Bigg Boss 16 : સલમાન ખાને કર્યા અનેક ખુલાસા પરંતુ તૂટ્યા નહીં સૌંદર્યા-ગૌતમના સંબંધો
બિગ બોસ 16 માં (Bigg Boss 16) સૌથી પહેલા સૌંદર્યાને તે ફૂટેજ બતાવવામાં આવ્યું હતું, જ્યાં ગૌતમ અને તે બાથરૂમની અંદર ગયા હતા.

કલર્સ ટીવીના બોલ્ડ અને વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસ 16 ના નવા એપિસોડમાં સલમાન ખાને તેની કથિત ગર્લફ્રેન્ડ સૌંદર્યા શર્મા સાથે ગૌતમના અનેક ખુલાસા કર્યા. સલમાને સૌંદર્યાને આવા કેટલાક ફૂટેજ બતાવ્યા, જે જોઈને તે દંગ રહી ગઈ. સલમાન ખાન દ્વારા બતાવવામાં આવેલ વીડિયો ફૂટેજ જોઈને સૌંદર્યા ખૂબ જ દુખી થઈ ગઈ અને ગૌતમ વિગ સાથે ઝઘડો પણ કર્યો. પરંતુ તેમનો સંબંધ હજુ પણ બરાબર છે. શોના અંતમાં બંને એકબીજાને ગળે મળતા જોવા મળ્યા હતા.
શોમાં જોવા મળ્યો ઘણો ડ્રામા
બિગ બોસ 16ના દરેક નવા એપિસોડમાં ઘરની અંદર ઘણો ડ્રામા જોવા મળી રહ્યો છે. હોસ્ટ સલમાન ખાને દર શુક્રવાર અને શનિવારે સ્પર્ધકો સાથે વાત કરવાની અને તેમને આખા અઠવાડિયાની સ્થિતિ જણાવવાની જવાબદારી લીધી છે. આ સાથે તે સ્પર્ધકોની કેટલીક ગેરમાન્યતાઓને પણ દૂર કરતા જોવા મળે છે. આ વીકએન્ડમાં સૌંદર્યા શર્માને તેના હાઉસમેટ ગૌતમ વિગનું સત્ય બતાવવામાં આવ્યું હતું. સૌંદર્યા ગૌતમને પોતાનો બેસ્ટ ફ્રેન્ડ માને છે, પરંતુ સલમાન પાસેથી ગૌતમ વિશેનું સત્ય સાંભળીને તે હેરાન થઈ જાય છે.
અહીં જુઓ બિગ બોસ 16ના એપિસોડની ઝલક
Apne doston ke haathon mein di hai nominated contestants ne unko save karne ki power, kaun hoga aaj ghar se beghar? 😲
Dekhiye #BiggBoss16 Mon-Fri raat 10 baje aur Sat-Sun raat 9.30 baje, sirf #Colors par. Anytime on @justvoot #BB16 #BiggBoss #ShanivaarKaVaar pic.twitter.com/iJuN9e6Y7w
— ColorsTV (@ColorsTV) November 5, 2022
ગૌતમ પર ગુસ્સે થઈ સૌંદર્યા
સૌથી પહેલા સૌંદર્યા શર્માને તે ફૂટેજ બતાવવામાં આવ્યું હતું જ્યાં ગૌતમ અને તે બાથરૂમની અંદર ગયા હતા. જ્યાં ગૌતમે માઈક પહેર્યું હતું. તો બીજા વીડિયો ફૂટેજમાં ગૌતમ, શાલીન અને નિમ્રત સૌંદર્યાની મજાક કરતા જોવા મળ્યા હતા. જ્યારે નિમ્રત સૌંદર્યાની એક્ટિંગ બતાવી રહી હતી, ત્યારે શાલીન ગૌતમને હેરાન કરતો હતો. ગૌતમ આ બધું જોઈને હસી રહ્યો હતો પરંતુ ગૌતમે તેના મિત્રોને આ કરતા રોકવાનું જરૂરી ન સમજ્યું.
Shiv aur Priyanka ke beech shuru hui behes le rahi hai ek serious angle! 🤨
Dekhiye #BiggBoss16 Mon-Fri raat 10 baje aur Sat-Sun raat 9.30 baje, sirf #Colors par. Anytime on @justvoot#BB16 #BiggBoss #ShanivaarKaVaar@beingsalmankhan pic.twitter.com/arPCOBDwd0
— ColorsTV (@ColorsTV) November 5, 2022
બંને વચ્ચે થઈ ફરી મિત્રતા
સલમાન ખાન અનસીન ફૂટેજનો આ વીડિયો બતાવતા સૌંદર્યા શર્માને કહેતો જોવા મળ્યો હતો કે ‘તમે જેનો બચાવ કરી રહ્યા હતા તે તમારા માટે ઉભો નહોતો થયો.’ ગૌતમનું આ સત્ય જોઈ સૌંદર્યા રડતી રડતી ગૌતમ પાસે જાય છે. સૌંદર્યાએ તેના કથિત બોયફ્રેન્ડ પર ઘણી બૂમો પાડે છે અને ગુસ્સે થાય છે પરંતુ અંતમાં બંને એકબીજાને ભેટી પડે છે.