AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : 7 વર્ષ પછી મામી-ભાણેજનું મિલન, કૃષ્ણ અભિષેકે મામી સુનિતાના પગ સ્પર્શ કર્યા, જુઓ વીડિયો

લાફટર શેફ્સ સીઝન 3માં દરેક એપિસોડ મજેદાર હોય છે. શોના તમામ સેલિબ્રેટી સ્પર્ધક મળી આ શોને કોમેડિ બનાવે છે. પરંતુ હાલમાં એક પ્રોમો સામે આવ્યો છે. જે ખુબ જ ઈમોશનલ છે.7 વર્ષ પછી તેના મામી-ભાણેજનું મિલન થયું છે.

Breaking News  : 7 વર્ષ પછી મામી-ભાણેજનું મિલન, કૃષ્ણ અભિષેકે મામી સુનિતાના પગ સ્પર્શ કર્યા, જુઓ વીડિયો
| Updated on: Apr 22, 2026 | 12:04 PM
Share

લાફ્ટર શેફ્સ સીઝન 3માં એક શાનદાર એપિસોડ આવવાનો છે. જેમાં બોલિવુડ અભિનેતા ગોવિંદાની પત્ની સુનિતા આહુજા પણ જોવા મળશે. વિવાદ બાદ આ પહેલી વખત કૃષ્ણા અભિષેક અને કશ્મીરા શાહેને મળી છે. સુનીતા આહુજાએ હાલમાં આ એપિસોડનું શૂટિંગ કર્યું તેમજ સેટ પરથી કેટલાક વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે. હવે મેકર્સે આગામી એપિસોડનો પ્રોમો પણ જાહેર કર્યો છે. જેમાં સુનિતાની સરપ્રાઈઝ એન્ટ્રી જોવા મળી હતી. વીડિયોમાં કૃષ્ણા,મામી સુનિતાના શોમાં આવવાથી ચોંકી ગયો હતો.

સુનિતા આહુજા જેવી લાફ્ટર શેફ્સના સેટ પર આવી તો તેમણે કહ્યું કૃષ્ણા…કૃષ્ણા કૃષ્ણા અભિષેક અને કશ્મીરા શાહે તેનો અવાજ ઓળખી લીધો હતો. ત્યારબાદ ચોંકી ગયો હતો. તે વિચારી રહ્યો હતો કે, તેની મામી શોમાં કેવી રીતે આવી. તેમણે ચમકીલું બ્લેક પેન્ટ અને બ્લેઝરમાં સ્ટાઈલિશ એન્ટ્રી કરી હતી. પ્રોમોમાં કૃષ્ણા અભિષેક પોતાની મામી સુનિતા આહુજાના પગે લાગી તેના આશીર્વાદ લેતા જોવા મળે છે. કાશ્મીરા શાહે પોતાની ભાવનાઓ પર કાબુ રાખ્યો ન હતો. આ મિલનને જોઈ તેની આંખમાં આસું આવ્યા હતા.

ક્યાંથી શરુ થયો વિવાદ?

જે લોકો આ મામલેથી અજાણ છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા 7 વર્ષથી ચાલતા પારિવારિક વિવાદ બાદ આ પુનર્મિલન થયું છે. રિપોર્ટ મુજબ સમસ્યાઓ 2016 થી 2018 વચ્ચે કશ્મીરા શાહ દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી ગેરસમજ અને ટિપ્પણીઓને કારણે આ અણબનાવ શરૂ થયો. વર્ષો સુધી, બંને પરિવારો એકબીજાથી દૂર રહ્યા અને એકબીજાથી આદરપૂર્ણ અંતર જાળવી રાખ્યું.

કૃષ્ણાને નાપંસદ કરતી હતી સુનિતા આહુજા

એક ઈન્ટરવ્યુમાં સુનિતા આહુજાએ પણ કહ્યું હતુ કે, કૃષ્ણા અભિષેક અને કશ્મીરા શાહ સાથે મળવાનો અને કામ કરવાનો તેનો કોઈ ઈરાદો નથી.

કશ્મીરાની સાથે પણ સમાધાન થયું

ગોવિંદા કૃષ્ણા અભિષેક સાથે “ધ કપિલ શર્મા શો” અને તાજેતરમાં “ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો” જેવા શોમાં જોવા મળ્યો છે, પરંતુ સુનિતાએ પોતાનું અંતર જાળવવાનું પસંદ કર્યું છે. જોકે, હવે એવું લાગે છે કે ,કૃષ્ણા અને કાશ્મીરાના શોમાં સુનિતાની એન્ટ્રી પછી બંને પરિવારો વચ્ચે બધું બરાબર છે.

અભિનેતા 6 બાળકોમાં સૌથી નાનો હતો. ગોવિંદાના પરિવાર વિશે જાણવા અહી ક્લિક કરો

Follow Us
‘કામચોરી’ ભારે પડી! AMCના 13 અધિકારીઓને 'શો-કોઝ' નોટિસ - જુઓ Video
‘કામચોરી’ ભારે પડી! AMCના 13 અધિકારીઓને 'શો-કોઝ' નોટિસ - જુઓ Video
હવે ભગવાનને પણ નડી મોંઘવારી ! ડાકોરમાં વિવિધ મનોરથના લાગામાં થયો વધારો
હવે ભગવાનને પણ નડી મોંઘવારી ! ડાકોરમાં વિવિધ મનોરથના લાગામાં થયો વધારો
Breaking News : 1 મહિનામાં અમદાવાદ પ્લેન ક્રેશનો આવી શકે છે રિપોર્ટ
Breaking News : 1 મહિનામાં અમદાવાદ પ્લેન ક્રેશનો આવી શકે છે રિપોર્ટ
વડોદરામાં ઈંડા કેસમાં આરોપીઓની પરેડ મુદ્દે HCએ પોલીસ પાસે માંગ્યો જવાબ
વડોદરામાં ઈંડા કેસમાં આરોપીઓની પરેડ મુદ્દે HCએ પોલીસ પાસે માંગ્યો જવાબ
98 લાખના ખર્ચે બનેલી ટાંકીનુ કૌભાંડ આવ્યું સામે,હવે 2 ટાંકીઓ તોડી પડાઈ
98 લાખના ખર્ચે બનેલી ટાંકીનુ કૌભાંડ આવ્યું સામે,હવે 2 ટાંકીઓ તોડી પડાઈ
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામ નજીક બે સિંહોની લટાર
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામ નજીક બે સિંહોની લટાર
ખેડામાં હલકી ગુણવત્તા વાળી કેનાલ પર ચાલ્યુ દાદાનું બુલડોઝર-Video
ખેડામાં હલકી ગુણવત્તા વાળી કેનાલ પર ચાલ્યુ દાદાનું બુલડોઝર-Video
હરિદ્વાર દર્શન કરાવવાની લાલચે યાત્રિકો પાસેથી ઉચાપત
હરિદ્વાર દર્શન કરાવવાની લાલચે યાત્રિકો પાસેથી ઉચાપત
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ, "આ માત્ર મંદિર નહીં.....
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ,
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
g clip-path="url(#clip0_868_265)">