Sonu Sood Case : શું બિહારના બે વિદ્યાર્થીઓના ખાતામાં આવેલા 960 કરોડ રૂપિયા સાથે છે સોનુ સૂદનું કનેક્શન?

બિહારના કટિહારમાં રહેતા બે વિદ્યાર્થીઓના ખાતામાં આવેલા રૂપિયા 960 કરોડ અંગે તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે સ્પાઈસ મની કંપનીના પોર્ટલનો ઉપયોગ કરીને આ ટ્રાન્ઝેક્શન કરવામાં આવી રહ્યા છે. અભિનેતા સોનુ સૂદ (Actor Sonu Sood) આ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર હોવાથી હાલ આ કનેક્શન અંગે સવાલો ઉઠી રહ્યા છે.

Sonu Sood Case : શું બિહારના બે વિદ્યાર્થીઓના ખાતામાં આવેલા 960 કરોડ રૂપિયા સાથે છે સોનુ સૂદનું કનેક્શન?
Sonu Sood (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2021 | 5:21 PM

Sonu Sood Case: બિહારમાં બે વિદ્યાર્થીઓના બેંક ખાતામાં 960 કરોડ રૂપિયા જેટલી મોટી રકમ જમા થતા ભારે હંગામો થયો હતો. બિહારના કટિહાર જિલ્લાના આઝમનગરના પાસ્તિયા ગામના બે વિદ્યાર્થીઓના બેંક ખાતામાં (Bank Account) 960 કરોડ અચાનક જમા થઈ જતા સમગ્ર વિસ્તારમાં આ ચર્ચાનો વિષય બન્યો હતો.

ગુરુચરણ વિશ્વાસ અને અસિત કુમાર 15 સપ્ટેમ્બરના રોજ તેમના ઈન્ડસઈન્ડ બેંક ખાતાની તપાસ કરવા ગયા હતા, ત્યારે તેમને આ વિશે ખબર પડી. ઉપરાંત તે જ સમયે આવકવેરા વિભાગે મુંબઈમાં અભિનેતા સોનુ સૂદના ઘરે દરોડા પાડ્યા હોવાથી હાલ આ કનેક્શનની ચર્ચાઓએ જોર પકડ્યુ છે.

Jyotish Shastra : કઈ કીડીનું ઘરમાં આવવું શુભ છે, લાલ કે કાળી?
નવસારીમાં ઇજાગ્રસ્ત શિયાળનું કરાયું રેસ્ક્યૂ, હાલત હતી ગંભીર, જુઓ Video
IPL Auction : ઋષભ પંત પર 27 કરોડ રૂપિયા ખર્ચનાર સંજીવ ગોયંકા કેટલા અમીર છે?
Beauty with Brain : IPL ઓક્શનમાં કરોડો ખર્ચનાર કાવ્યા મારને 24 કલાકમાં કરી 971 કરોડની કમાણી
વિશ્વના સૌથી ચમત્કારિક મંત્ર વિશે જાણી ચોંકી જશો, દેવરહા બાબાએ જણાવ્યો, જુઓ Video
IPL ઓક્શનમાં બિઝનેસ વુમન નીતા અંબાણીએ ખેંચ્યું લોકોનું ધ્યાન, જુઓ Video

960 કરોડ રૂપિયા સાથે છે સોનૂ સુદનું કનેક્શન?

જ્યારે આ વિદ્યાર્થીઓ ઈન્ડસઈન્ડ બેંકના જાહેર સેવા કેન્દ્રમાં ગયા અને તેમના બેંક એકાઉન્ટ વિશે તપાસ કરી તો જાણવા મળ્યું કે તેમના ખાતામાંથી નાણાં ટ્રાન્સફર કરવા માટે સ્પાઈસ મની કંપનીના (Spice Money Company) પોર્ટલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અભિનેતા સોનુ સૂદ આ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર (Brand Ambassador) છે. આ કંપનીમાં સોનુ સૂદની મહત્વની ભૂમિકા છે. જેથી આ કનેક્શનની ચર્ચાઓએ વેગ પકડ્યો છે.

સાયબર ક્રાઈમ સંબંધિત કેસ હોવાની આશંકા

બંને વિદ્યાર્થીઓના ખાતામાં અચાનક મોટી રકમ જમા થતાં બેંક મેનેજર એમ કે મધુકરે (M K Madhukar) સાયબર ક્રાઈમની શંકા વ્યક્ત કરી છે. ઉપરાંત બેંકે આ સમગ્ર મામલે સ્પષ્ટતા પણ આપી છે. હવે ઈન્ડસઈન્ડ બેંક સાથે જોડાયેલા લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. જો કે હાલમાં આ કેસ સોનુ સૂદ (Sonu Sood) સાથે સંબંધિત હોવાના કોઈ પુરાવા મળ્યા નથી.

સોનૂ સુદનું રિચ ગ્રુપ સાથે કનેક્શન

કાનપુરના રિચ ગ્રુપ સાથે સોનૂ સુદનું કનેક્શન સામે આવ્યુ છે. હાલ સોનુ સૂદ પર નકલી લોન લઈને નાણાં રોકવાનો મામલો સામે આવ્યો છે. સોનૂ સુદનું રિચ ગ્રુપ સાથે કનેક્શન (RichGroup Connection) સામે આવતા જ આવકવેરા વિભાગ હરકતમાં આવ્યુ હતુ અને કાનપુર સ્થિત રિચ ગ્રુપ ઓફ કંપનીઝમાં દરોડા પાડ્યા હતા. ઉપરાંત સોનૂ સુદ સંબંધિત આર્થિક તપાસ પણ પૂરજોશમાં ચાલી રહી છે. આ દરોડા દરમિયાન આવકવેરા વિભાગને બોગસ ઈન્વોઈસ જારી કરવા અને તેને વેચવાની કડીઓ પણ મળી છે.

આ પણ વાંચો: કર ચોરીના આરોપ વચ્ચે સોનૂ સુદનું પહેલુ ટ્વિટ, કહ્યુ “ચાર દિવસથી કેટલાક મહેમાનોને અટેન્ડ કરી રહ્યો હતો”

આ પણ વાંચો: દિલ્લી એરપોર્ટ પર CISF જવાનોએ ગેરવર્તનનો કર્યુ હોવાનો અભિનેત્રી આયશા શર્માનો આક્ષેપ

g clip-path="url(#clip0_868_265)">