કર ચોરીના આરોપ વચ્ચે સોનૂ સુદનું પહેલુ ટ્વિટ, કહ્યુ “ચાર દિવસથી કેટલાક મહેમાનોને અટેન્ડ કરી રહ્યો હતો”
આવકવેરા વિભાગ દ્વારા અભિનેતા સોનૂ સુદ (Actor Sonu Sood) પર કર ચોરીનો આરોપ લગાવવામાં આવ્યો છે, ત્યારે સોનૂ સુદે આખરે મૌન તોડ્યું છે અને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે.
Sonu Sood Post: સોનુ સૂદ તેના ચાહકોમાં મસીહા તરીકે જાણીતા બન્યા છે. અભિનેતાએ ગયા વર્ષે કોરોના વાયરસને (Corona Virus) કારણે લોકડાઉન દરમિયાન પ્રવાસી મજૂરોની મદદ કરીને દરેકનું દિલ જીતી લીધું હતું. પરંતુ હવે અભિનેતા તેના ઉમદા કાર્યને બદલે કર ચોરી માટે ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે. આવકવેરા વિભાગ (Income tax Department) દ્વારા લગાવવામાં આવેલા ગંભીર આરોપો વચ્ચે અભિનેતાએ આખરે પોતાનું મૌન તોડ્યું છે.
આવકવેરા વિભાગે સોનુ સૂદ પર 20 કરોડની કર ચોરીનો (Tax Evasion) આરોપ લગાવ્યો છે. આવકવેરા વિભાગે સોનુ અને તેને સંબધિત 28 સ્થળો પર દરોડા પાડીને આ આરોપ લગાવ્યો હતો. ત્યારે સોનૂની પ્રથમ પોસ્ટ સામે આવી છે. પોસ્ટ શેર કરીને તેણે સ્પષ્ટ કર્યું છે કે લોકોની પ્રાર્થનાઓ તેની સાથે છે.
સોનૂ સુદે કરચોરીના આરોપો વચ્ચે એક પોસ્ટ શેર કરી
ટ્વિટર પર એક પોસ્ટ શેર કરતાં સોનુ સૂદે લખ્યું કે, ‘કઠિન રસ્તાઓમાં પણ સરળ મુસાફરી, દરેક ભારતીયોની પ્રાર્થનાની અસર હોય તેવું લાગે છે’.
વધુમાં સોનુ સૂદે લખ્યું કે તમારે હંમેશા તમારો પક્ષ રજૂ કરવાની જરૂર નથી, સમય પોતે જ આ બાબત રજુ કરે છે. હું ભાગ્યશાળી છું કે, હું મારી પૂરી તાકાત અને દિલથી દેશના લોકોની સેવા કરી શક્યો છું. મારા ફાઉન્ડેશનના (Charity Foundation) દરેક પૈસાનો ઉપયોગ જીવન બચાવવા અને જરૂરિયાતમંદો માટે થયો છે.
ચાર દિવસથી કેટલાક મહેમાનોને અટેન્ડ કરી રહ્યો હતો : સોનૂ સુદ
અભિનેતાએ આગળ લખ્યું છે કે આ સાથે, ઘણા પ્રસંગોએ, મેં તે બ્રાન્ડ્સને (Brands) પણ કહ્યું છે કે જે મારી જાહેરાતના પૈસા મને ન આપતા દાનમાં આપવામાં આવે જેથી પૈસાની કમી ન રહે. હું છેલ્લા ચાર દિવસથી કેટલાક મહેમાનોને હોસ્ટ કરવામાં વ્યસ્ત હતો અને તેથી તમારી સેવા માટે હાજર ન રહી શક્યો. હવે હું ફરી એકવાર તમારી સેવામાં પાછો આવ્યો છું.
“सख्त राहों में भी आसान सफर लगता है, हर हिंदुस्तानी की दुआओं का असर लगता है” 💕 pic.twitter.com/0HRhnpf0sY
— sonu sood (@SonuSood) September 20, 2021
રિચ ગ્રુપ સાથે અભિનેતાનું કનેક્શન સામે આવતા IT હરકતમાં
તમને જણાવી દઈએ કે શનિવારે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ અભિનેતા અને તેના સહયોગીઓ વિરુધ્ધ 20 કરોડ રૂપિયાની કરચોરીનો ગંભીર આરોપ લગાવ્યો હતો. ઉપરાંત રિચ ગ્રુપ સાથે પણ અભિનેતાનું કનેક્શન સામે આવતા આવકવેરા વિભાગે કાનપુર સ્થિત રિચ ગ્રુપ ઓફ કંપનીઝમાં પણ કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો: દિલ્લી એરપોર્ટ પર CISF જવાનોએ ગેરવર્તનનો કર્યુ હોવાનો અભિનેત્રી આયશા શર્માનો આક્ષેપ