Sidharth Shuklaએ ગત રાત્રે કરણ કુન્દ્રા સાથે કરી હતી વાત, અભિનેતાએ જણાવ્યું કે શું કરી હતી વાતચીત, જાણો

સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla)નું ગુરુવાર સવારે હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. સિદ્ધાર્થના મૃત્યુ બાદ મનોરંજન ઉદ્યોગમાં શોક ફેલાયો છે.

Sidharth Shuklaએ ગત રાત્રે કરણ કુન્દ્રા સાથે કરી હતી વાત, અભિનેતાએ જણાવ્યું કે શું કરી હતી વાતચીત, જાણો
Sidharth Shukla, Karan Kundrra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2021 | 10:04 PM

અભિનેતા સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla)એ દુનિયાને અલવિદા કહ્યું છે. સિદ્ધાર્થના આ રીતે જવાથી તેમના ચાહકો આઘાતમાં છે. બોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રીના સેલેબ્સ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરી રહ્યા છે. અભિનેતા કરણ કુન્દ્રા (Karan Kundrra)એ સોશિયલ મીડિયા પર શોક વ્યકત કરતા કહ્યું છે કે બુધવારે રાત્રે સિદ્ધાર્થ સાથે તેમની વાતચીત થઈ હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

કરણ કુન્દ્રાએ સોશિયલ મીડિયા પર સિદ્ધાર્થની તસ્વીર શેર કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે લખ્યું – આઘાતજનક. ગઈકાલે રાત્રે અમે વાત કરી રહ્યા હતા કે તમે કેટલું સારું કરી રહ્યા છો. માની શકતો નથી. બહુ જલ્દી ચાલ્યા ગયા દોસ્ત. ભગવાન તમારી આત્માને શાંતિ આપે. હંમેશા તમારું સ્મિત યાદ રહેશે. ખૂબ જ દુઃખદ.

અહીં જુઓ કરણ કુન્દ્રાની પોસ્ટ

View this post on Instagram

A post shared by Karan Kundrra (@kkundrra)

તમને જણાવી દઈએ કે સિદ્ધાર્થને ગુરુવારે સવારે લગભગ 10.20 વાગ્યે કૂપર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં મુખ્ય તબીબી અધિકારીએ તેમને મૃત જાહેર કર્યા હતા. સિદ્ધાર્થના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. તેના શરીર પર કોઈ નિશાન નથી. તેના પરિવારે પણ કોઈ પણ ફાઉલ પ્લેની વાત કરી નથી.

સેલેબ્સે દુ:ખ વ્યક્ત કર્યું

બિગ બોસ 14ના સ્પર્ધક ગાયક જાન કુમાર સાનુએ પણ સોશિયલ મીડિયા પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વીટ કર્યું- મને આ સમાચાર પર વિશ્વાસ નથી થતો. હું આના પર વિશ્વાસ નથી કરવા માંગતો. હું તમને એક અઠવાડિયા પહેલા મળ્યો હતો. સિડ યાદો માટે આભાર. તમે મારા મોટા ભાઈ અને રોલ મોડેલ હતા. ભગવાન તમારી આત્માને શાંતિ આપે.

જાન બિગ બોસ 14નો ભાગ હતા. જેમાં સિદ્ધાર્થ શુક્લા, ગૌહર ખાન અને હિના ખાન સીનિયર્સ તરીકે આવ્યા હતા. શોની વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સિદ્ધાર્થે શોમાં ટકી રહેવા માટે જાનને કેટલીક ટિપ્સ આપી હતી. તેમણે કહ્યું કે તમારે સ્વંયમ હોવાની જરુરિયાત છે, વાસ્તવિક બનો, તમને જે યોગ્ય લાગે તે માટે ઉભા રહો અને તમારે તમારી જાતને અવાજ આપવાની જરૂર છે.

તમને જણાવી દઈએ કે સિદ્ધાર્થે પોતાની કારકિર્દીની શરૂઆત એક મોડેલ તરીકે કરી હતી. તેમણે પોતાની ટીવી કારકિર્દીની શરૂઆત બાબુલ કા અંગના છૂટેના સિરિયલથી કરી હતી. તેમને સિરિયલ બાલિકા વધુથી ઓળખ મળી હતી. તેમણે બોલિવૂડમાં પણ પગ મૂક્યો હતો. તેઓ વરુણ ધવન અને આલિયા ભટ્ટ સાથે જોવા મળ્યા હતા.

આ પણ વાંચો :- Sidharth Shuklaના મૃત્યુ બાદ તુટી ગઈ છે શહનાઝ ગિલ, પિતાએ જણાવી કેવી છે દીકરીની હાલત

આ પણ વાંચો :- Sidharth Shukla Passes away: ટીવીના નહીં પણ કોન્ટ્રોવર્સીઝના પણ કિંગ હતા સિદ્ધાર્થ શુક્લ, પારો ગરમ થતા ઉઠાવી લેતા હતા હાથ

Latest News Updates

જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
g clip-path="url(#clip0_868_265)">