AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગુલ્લુએ Bigg Boss 20માં લગ્ન અને છૂટાછેડાને લઈ મોટો ખુલાસો કર્યો,જુઓ Video

Bigg Boss 20 : ડેટિંગ શો સ્પિટ્સવિલા થી લઈ બિગ બોસ 20 સુધી પોતાને સિંગર બતાવી ગેમ જીતનાર કુશાલ તંવર એટલે કે, ગુલ્લુનો અસલી ચેહરો બધાની સામે આવી ગયો છે. તેમણે લગ્ન અને છુટાછેડા વિશે મોટો ખુલાસો કર્યો છે.

Breaking News : ગુલ્લુએ Bigg Boss 20માં લગ્ન અને છૂટાછેડાને લઈ મોટો ખુલાસો કર્યો,જુઓ Video
| Updated on: Sep 23, 2026 | 11:39 AM
Share

Bigg Boss 20માં સ્પર્ધકોના નવા ચેહરાઓ ચાહકો સામે આવી રહ્યા છે. રિયાલિટી શોનો ચોકલેટી બોય અને રોડિઝ ફેમ કુશાલ તંવર ગુલ્લુએ બિગ બોસ 20માં મોટો ખુલાસો કર્યો છે. જેની સાંભળી ચાહકો પણ ચોકી ગયા છે.ગુલ્લુ, જેણે ભૂતકાળમાં ઇન્ટરનેટ પર પોતાના લગ્નના ફોટાને ‘બનાવટી’ અને ‘ખોટા જાહેરાત સ્ટંટ’ ગણાવ્યા હતા, તેણે આખરે કેમેરા સામે સ્વીકાર્યું છે કે તે માત્ર પરિણીત જ નથી, પરંતુ 2024 માં તેનો ઔપચારિક રીતે છૂટાછેડા પણ થઈ ગયા હતા.

2024માં અમારા છુટાછેડા થયા

થોડા સમય પહેલા શેરવાની અને સાફા સાથે ગુલ્લુના લગ્નનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ દરમિયાન તેમણે કેટલાક ઈન્ટરવ્યુમાં પણ કહ્યું છે કે, આ ફોટો ખોટો છે. કોઈ પ્રોજેક્ટનો ભાગ છે. તેના લગ્ન સાથે કોઈ સંબંધ નથી. આટલું જ નહી ડેટિંગ રિયાલિટી શો, સ્પિલટ્સવિલા 6માં પણ પોતાને સિંગલ હોવાનું કહી રહ્યો હતો. અહી કાયરા અનુ સાથે લવ એન્ગલ બનાવી ટ્રોફી જીતી હતી. તો બિગ બોસ 20માં ઘરમાં તેની એન્ટ્રી સિંગલ અને લવરબોય સાથે થઈ છે. અહી છોકરીઓ સાથે ફલર્ટ કરતો જોવા મળી રહ્યો છે. તો નવી કેમિસ્ટ્રી બનાવવાની પણ ટ્રાય કરી રહ્યો છે. પરંતુ આજના નવા એપિસોડમાં જ્યારે કાઝી તૌકીરની સાથે વાત કરી રહ્યો હતો. ત્યારે ગુલ્લુએ ખુદ આ વાતનો ખુલાસો કર્યો હતો.

View this post on Instagram

નેશનલ ટીવી પર કર્યો મોટો ખુલાસો

ગુલ્લુએ કાઝીની સામે મોટો ખુલાસો કરતા કહ્યું કે, મારું કોઈ સામાન્ય બ્રેકઅપ થયું નથી. મારા છુટાછેડા થયા છે. પરિવારના દબાવમાં આવી લગ્ન કર્યા હતા. જે 4 થી 5 મહિના સુધી ચાલ્યા હતા. 2024માં અમારા છુટાછેડા થયા હતા.

રોડિઝ અને MTV સ્પ્લિટ્સવિલાનો વિજેતા Big Boss 20ના સ્પર્ધક ગુલ્લુનો પરિવાર જુઓ અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">