AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Happy Birthday: શરદ મલ્હોત્રા 8 વર્ષ સુધી આ એક્ટ્રેસ સાથે હતો રિલેશનશિપમાં, જાણો શા માટે થયુ હતુ બ્રેકઅપ ?

અભિનેતા શરદ મલ્હોત્રા આજે પોતાનો 38મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ટીવી સિવાય તેણે કેટલીક ફિલ્મો અને મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે.

Happy Birthday: શરદ મલ્હોત્રા 8 વર્ષ સુધી આ એક્ટ્રેસ સાથે હતો રિલેશનશિપમાં, જાણો શા માટે થયુ હતુ બ્રેકઅપ ?
Sharad Malhotra (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 09, 2022 | 12:07 PM
Share

Happy Birthday Sharad Malhotra: આજે ટેલિવિઝન સુપર સ્ટાર શરદ મલ્હોત્રાનો (Shrad Malhotra)  જન્મદિવસ છે. અભિનેતાનો જન્મ 1983માં થયો હતો. તમને જણાવી દઈએ કે તે ‘બનૂ મેં તેરી દુલ્હન’, ‘ભારત કા વીર પુત્ર’ અને ‘કસમ તેરે પ્યાર કી’, ‘નાગિન 5’ જેવા શોમાં તેણે શાનદાર એક્ટિંગથી ચાહકોના દિલમાં સ્થાન મેળવ્યુ હતુ. અભિનેતાએ વર્ષ 2004માં ઈન્ડિયા બેસ્ટ સિનેસ્ટાર કી ખોજ (Best Cinestar)  શોમાં પણ ભાગ લીધો હતો.

શરદે 2006માં સિરિયલ ‘બનૂન મેં તેરી દુલ્હન’થી ટેલિવિઝનમાં ડેબ્યૂ કર્યું હતું. આ શોમાં તેની સાથે અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી (Divayanka Tripathi) લીડ રોલમાં હતી. આ પછી વર્ષ 2014માં તેણે ‘ભારત કે વીર પુત્ર’માં મહારાણા પ્રતાપનો રોલ કર્યો હતો.

આ સિવાય તે ‘કસમ તેરે પ્યાર કી’, ‘મુસ્કાન’ અને ‘નાગિન 5’માં પણ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે તેણે વર્ષ 2020માં ટીવી પર ટાઈમ્સ મોસ્ટ ડિઝાયરેબલ મેનમાં 7મો રેન્ક મેળવ્યો હતો. ટીવી શો સિવાય શરદ કેટલીક ફિલ્મો અને મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળ્યો છે. પોતાના ટેલિવિઝન કરિયર(Telivision Career)  સિવાય શરદ પોતાના અંગત જીવનને કારણે પણ ખુબ ચર્ચામાં રહે છે.

શરદ આ અભિનેત્રી સાથે આઠ વર્ષથી રિલેશનશિપમાં હતો

શરદ તેની કો-સ્ટાર દિવ્યાંકા ત્રિપાઠી સાથે આઠ વર્ષથી રિલેશનશિપમાં હતો. બનુ મેં તેરી દુલ્હનના સેટ પર બંને પ્રેમમાં પડ્યા હતા. બંનેએ પોતાના સંબંધોને સત્તાવાર જાહેર પણ કર્યા હતા. ચાહકોને તેમની ઓફ-સ્ક્રીન અને ઓન-સ્ક્રીન જોડી ખુબ પસંદ હતી. અહેવાલો અનુસાર અભિનેત્રી શરદ સાથે લગ્ન કરવા માંગતી હતી. પરંતુ શરદ તેમના સંબંધોને આગળ વધારવા માટે તૈયાર ન હતો, તેથી બાદમાં બંનેનું બ્રેકઅપ થઈ ગયુ હતુ.

એક ઈન્ટરવ્યુમાં દિવ્યાકા ત્રિપાઠીએ કહ્યું હતુ કે તે તેમના સંબંધોને બચાવવા માટે શક્ય તમામ પ્રયાસ કરી રહી હતી. તે એક સમયે અંધશ્રદ્ધા સુધી પહોંચી ગઈ હતી. દિવ્યાંકાએ કહ્યુ કે મને વિશ્વાસ નહોતો આવતો કે આઠ વર્ષના સંબંધોનો આ રીતે અંત કેવી રીતે આવી શકે…? બાદમાં દિવ્યાંકાએ ‘યે હૈ મોહબ્બતે’ એક્ટર વિવેક દહિયા (Vivek Dahiya) સાથે લગ્ન કરી લીધા હતા.

આ પણ વાંચો : વિક્કી કૌશલે આનંદ એલ રાયને તેની આગામી ફિલ્મમાં કાસ્ટ કરવા કરી વિનંતી, દિગ્દર્શકે આપ્યો મજેદાર જવાબ

g clip-path="url(#clip0_868_265)">