દિલ્લી એરપોર્ટ પર CISF જવાનોએ ગેરવર્તનનો કર્યુ હોવાનો અભિનેત્રી આયશા શર્માનો આક્ષેપ

આયશા શર્માએ એવો આરોપ કર્યો છે કે, બેગમાંથી ઈલેકટ્રોનિક ચીજવસ્તુઓ નિકળવાની ઘટના બાદ, CISF ના છ કરતા વધુ જવાનોએ ફુડકોર્ટ સુધી તેનો પીછો કર્યો હતો. અને કેટલાક અપશબ્દો પણ બોલ્યા હતા.

દિલ્લી એરપોર્ટ પર CISF જવાનોએ ગેરવર્તનનો કર્યુ હોવાનો અભિનેત્રી આયશા શર્માનો આક્ષેપ
Film actress Aisha Sharma

હિંદી ફિલ્મની અભિનેત્રી આયશા શર્માએ દિલ્લી એરપોર્ટ ખાતે તપાસ દરમિયાન સુરક્ષા એજન્સી પર ગેરવર્તન કરવાનો આક્ષેપ કર્યો છે. આયેશાએ પોતાના ટ્વીટ દ્વારા સતત આઠ ટ્વીટ કરીને જણાવ્યુ છે કે, સુરક્ષા તપાસ દરમિયાન બેગમાંથી ઈલેક્ટ્રોનિક સામાન અને વાયર નિકળવા અંગે ફરજ પરના CISFના કર્મચારીઓએ તેની સાથે ગેરવર્તન કર્યુ હતુ. આયેશાએ ટ્વીટ કરવાની સાથે જ યુઝર્સે અલગ અલગ પ્રતિક્રિયાઓ આપવાની શરૂઆત કરી છે. કેટલાક યુઝર્સે આ મુદ્દે આયેશાની ટીકા કરી છે તો કેટલાકે તેના આયેશાના પ્રયાસને બિરદાવ્યો છે.

સુરક્ષા કર્મચારીઓએ ફુડકોર્ટ સુધી પીછો કર્યો, અપશબ્દો પણ બોલ્યાનો આક્ષેપ
આ મુદ્દે સામે આવી રહેલી વિગતો અનુસાર, આયેશા શર્મા ગો ફ્લાઈટ એરવેઝના વિમાનમાં દિલ્લીથી જવા માટે એરપોર્ટ પર પહોચી હતી. તેણીએ આક્ષેપ કર્યો છે કે, સુરક્ષા તપાસ દરમિયાન તેની બેગમાંથી ઈલેકટ્રોનિક ચીજવસ્તુઓ નિકળતા સુરક્ષા કર્મીઓએ બોલાચાલી કરી હતી. અને બેગમાંથી તમામ સામગ્રી બહાર કાઢવા અને ફરીથી સુરક્ષા તપાસ કરાવવા કહ્યુ હતું. આયશા શર્માએ એવો આરોપ કર્યો છે કે, આ ઘટના બાદ, છ કરતા વધુ CISF જવાનોએ ફુડકોર્ટ સુધી તેનો પીછો કર્યો હતો. અને કેટલાક અપશબ્દો પણ બોલ્યા હતા.

કોણ છે આયેશા શર્મા
આયેશા શર્મા અભિનેત્રી નેહા શર્માની બહેન છે. આયેશા શર્મા મૂળ બિહારના ભાગલપુરના રહેવાસી છે. 24 જાન્યુઆરી 1989માં જન્મેલી આયેશા શર્માનુ બાળપણ માતા પિતા સાથે દિલ્લીમાં વિત્યુ છે. આયેશા શર્મા બાયો ટેકનોલોજી સાથે નોઈડાથી ગ્રેજ્યુએટ થઈ છે. સત્યમેવ જયતે અને બાબા કી ચોકી ફિલ્મમાં તેણે અભિનય કર્યો છે.

દિલ્લી એરપોર્ટે હાથ ધરી કાર્યવાહી
આયેશા શર્માએ, દિલ્લી એરપોર્ટ ખાતે તપાસ દરમિયાન સુરક્ષા કર્મચારીઓએ ગેરવર્તન કર્યા હોવાના આક્ષેપ બાદ દિલ્લી એરપોર્ટે કાર્યવાહી કરી છે. આયેશા શર્માએ કરેલા આક્ષાપાત્મક ટ્વિટ અંગે દિલ્લી એરપોર્ટે, અસુવિધા બદલ દુઃખ હોવાનું જણાવ્યુ છે. સાથોસાથ કહ્યુ છે કે, તમે આ અંગે સંપૂર્ણ વિગત સાથે મેસેજ કરો. જેથી અમે આપને વધુ સારી રીતે મદદ કરી શકીએ.

આ પણ વાંચોઃ Neeraj chopra 40 સેકન્ડના વિડીયોએ ધમાલ મચાવી, બોલિવૂડથી લઈ પત્રકાર, બેન્કરના રોલમાં દેખાયો જુઓ video

 

આ પણ વાંચોઃ Gold Price Today : સોનામાં રોકાણ માટે આવી રહ્યો છે ઉત્તમ સમય, આજે પણ સસ્તું થયું સોનું , જાણો લેટેસ્ટ રેટ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati