અભિષેક બચ્ચનને ટ્રોલ કરવાનો પ્રયાસ, અભિનેતાએ એવો જવાબ આપ્યો કે ટ્રોલ કરનાર જ થઈ ગયો ટ્રોલ

સોશિયલ મીડિયા પર એક્ટર્સને ટ્રોલ કરવા એ હવે સામાન્ય બાબત બની ગઈ છે. કેટલાક કલાકારો આ ટ્રોલર્સને નજરઅંદાજ કરે છે અને કેટલાક આ રીતે જવાબ આપતા જોવા મળે છે.

અભિષેક બચ્ચનને ટ્રોલ કરવાનો પ્રયાસ, અભિનેતાએ એવો જવાબ આપ્યો કે ટ્રોલ કરનાર જ થઈ ગયો ટ્રોલ
Abhishek Bachchan (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 08, 2022 | 7:50 AM

Abhishek Bachchan : બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચન (Actor Abhishek Bachchan) તેના કોમિક ટાઈમિંગ અને સચોટ જવાબો માટે જાણીતો છે. ઘણી વખત અભિષેક ટ્રોલર્સને(Trollers)  જવાબ આપતા જોવા મળે છે. હાલમાં જ પોતાની ફિલ્મોને લઈને ટ્રોલ થઈ રહેલા જુનિયર બચ્ચને સોશિયલ મીડિયા(Social Media)  યુઝરને ફની જવાબ આપ્યો છે.

તમને જણાવી દઈએ કે,અભિષેક બચ્ચનને ટેગ કરીને એક સોશિયલ મીડિયા યુઝરે આ મીમ શેર કર્યો છે. આ 2018ની ફિલ્મ ‘કામયાબ’નો એક ફોટો છે જેના પર ફિલ્મના અભિનેતા સંજય મિશ્રાની (Sanjay Mishra) જગ્યાએ અભિષેક બચ્ચનનો ચહેરો ‘ફોટોશોપ’ કરવામાં આવ્યો છે. ફોટામાં દેખાઈ રહ્યું છે કે અભિષેક બચ્ચન ફોન પર વાત કરી રહ્યો છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

જાણો અભિષેકનો શું જવાબ હતો?

આ ફોટામાં લખવામાં આવ્યું છે કે “જ્યારે અભિષેકને એક ફિલ્મ માટે નિર્દેશકનો ફોન આવે છે, ત્યારે તે પૂછે છે કે શું તમે મને મૂર્ખ બનાવી રહ્યા છો ?”આ સાથે સોશિયલ મીડિયા યુઝરે અભિષેક બચ્ચનને ટેગ કરીને પૂછ્યું છે કે, “સાચુ છે સાહેબ ?” તેના જવાબમાં અભિષેકે કહ્યું કે “અરે યાર, મને તારો સ્વભાવ ગમ્યો ,જે કંઈ પણ બનો પણ તે સારા બનો” અભિષેક બચ્ચનના આ ટ્વીટ બાદ તેને ટ્રોલ કરવાના ઈરાદાથી ટ્વીટ કરનાર યુઝર પોતે જ ટ્રોલ થવા લાગ્યા છે.

ઘણા ચાહકોએ સમર્થન આપ્યું

અભિષેક બચ્ચનના જવાબ બાદ તેના ફેન્સ પણ અભિનેતાના સમર્થનમાં ટ્વિટ કરી રહ્યા છે. એક ચાહકે ટ્વીટ કરીને લખ્યું કે તેને અભિષેકની એક્ટિંગ સ્કિલ પર પૂરો વિશ્વાસ છે. તો એક પ્રશંસકે લખ્યું કે, અભિષેક તમે બહુ મોટા દિલના છો. આ સારા ગુણોને ક્યારેય ગુમાવશો નહીં. 5 સારા પ્રોજેક્ટના પડકારને ભૂલશો નહીં. બોબ બિસ્વાસ પછી વધુ 4ની રાહ જોઈ રહ્યા છીએ.” ઉપરાંત અભિષેકના એક પ્રશંસકે તેને સલાહ આપી કે તેણે આવા લોકો પર ધ્યાન ન આપવું જોઈએ.

તાજેતરમાં અભિષેક બચ્ચને પણ અભિનેતા અને ફિલ્મ નિર્માતા કમલ રાશિદ ખાનને જવાબ આપ્યો હતો જ્યારે તેણે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. અભિષેકે ગયા મહિને મલયાલમ ફિલ્મ વાશી માટે કેટલીક પ્રશંસા ટ્વિટ કરી હતી અને KRKએ તેના પર કટાક્ષ કર્યો હતો, “ભાઈ કભી આપ બૉલીવુડ વાલે ભી કોઈ અવિશ્વસનીય ફિલ્મ બન્ના દેના.” ત્યારબાદ અભિષેક બચ્ચને તેનો વળતો જવાબ આપ્યો હતો.

આ પણ વાંચો : Amitabh Bachchanની ફિટનેસનું રહસ્ય, આ વસ્તુઓથી રહે છે દૂર, કરે છે નિયમિત વર્કઆઉટ

આ પણ વાંચો : Women’s Day 2022 : ટીવી કલાકારોએ તેમના ચાહકોને પાઠવી શુભેચ્છા,કહ્યું “દરેક દિવસ મહિલા દિવસ હોવો જોઈએ”

g clip-path="url(#clip0_868_265)">