AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Celebrities Covid 19 Update: સાઉથ એક્ટર વિષ્ણુ વિશાલ સહિત આ સેલેબ્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

સમગ્ર દેશમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે,ત્યારે દરરોજ કોઈને કોઈ સેલેબ્રિટી કોરોના સંક્રમિત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.

Celebrities Covid 19 Update: સાઉથ એક્ટર વિષ્ણુ વિશાલ સહિત આ સેલેબ્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
Vishal Vishnu infected from covid 19
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 09, 2022 | 2:48 PM
Share

Celebrities Covid 19 Update : ફિલ્મ જગતમાં કોરોનાની આ ત્રીજી લહેર ખૂબ જ ઝડપથી પ્રસરી રહી છે. દરરોજ કોઈને કોઈ સેલિબ્રિટી આ વાયરસનો શિકાર બની રહ્યા છે. ત્યારે હાલ સાઉથ એક્ટર વિષ્ણુ વિશાલનો (Actor Vishnu Vishal)  કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુ, વિશાલ દદલાની, સ્વરા ભાસ્કર, મધુર ભંડારકર, પ્રતિક બબ્બર જેવા કલાકારો કોવિડ સંક્રમિત (Covid Positive) થયા છે.

આ જાણીતા સેલેબ્સ કોરોનાનો શિકાર બન્યા

મળતા અહેવાલ અનુસાર છેલ્લા 24 કલાકમાં ફિલ્મ નિર્માતા મધુર ભંડારકર તેમજ ગાયક અરિજીત સિંહ (Singer Arjijit Singh) , નફીસા અલી સોઢી અને માનવી ગગરૂ જેવા સ્ટાર પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી લહેર અસ્ત પામ્યા બાદ ફરી એકવાર કોરોનાએ માથુ ઉંચક્યુ છે. શનિવારે એક દિવસમાં દોઢ લાખથી વધુ કોરોના કેસ સામે આવતા ખળભળાટ મચી ગયો છે.ત્યારે વધતા કોરોના સંક્રમણને જોતા ત્રીજી લહેરની(Corona Third Wave)  આશંકા વર્તાઈ રહી છે.

સાઉથ એક્ટર વિષ્ણુ વિશાલ થયો કોરોના સંક્રમિત

સાઉથ એક્ટર વિષ્ણુ વિશાલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેણે ટ્વીટ કરીને તેના ફેન્સને આ અંગેની જાણકારી આપી છે. અભિનેતાએ લખ્યું છે કે હું કોવિડ પોઝિટિવ છું. આ સાથે અભિનેતાએ તેના સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરવા અપીલ કરી છે.વધુમાં લખ્યુ કે,હું ટૂંક સમયમાં રિકવર થઈને પાછા ફરવાની આશા રાખુ છુ.

આ સ્ટાર પણ કોરોનાથી પ્રભાવિત થયા

આ ઉપરાંત અભિનેત્રી ત્રિશા, સંગીત નિર્દેશક થમન, દિગ્દર્શક પ્રિયદર્શન અને અભિનેતા સત્યરાજ કોરોના સંક્રમિત થયા છે,તેણે સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકોને આ અંગે માહિતી આપી હતી.તમને જણાવી દઈએ કે, આ પહેલા બોલિવુડની એક પાર્ટી કોરોના હોટસ્પોટ બની હતી.કરણ જોહરના ઘરે યોજાયેલી પાર્ટી બાદ કરીના કપૂર સહિત અનેક સેલેબ્સ કોરોના સંક્રમિત થયા હતા.

આ પણ વાંચો : લગ્નને એક મહિનો પૂરો થવા પર કેટરીના કૈફે શેર કરી સુંદર સેલ્ફી, વિકી કૌશલ માટે લખી દીધી આ વાત

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">