Bigg Boss 19 : આ તારીખથી શરુ થઈ રહી છે બિગ બોસની નવી સીઝન, સલમાન ખાને પ્રોમો રિલીઝ કર્યો
બિગ બોસ 19નો પ્રોમો ગુરુવારના રોજ રિલીઝ કરવામાં આવ્યો છે. સલમાન ખાન ફરીથી બિગ બોસને હોસ્ટ કરવા માટે તૈયાર છે અને આ શોમાં જોવા મળશે. બિગ બોસની સીઝન 19 24 ઓગસ્ટના રોજ પ્રીમિયર કરાશે.

ટીવીની દુનિયાનો સૌથી પોપ્યુલર રિયાલિટી શો બિગ બોસ પોતાની નવી સીઝનની સાથે પરત આવી રહ્યો છે. જિયો હોટસ્ટારે ગુરુવારના રોજ બિગ બોસ 19નો પ્રોમો રિલીઝ કર્યો છે. જેમાં સલમાન ખાન નેતાના રુપમાં ઘરવાળાઓની સરકાર બનાવતો જોવા મળી રહ્યો છે. 24 ઓગસ્ટથી આ રિયાલિટી શો શરુ થઈ રહ્યો છે.
સ્પર્ધકોના નામની ચાહકો જોઈ રહ્યા છે રાહ
બિગ બોસ 19ના સ્પર્ધકના નામનો હજુ પણ ખુલાસો કરવામાં આવ્યો નથી. પરંતુ 24 ઓઘસ્ટના રોજ ફરી એક વખત બિગ બોસની ધમાલ શરુ થશે. આ વખતે બિગ બોસની 19મી સીઝન છે. આ વખતે સલમાન ખાને પણ પ્રોમોમાં ફુલ નેતાના કોસ્ટ્યુમ પહેરેલા છે અને ઘરના લોકોની સરકાર બનાવતો જોવા મળી રહ્યોછે. ગુરુવારના રોજ હોટસ્ટારે આ પ્રોમો રિલીઝ કર્યો છે. આ વખતે નવા લોકોની સાથે નવી ફ્લેવરમાં બિગ બોસ 19 જોવા મળશે. ચાહકો પણ આ રિયાલિટી શોની રાહ જોઈ રહ્યા છે. હવે જોવાનું રહેશે કે, આ સીઝનમાં ક્યાં ક્યાં સ્પર્ધકો પોતાનો જલવો દેખાડતા જોવા મળશે.
View this post on Instagram
ગત્ત સીઝનનો વિનર હતો કરણ વીર મેહરા
તમને જણાવી દઈએ કે, આ પહેલા બિગ બોસની 18મી સીઝન પણ ખુબ હિટ રહી હતી. અંદાજે 90 દિવસથી વધારે સમય સુધી ચાલનાર આ શોમાં ટીવી સ્ટાર કરણવીર મહેરા વિજેતા જાહેર થયો હતો. તેની સાથે વિવિયન ડીસેના થી લઈ શિલ્પા શિરોડકર જેવા કલાકારો અંત સુધી જોવા મળ્યા હતા. ગત્ત સીઝન ખુબ મજેદાર રહી હતી. અને ખુબ ઝગડા જોવા મળ્યા હતા. શોમાં કરણવીર મેહરા અને અન્ય સ્પર્ધક ચુમ દરાંગ વચ્ચે પણ લવ સ્ટોરીની ખુબ ચર્ચાઓ થઈ હતી. બંન્ને શો બાદ હંમેશા સાથે જોવા મળે છે.
અવિનાશ મિશ્રા અને ઈશા સિંહની જોડી ચાહકોની પ્રિય
તમને જણાવી દઈએ કે, બિગ બોસ 18માં સ્પર્ધક રહેલા અવિનાશ મિશ્રા અને ઈશા સિંહની લવ સ્ટોરીની ખુબ ચર્ચાઓ થઈ હતી. બંન્ને શો બાદ પોતાના સંબંધ પ્રાઈવેટ રાખ્યા છે. હંમેશા સાથે જોવા મળે છે.બંન્નેએ એક ગીત પણ સાથે કર્યું છે. હવે નવી સીઝનની ચર્ચાઓ શરુ થઈ રહી છે. આ વખતે બિગ બોસ 19 માટે ચાહકો ખુબ ઉત્સાહિત છે અને ટુંક સમયમાં આ સ્પર્ધકોના નામની લિસ્ટ જાહેર કરવામાં આવી શકે છે.
