AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : Lock Upp 2માં સુનિતા આહુજાનો મોટો ખુલાસો, ગોવિંદાના અફેરે પરિસ્થિતિ વધુ ખરાબ કરી દીધી

Lock Upp 2ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે શોમાં એક બાદ એક સ્પર્ધકો પોતાની પર્સનલ લાઈફને લઈ ચોંકાવનારા ખુલાસા કરી રહ્યા છે. જેમાં ગોવિંદાની પત્ની સુનિતા આહુજાએ જણાવ્યું કે, અભિનેતાના અનેક અફેર રહ્યા છે. તેને ઘણું બધું સહન કરવું પડ્યું છે.

Breaking News :  Lock Upp 2માં સુનિતા આહુજાનો મોટો ખુલાસો, ગોવિંદાના અફેરે પરિસ્થિતિ વધુ ખરાબ કરી દીધી
Image Credit source: AI
| Updated on: Jun 28, 2026 | 9:45 AM
Share

લોકઅપ 2ની શરુઆત અનેક ચોંકાવનારા ખુલાસાની સાથે થઈ છે. શઓના ફ્રીમિયરમાં એક મહત્વની પળ હતી જ્યારે સ્પર્ધક સુનિતા આહુજાએ અભિનેતા ગોવિંદાની સાથે પોતાના લગ્ન વિશે ખુલીને વાત કરી હતી. હોસ્ટ ફરાહ ખાન અને રિતેશ દેશમુખની સાથે વાતચીત દરમિયાન સુનિતાએ પોતાની પર્સનલ લાઈફ સાથે જોડાયેલ અફવાઓ વિશે વાત કરી હતી. પોતાના પતિના રુમર્ડ અફેર વિશે ચોંકાવનાર ખુલાસો કર્યો છે.

વાતચીત દરમિયાન સુનિતા આહુજાએ કહ્યું કોઈને પ્રેમ કરવાનો મતલબ સંબંધોમાં મુશ્કિલ તબક્કામાંથી પસાર થવો પણ છે. ગોવિંદા જેને પ્રેમથી ચીચી કહેવામાં આવે છે. તેના વિશે વાત કરતા કહ્યું જ્યારે તમે કોઈને પ્રેમ કરો છો. તો તમારે ઘણું બધું સહન કરવું પડે છે. ચીચીની જિંદગીમાં અનેક અફેર રહ્યા છે. અભિનેતાઓ અને અભિનેત્રીઓના અફેર હોય છે, એ ઠીક છે. મને લાગે છે કે આટલા વર્ષો સુધી ચિચીને ટેકો આપ્યા પછી, હું આગાલા જન્મમાં તેનો દીકરો બનવાને લાયક છું.

સુનિતા આહુજાએ ગોવિંદાના અફેર વિશે વાત કરી

સુનિતાએ એ વિશે પણ વાત કરી કે, જ્યારે કોઈ ત્રીજું વ્યક્તિ વચ્ચે આવી જાય છે. ત્યારે સંબંધો કઈ રીતે બદલાય જાય છે. તેમણે કહ્યું. જ્યાં સુધી પતિ-પ્તની સાથે રહે છે. બધું ઠીક થઈ જાય છે પરંતુ જ્યારે સંબંધોમાં કોઈ ત્રીજું વ્યક્તિ આવે તો પરિસ્થિતિ ખરાબ થઈ જાય છે.

રિતેશ દેશમુખ અલોચના પર બોલ્યો

તેની વાતનો જવાબ આપતા રિતેશ દેશમુખે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો જે પહેલા એક ગંભીર ઘટના વિશે મજાકમાં વાત કરવા પર પડી હતી. તેમણે કહ્યું કેટલાક લોકોને લાગ્યું કે, આટલી ગંભીર ઘટના વિશે મજાક કરવી થોડી દુખદ હતી. ત્યારબાદ બંન્ને વચ્ચે વધુ ખુલ્લીને વાત થઈ હતી.

લોકઅપ 2ના સ્પર્ધકો

સુનિતાના ખુલાસા લોકઅપ 2ના પ્રીમિયર પછી ચર્ચામાં સૌથી મોટો વિષય બની ગયો છે. પોતાના લગ્ન અને જે પડકારોનો સામનો કરવાનો તેમણે દાવો કર્યો છે. તેના વિશએ તેમણે વાત ચાહકો વચ્ચે નવી ચર્ચા જગાવી છે. જેનાથી તે શો સૌથી ચર્ચિત સ્પર્ધકોમાંથી એક બની ગઈ છે. લોક અપની આ સીઝનમાં સુનિતા આહુજા, રામ કપુર,શિવાંગી જોશી,આકાંક્ષા ચૌધરી,યોગેશ રાવત,રિયાઝ અલી,ધીરજ ધૂપર, શ્રેયા કાલરા,સુફી મોતીવાલા અને અનેક ફેમસ સ્પર્ધકો સામેલ છે. જે જેલ થીમ વાળા આ રિયાલિટી શોમાં ડ્રામા,મનોરંજન અને ચોંકાવનારા ટ્વિસનો ભાગ છે.

એક્ટર ગોવિંદા એ 37 વર્ષ બાદ કર્યા ફરી લગ્ન ! જાણો કોની સાથે, જુઓ અહીં વીડિયો અહી ક્લિક કરો

Follow Us
અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂંકપ, ભારતના શહેરો ધ્રુજ્યા
અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂંકપ, ભારતના શહેરો ધ્રુજ્યા
આજનું રાશિફળ : સર્જનાત્મક કામમાં મળશે સફળતા, સ્વાસ્થ્ય પણ રહેશે ઉત્તમ
આજનું રાશિફળ : સર્જનાત્મક કામમાં મળશે સફળતા, સ્વાસ્થ્ય પણ રહેશે ઉત્તમ
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત
ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !
ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !
g clip-path="url(#clip0_868_265)">