દિવંગત સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતાએ ફેસબુક પરથી પાઠવી નવા વર્ષની શુભેચ્છા, એક્ટરને યાદ કરીને ઈમોશનલ થયા ફેન્સ

દિવંગત સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતાએ ફેસબુક પરથી પાઠવી નવા વર્ષની શુભેચ્છા, એક્ટરને યાદ કરીને ઈમોશનલ થયા ફેન્સ
Sushant Singh Rajput (File photo)

નવા વર્ષના દિવસે દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતાએ તેના ફેસબુક એકાઉન્ટ પરથી અભિનંદન સંદેશ પોસ્ટ કરીને તેના ફેન્સને એક સુંદર સરપ્રાઈઝ આપ્યું હતું.

TV9 GUJARATI

| Edited By: Charmi Katira

Jan 02, 2022 | 8:41 AM

દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતના (Sushant Singh Rajput) અકાળે અવસાનથી બધાને આઘાત લાગ્યો હતો. તે ઈન્ડસ્ટ્રીની સૌથી પ્રિય સેલિબ્રિટી પૈકી એક હતો. સુશાંતના મૃત્યુના ઘણા સમય પછી, તેના ફેન્સ તેની યાદમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા રહે છે. આ નવા વર્ષ પર તેની બહેન શ્વેતા સિંહ કીર્તિએ ફરી એકવાર સુશાંતને તેના ફેન્સમાં જીવંત કરવાનો પ્રયાસ કર્યો છે. તેણે સુશાંતના ફેસબુક એકાઉન્ટ પરથી ફેન્સ માટે અભિનંદન સંદેશ લખ્યો છે.

નવા વર્ષને આવકારવા દરેક સેલિબ્રિટી પોતાના ફેન્સને અલગ-અલગ રીતે અભિનંદન આપી રહ્યા છે, પરંતુ વર્ષનો પહેલો દિવસ ત્યારે ખાસ બની ગયો જ્યારે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે તેના ફેસબુક એકાઉન્ટ પરથી ચાહકો માટે અભિનંદન સંદેશ પોસ્ટ કર્યો. જો કે તે પોસ્ટ તેની બહેને લખી હતી. પરંતુ ત્યારે જ દર્શકોમાં સુશાંતની હાજરીનો અહેસાસ થઈ ગયો હતો. સુશાંતના ફેન્સ આ પોસ્ટ પર ઘણી કોમેન્ટ કરીને તેમના ફેવરિટ અભિનેતાને યાદ કરી રહ્યા છે. ઘણા ફેન્સ તેને યાદ કરીને ભાવુક થઈ રહ્યા છે.

નવા વર્ષના દિવસે સુશાંતની બહેને તેના ફેસબુક એકાઉન્ટ પરથી અભિનંદન સંદેશ પોસ્ટ કરીને તેના ફેન્સને એક સુંદર સરપ્રાઈઝ આપ્યું હતું. ફેસબુક પર પોસ્ટ કરતા સ્વેતાએ લખ્યું કે દરેકને નવા વર્ષની શુભકામના. શ્વેતા સિંહ કીર્તિ તમને ભાઈ વતી શુભેચ્છા પાઠવે છે. આ પોસ્ટ પછી ફેન્સની લાગણી જાગી ગઈ અને પોસ્ટમાં સુશાંતને યાદ કરીને ફેન્સની કોમેન્ટ્સ આવવા લાગી. એક પ્રશંસકે લખ્યું કે એક ક્ષણ માટે મારા ધબકારા બંધ થઈ ગયા, બાય ધ વે, હેપ્પી ન્યૂ યર સુશાંત. એક ફેન્સે લખ્યું કે, હું તને પ્રેમ કરું છું સુશાંત.

તેમાં કોઈ શંકા નથી કે સુશાંતના ફેન્સ આજે પણ તેને એ જ રીતે યાદ કરે છે અને તેની સાથે જોડાયેલી વસ્તુઓને સુરક્ષિત રાખે છે. આ પહેલા શ્વેતાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટથી તેના ફેન્સને શુભેચ્છા પાઠવી હતી. તેણે લખ્યું કે તમને અને તમારા પરિવારને નવા વર્ષની શુભકામનાઓ. આપણે હંમેશા સાથે રહીએ અને સત્યની શોધ કરતા રહીએ. આપ સૌને ખૂબ ખૂબ પ્રેમ. સૌને શુભકામનાઓ.

આ પણ વાંચો : Flights Cancelled : ઓમિક્રોનનો કહેર, ખરાબ હવામાન અને કામદારોની અછતને કારણે અમેરિકામાં 2600 ફ્લાઇટ્સ રદ

આ પણ વાંચો : કામની વાત : ઈ-શ્રમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન માટેની છેલ્લી તારીખ શું છે ? જાણો સમગ્ર વિગત

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati