શ્રીદેવીના અવસાન પછી અર્જુન કપૂર અને Janhvi Kapoor ના બદલાયા સંબંધો, અભિનેતાએ કહ્યું- પહેલા તો અમે…

અર્જુન કપૂર અને જ્હાનવી કપૂર હવે ખુલ્લેઆમ ઇન્ટરવ્યુમાં એકબીજા વિશે વાત કરે છે. બંને વચ્ચેના સંબંધોમાં ઘણો બદલાવ આવ્યો છે. બંને ભાઈ બહેન હંમેશા એકબીજાને ટેકો આપે છે.

શ્રીદેવીના અવસાન પછી અર્જુન કપૂર અને Janhvi Kapoor ના બદલાયા સંબંધો, અભિનેતાએ કહ્યું- પહેલા તો અમે…
Janhvi Kapoor, Arjun Kapoor

શ્રીદેવી (Sridevi) ના અવસાન બાદ અર્જુન કપૂરે (Arjun Kapoor) જ્હાનવી કપૂર (Janhvi Kapoor) અને ખુશી કપૂર (Khushi Kapoor) ને પુરો સપોર્ટ કર્યો હતો. તેઓ દુ:ખના સમયમાં હંમેશા તેમની સાથે રહ્યા. એટલું જ નહીં, આજે પણ જો કોઈ પણ બંને બહેનોને ટ્રોલ કરે તો અર્જુન તેમની ખબર લે છે. ઘણા ઇન્ટરવ્યુમાં અર્જુને જ્હાનવી  અને ખુશી વિશે વાત કરી છે.

તાજેતરમાં જ અર્જુન અને જ્હાનવીએ એક મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટ દરમિયાન બંનેએ એકબીજા સાથેના તેમના બંધનની વાત કરી છે. બંનેનું કહેવું છે કે સમય સાથે બંનેનાં સંબંધો બદલાયા છે.

અર્જુને અગાઉ જ્હાનવી અને ખુશી સાથેના તેમના સંબંધો વિશે કહ્યું હતું કે, ‘પહેલા અમે મળતા હતા, પરંતુ વાતો નહોતી થતી. અમારી વચ્ચે મૌન હતું. ‘જ્યારે જ્હાનવીએ કહ્યું,’ મેં મારા પરિવાર પાસેથી ઘણું શીખ્યું છે. અમારા એક જ પિતા છે. અમારી અંદર એક જ ખુન છે અને આ અમારી પાસેથી કોઈ છીનવી શકતું નથી.

જ્હાનવી કહે છે કે અર્જુન અને અંશુલા સાથે રહેવાથી તે સુરક્ષિત લાગે છે. જ્હાનવીએ કહ્યું, ‘ અર્જુન ભાઈ અને અંશુલા દીદી સાથે રહેવાથી હું ખૂબ જ કમ્ફર્ટેબલ અનુભવું છે. જ્યારે હું દરરોજ જાગું છું, ત્યારે મને ખબર છે કે મને આ બંનેનો સપોર્ટ છે.

 

અમે સંપૂર્ણ પરિવાર નથી

અગાઉ એક ઈન્ટરવ્યુમાં અર્જુને કહ્યું હતું કે હજી પણ બધું જોઈ રહ્યા છીએ અને વસ્તુઓ હૈંડલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અર્જુને કહ્યું હતું કે, ‘જો હું કહું કે અમે એક સંપૂર્ણ પરિવાર છીએ, તો તે ખોટું હશે. અમે હજી પણ અલગ પરિવારો છીએ અને એકબીજા સાથે રહેવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. જ્યારે પણ અમે સાથે હોઈએ છીએ, ત્યારે અમે ખૂબ મસ્તી કરીએ છીએ, પરંતુ હું એમ નહીં કહીશ કે અમે એક જ યૂનિટ છીએ. બધું પરફેક્ટ છે બોલીને હું જૂઠું નહી બોલું કારણ કે અમે હજી પણ એકબીજા સાથે વસ્તુઓ જોઈ રહ્યા છીએ.

ઇન શોર્ટ્સમાં ભલે અર્જુન, અંશુલા, જ્હાનવી અને ખુશી કપૂર સાથે સમય વિતાવે અને એકબીજાને સપોર્ટ કરે છે, તેમ છતાં તેમનું બંધન એટલું ગહેરુ થઈ શક્યુ નથી.

બંનેની પ્રોફેશનલ લાઈફ

અર્જુન અને જાનવીની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો અર્જુન લાસ્ટ સરદાર કા ગ્રેન્ડસનમાં જોવા મળ્યા હતા. ફિલ્મમાં અર્જુન સાથે રકુલ પ્રીત સિંહ અને નીના ગુપ્તા મુખ્ય ભૂમિકામાં હતા. ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. હવે અર્જુન ફિલ્મ ભૂત પોલીસમાં જોવા મળશે.

તે જ સમયે, જ્હાનવી છેલ્લે ફિલ્મ રૂહીમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેમની સાથે રાજકુમાર રાવ અને વરુણ શર્મા મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થઈ હતી. હવે જ્હાનવી ‘ગુડ લક જેરી’ અને ‘દોસ્તાના 2’ ફિલ્મોમાં જોવા મળશે.

 

આ પણ વાંચો :- RRR Song Dosti : ફ્રેન્ડશિપ ડે પર 5 ભાષાઓમાં રિલીઝ થયું ‘RRR’ નું ગીત ‘દોસ્તી’, જબરદસ્ત છે સંગીત

આ પણ વાંચો :- Happy Friendship Day: અભિનયમાં જ નહીં પણ મિત્રતામાં પણ દરેક પર ભારે છે આ સ્ટાર્સ, મિત્રતામાં એકબીજા પર આપે છે જાન

 

Click on your DTH Provider to Add TV9 Gujarati