Special Olympics World Winter Games : ભારતની સ્પેશિયલ એથલીટ ટીમનું નેતૃત્વ કરશે સોનુ સૂદ, બન્યા બ્રાન્ડ એમ્બેસેડર

સોનુ સૂદે હંમેશા જરૂરિયાતમંદ લોકોની મદદ કરી છે. જ્યારે પણ દેશના કોઈ પણ ખૂણે કોઈને મદદની જરૂર હોય ત્યારે સોનુ હંમેશા આગળ આવ્યા છે. આ જ કારણ છે કે આજે દરેક વ્યક્તિ સોનુને ખૂબ માન આપે છે.

Special Olympics World Winter Games : ભારતની સ્પેશિયલ એથલીટ ટીમનું નેતૃત્વ કરશે સોનુ સૂદ, બન્યા બ્રાન્ડ એમ્બેસેડર
Sonu Sood
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2021 | 7:30 PM

સોનુ સૂદે (Sonu Sood) રોગચાળા દરમિયાન ઘણા જરૂરિયાતમંદ લોકોને મદદ કરી છે. તે ઘણા લોકો માટે મસીહા બન્યા. જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા માટે સોનુને આજે દરેક જગ્યાએ બિરદાવવામાં આવે છે. હવે સોનુએ મોટી જાહેરાત કરી છે કે તેઓ ઓલિમ્પિક વર્લ્ડ વિન્ટર ગેમ્સ (Special Olympic World Winter Games) માં ભારતીય ટીમનો ભાગ બનશે. ઘોષણા કરતી વખતે સોનુએ કહ્યું, ‘આજનો દિવસ ખૂબ જ ખાસ છે અને સ્પેશિયલ ઓલિમ્પિક ભારત સાથે જોડાઈને હું ખૂબ ખુશ છું. હું મારી જાતને ખૂબ નસીબદાર માનું છું.

સોનુએ બધા સ્પેશિયલ એથલીટો સાથે વાત કરી અને તેમના પ્રશ્નોના જવાબ આપ્યા. આ સાથે, અભિનેતાએ તેમની સિદ્ધિઓની પણ પ્રશંસા કરી. સોનુની અહીં બ્રાન્ડ એમ્બેસેડર તરીકેની ભૂમિકા છે અને તે ભારતની સ્પેશિયલ એથલીટ ટીમનું નેતૃત્વ કરશે. તે વર્લ્ડ વિન્ટર ગેમ્સમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે.

સોનુએ આ વિશે કહ્યું, ‘હું ખૂબ જ નસીબદાર છું કે હું મારી ટીમ સાથે સ્પેશિયલ ઓલિમ્પિક વર્લ્ડ વિન્ટર ગેમ્સનો ભાગ બનીશ. હું મારા એથલીટ્સને પ્રોત્સાહિત કરીશ જેથી તેઓ પોતાનું સર્વશ્રેષ્ઠ આપી શકે અને હંમેશા તેમનું સમર્થન કરતો રહીશ. તેમના સપોર્ટ અંગેનો મારો અવાજ ભારત સુધી પહોંચશે.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

તે જ સમયે, એથલીટ્સે તેમને સ્પેશિયલ ઓલિમ્પિક્સ એશિયા પેસિફિક ક્ષેત્રની પહેલ walk for inclusion વિશે જણાવ્યું હતું.

તમને જણાવી દઈએ કે આ રમતો દર 2 વર્ષે યોજાય છે. આગામી એડિશન વિન્ટર ગેમ્સ થશે જે આગામી વર્ષે જાન્યુઆરી 22-28, 2022 માં યોજાશે. સોનુનું સ્વાગત કરતા ચેરપર્સન ડૉક્ટર મલ્લિકાએ કહ્યું, “સ્પેશિયલ ઓલિમ્પિક પરિવારમાં જોડાવા માટે અમારા આમંત્રણને સ્વીકારવા બદલ હું સોનુ સૂદનો આભાર વ્યક્ત કરવા માંગુ છું. તેમની ખૂબજ મહત્વની ભૂમિકા હશે ભારતની મૂવમેન્ટને એક અલગ દિશામાં લઈ જવા માટે.

તાજેતરમાં જ ઉજવ્યો જન્મદિવસ

સોનુએ હાલમાં જ પોતાનો 48 મો જન્મદિવસ ઉજવ્યો છે. આ દરમિયાન, ઘણા સેલેબ્સ અને ચાહકોએ તેમને અભિનંદન આપ્યા. સોનુના ઘરે ચાહકોની ભીડ હતી અને દરેક તેમના માટે કેક અને ભેટ લાવ્યા હતા. તમને જણાવી દઈએ કે સોનુની મદદ હજુ ચાલુ છે. ઘણા લોકો તેમના ઘરની બહાર આવે છે અને તે પોતે તેમને મળીને તેમની સમસ્યાઓ હલ કરે છે.

આ પણ વાંચો :- Happy Friendship Day: અભિનયમાં જ નહીં પણ મિત્રતામાં પણ દરેક પર ભારે છે આ સ્ટાર્સ, મિત્રતામાં એકબીજા પર આપે છે જાન

આ પણ વાંચો :- RRR Song Dosti : ફ્રેન્ડશિપ ડે પર 5 ભાષાઓમાં રિલીઝ થયું ‘RRR’ નું ગીત ‘દોસ્તી’, જબરદસ્ત છે સંગીત

g clip-path="url(#clip0_868_265)">