટ્રાવેલ એજન્સીમાં 12 કલાક કામ કરતા હતા પરંતુ તેમાં તેને વધારે પ્રોફિટ મળતું ન હતુ. દિલીપ જોશી ટ્રાવેલ એજન્સીમાં પાર્ટનર હતા.પોતાના કામ વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, તેઓ મુંબઈથી અમદાવાદ અને મુંબઈથી ભાવનગર વચ્ચે દોડતી લક્ઝરી બસો ચલાવતા હતા.

દિલીપ જોશીની પર્સનલ લાઈફ વિશે વાત કરીએ તો. વર્ષ 1990માં જયમાળા સાથે લગ્ન કર્યા હતા. દિલીપ જોશી અને જયમાળાને 2 બાળકો છે. દીકરાનું નામ ઋત્વિક અને દીકરીનું નામ નિયતિ છે. દીકરીના લગ્ન 2021માં થયા હતા.દિલીપ જોશીની કમાણી વિશે વાત કરીએ તો, તે ટીવી સિરિયલો, જાહેરાતો, બ્રાન્ડ પ્રમોશન અને સોશિયલ મીડિયા દ્વારા પણ સારી કમાણી કરે છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિલીપ જોશી પણ લક્ઝરી કારના શોખીન છે. તેમની પાસે આશરે 80 લાખની કિંમતની Audi Q7 કાર છે. તેમને ટોયોટા ઇનોવા MPV ચલાવવાનો પણ શોખ છે.

દિલીપ જોશીની કુલ સંપત્તિ પણ કરોડોમાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમની કુલ સંપત્તિ 47 કરોડથી વધુ છે.તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દિલીપ જોશી સૌથી વધુ ચાર્જ લેનાર અભિનેતા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે પ્રતિ એપિસોડ માટે 1.5 લાખ રૂપિયા ચાર્જ કરે છે.દિલીપ જોશીનું ફેવરિટ ફુડ ફાફડા જલેબીછે, ગુજરાત સાથે તેનું ખાસ કનેક્શન છે. જેઠાલાલને આજે જન્મદિવસ પર લોકો શુભકામના પાઠવી રહ્યા છે.

પોરબંદરમાં જન્મેલા જેઠાલાલના રિયલ પરિવારને મળો, માતા અને ભાઈ છે ખુબ નજીક અહી ક્લિક કરો

Follow Us
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
g clip-path="url(#clip0_868_265)">