કામની વાત : ઈ-શ્રમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન માટેની છેલ્લી તારીખ શું છે ? જાણો સમગ્ર વિગત

કામની વાત : ઈ-શ્રમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન માટેની છેલ્લી તારીખ શું છે ? જાણો સમગ્ર વિગત
e-Shram Card (File Photo)

અસંગઠિત ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓ ઈ-શ્રમ યોજના માટે અરજી કરી શકે છે. હાલમાં આ માટેની કોઈ સત્તાવાર છેલ્લી તારીખ નથી.

TV9 GUJARATI

| Edited By: Charmi Katira

Jan 02, 2022 | 8:06 AM

e-Shram Card : કેન્દ્ર સરકાર (Central Government) દ્વારા સમયાંતરે ગરીબ લોકો માટે ઘણા પગલા લેવામાં આવે છે, જે અંતર્ગત તેમને ઘણી સરકારી યોજનાઓનો લાભ પણ આપવામાં આવે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને અત્યાર સુધીમાં ઘણા પોર્ટલ શરૂ કરવામાં આવ્યા છે. તેમાંથી એક ‘ઈ-શ્રમ પોર્ટલ'(e-shram portal) છે. જેના દ્વારા કેન્દ્ર સરકાર અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોનો ડેટાબેઝ તૈયાર કરી રહી છે, જેથી તેમને તમામ યોજનાઓનો લાભ મળી શકે.

અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકો ઈ-શ્રમ કાર્ડ દ્વારા તમામ યોજનાઓનો લાભ લઈ શકે છે. જેમાં વર્તમાનમાં શરૂ કરાયેલી તમામ યોજનાઓ અને ભવિષ્યમાં શરૂ થનારી સરકારની તમામ યોજનાઓનો સમાવેશ કરવામાં આવશે. પરંતુ ઘણીવાર કેટલીક બાબતો સામે આવી છે, જેના વિશે દરેકના મનમાં ઘણા પ્રશ્નો છે, જેમાંથી એક એ છે કે શું ઈ-શ્રમ પોર્ટલ 31 ડિસેમ્બર પછી બંધ થઈ ગયું છે, શું તેમાં વધુ નોંધણી થઈ શકી નથી. ચાલો આ પ્રશ્નનો તમને જવાબ જણાવીએ.

ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી માટેની છેલ્લી તારીખ?

અસંગઠિત ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓ ઈ-શ્રમ કાર્ડ માટે અરજી કરી શકે છે, કારણ કે હાલમાં આ માટેની કોઈ સત્તાવાર છેલ્લી તારીખ નથી. જોકે, રૂ. 500નો લાભ મેળવવા માટે ઈ-શ્રમ નોંધણીની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર, 2021 હતી. તમને જણાવી દઈએ કે, આ સમય મર્યાદા માત્ર ઉત્તર પ્રદેશ રાજ્યના કામદારો માટે હતી જેઓ 500 રૂપિયાની ક્રેડિટ લાઇનમાં રસ ધરાવતા હતા.

કામદારો હજુ પણ નોંધણી કરાવી શકે છે

જો તમે અસંગઠિત ક્ષેત્રમાં કામદાર છો અને તમે હજુ સુધી ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરાવી નથી. તો તમે કોઈપણ મુશ્કેલી વિના ગમે ત્યારે નોંધણી કરાવી શકો છો. નોંધણી માટે તમારી પાસે બે વિકલ્પો છે, જેમાં પહેલો વિકલ્પ પોર્ટલ પર જઈને રજીસ્ટ્રેશન કરાવવાનો છે, જ્યારે બીજો વિકલ્પ તમે કોમન સર્વિસ સેન્ટરની મુલાકાત લઈને પણ રજીસ્ટ્રેશન કરાવી શકો છો.

મુશ્કેલી પડે તો આ નંબર પર ફોન કરો

જો કે ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા એકદમ સરળ છે, પરંતુ જો ઈ-શ્રમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરતી વખતે કામદારને કોઈ સમસ્યાનો સામનો કરવો પડે છે, તો તમે હેલ્પડેસ્ક અથવા ટોલ ફ્રી નંબર-14434 પર કોલ કરી શકો છો. આ સાથે, તમને રજીસ્ટ્રેશન દરમિયાન ઉકેલ મળશે. કામદારો આ હેલ્પડેસ્કમાંથી મદદ મેળવવા માટે કોઈપણ ભાષામાં વાત કરી શકશે. તેમાં 9 ભાષાઓમાં સહાય આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Vegetables Export : જો તમે પણ શાકભાજીની નિકાસ કરવા માંગો છો તો જાણી લો આ નિયમો, આ દસ્તાવેજોની પડશે જરૂર

આ પણ વાંચો :India-Pakistan : ભારત-પાકિસ્તાને પરમાણુ સ્થાપનો અને સ્ટેશનોની યાદીની કરી આપ-લે, વર્ષ 1988માં થયો હતો કરાર

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati