AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss OTT: આ મિત્રને કારણે કરણ જોહર નથી જઈ શકતા બિગ બોસના ઘરની અંદર, કોણ છે તે મિત્ર?

કરણ જોહર આ રિયાલિટી શો સાથે જોડાવા માટે ઉત્સાહિત છે અને તેમાં આવતી પ્રખ્યાત હસ્તીઓને આજ્ઞા કરવા અથવા તેમના બોસ બનવા માટે ઉત્સાહિત છે પરંતુ તે પોતે આ ઘરની અંદર રહેવા માંગતા નથી.

Bigg Boss OTT: આ મિત્રને કારણે કરણ જોહર નથી જઈ શકતા બિગ બોસના ઘરની અંદર, કોણ છે તે મિત્ર?
Karan Johar
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2021 | 11:59 PM
Share

ટીવીના સૌથી મોટા અને વિવાદાસ્પદ રિયાલિટી શો ‘બિગ બોસ’ (Bigg Boss)ની નવી સિઝન આ વખતે અનોખી રીતે રજૂ કરવામાં આવી રહી છે. ચાહકોને દર વર્ષે એક જ આશા હોય છે કે શોમાં કંઈક અલગ અને ખાસ જોવા મળશે. તે જ સમયે નિર્માતાઓ પણ દર વખતે તેને રસપ્રદ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આ વખતે આ શો ટીવીથી પહેલા ઓટીટી પર દસ્તક આપી રહ્યો છે. જે ફિલ્મ નિર્માતા કરણ જોહર (Karan Johar) હોસ્ટ કરશે.

ઘરમાં એક કલાક રહી શકતો નથી- કરણ

કરણ જોહર આ રિયાલિટી શો સાથે જોડાવા માટે ઉત્સાહિત છે અને તેમાં દેખાતા સેલિબ્રિટીઓને આજ્ઞા કરવા અથવા તેમના બોસ બનવા માટે ઉત્સાહિત છે, પરંતુ તે પોતે આ ઘરની અંદર રહેવા માંગતા નથી, તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે હું મારા ફોન વગર એક કલાક પણ રહી શકતો નથી તો કલ્પના કરો કે હું માત્ર એક કલાકમાં કેટલી વસ્તુઓ મિસ કરીશ. હે ભગવાન, હું આ ઘરમાં પગ મૂકવા પણ નથી માંગતો ‘એટલે કે કરણ જોહર પણ આ વિવાદાસ્પદ ઘરની અંદર હાઈ વોલ્ટેજ ડ્રામા પ્રેક્ષક તરીકે એન્જોય તો કરે છે, પરંતુ ઘરમાં રહીને તેમને પણ લાગે છે ડર.

શોના મોટા ચાહક છે કરણ જોહર

બિગ બોસ અંગે કરણ જોહર કહે છે કે હું અને મારી માતા બિગ બોસના મોટા ચાહકો છીએ અને તેને એક દિવસ માટે પણ ચૂકતા નથી. એક દર્શક તરીકે તે મને ઘણું મનોરંજન આપે છે. દાયકાઓથી મેં હંમેશા શોના હોસ્ટિંગનો આનંદ માણ્યો છે. દાયકાઓથી મને શો હોસ્ટ કરવાનું પસંદ છે અને હવે બિગ બોસ ઓટીટી, તે મારા માટે મોટી વાત હશે. કરણ આ શોની હોસ્ટિંગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

ક્યારે લોન્ચ થશે શો

તમને જણાવી દઈએ કે કરણ જોહર ‘બિગ બોસ ઓટીટી’ના છ અઠવાડિયા સુધી ચાલવા વાળા શોનું એન્કરિંગ કરશે, જેનું પ્રીમિયર 8 ઓગસ્ટના રોજ વૂટ પર થશે. ડિજિટલ એક્સક્લુઝિવની સમાપ્તિ પછી શો ‘બિગ બોસ’ની સીઝન 15ના લોન્ચિંગ સાથે કલર્સ પર હંમેશની જેમ આગળ વધશે અને તેને સલમાન ખાન હોસ્ટ કરશે, જોકે જોવાનું મનોરંજક રહેશે કે આ વખતે ઓટીટી પર દેખાડવામાં આવતો મેકર્સનો વિચાર ચાહકોને કેટલો ગમશે. તે જ સમયે, શું પ્રેક્ષકો કરણ જોહરને હોસ્ટ તરીકે પસંદ કરશે?

આ પણ વાંચો :- Special Olympics World Winter Games : ભારતની સ્પેશિયલ એથલીટ ટીમનું નેતૃત્વ કરશે સોનુ સૂદ, બન્યા બ્રાન્ડ એમ્બેસેડર

આ પણ વાંચો :- શ્રીદેવીના અવસાન પછી અર્જુન કપૂર અને Janhvi Kapoor ના બદલાયા સંબંધો, અભિનેતાએ કહ્યું- પહેલા તો અમે…

g clip-path="url(#clip0_868_265)">