AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લગ્ન બાદ કામ પર પાછો ફર્યો સિદ્ધાર્થ મલ્હોત્રા, લોકોએ કહ્યું ‘ચહેરો ચમકી ગયો’ જુઓ Video

બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા લગ્ન બાદ કામ પર પાછો ફર્યો છે. અભિનેતા ધર્મા પ્રોડક્શનની ઓફિસની બહાર જોવા મળ્યો હતો.

લગ્ન બાદ કામ પર પાછો ફર્યો સિદ્ધાર્થ મલ્હોત્રા, લોકોએ કહ્યું 'ચહેરો ચમકી ગયો' જુઓ Video
લગ્ન બાદ પહેલીવાર કામ પર પાછો ફર્યો સિદ્ધાર્થ મલ્હોત્રાImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 16, 2023 | 9:54 AM
Share

બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા પોતાના શાહી લગ્નને લઈને ખૂબ જ ચર્ચામાં રહ્યો છે. સિદે 7 ફેબ્રુઆરીએ જેસલમેરમાં કિયારા અડવાણી સાથે લગ્ન કર્યા છે. લગ્ન બાદ સિદ-કિયારાએ દિલ્હી અને મુંબઈમાં બે ભવ્ય રિસેપ્શન પણ યોજ્યા હતા. જ્યાં બોલિવૂડની ઘણી મોટી હસ્તીઓએ પણ ભાગ લીધો હતો. લગ્ન બાદ હવે બધાની નજર આ કપલ પર છે. ફેન્સ આ કપલને તેમના લગ્ન પછીના લુકમાં જોવાની રાહ જોઈ રહ્યા છે.

સિદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

જોકે સિદ્ધાર્થ મલ્હોત્રા તમામ ફંક્શન બાદ પહેલીવાર જોવા મળ્યો હતો. અભિનેતા લગ્ન પછી કામ પર પાછો ફર્યો છે. સિદ્ધાર્થ મલ્હોત્રા ધર્મા પ્રોડક્શનની ઓફિસની બહાર જોવા મળ્યો હતો. આ દરમિયાન તેની સાથે ડિરેક્ટર શશાંક ખેતાન પણ જોવા મળ્યો હતો. સિદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે શર્ટ અને બ્લેક પેન્ટ પહેરેલો જોવા મળી રહ્યો છે. સાથે સનગ્લાસ પહેરેલો જોવા મળે છે. આ સાથે તેણે પાપારાઝી માટે પોઝ પણ આપ્યા છે.

ચાહકોએ કહ્યું ચાર્મ વધી ગયો

સિદ્ધાર્થે પોતાના ફેન્સ સાથે ખુલ્લેઆમ પોઝ આપ્યા અને ફોટો પણ ક્લિક કર્યા હતા. તેની સ્ટાઈલ તેના ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. ફેન્સ આ વીડિયો પર સતત કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરીને લખ્યું કે, લગ્ન પછી અમારો યોદ્ધા કામ પર પાછો ફર્યો છે. એક યુઝરે લખ્યું કે, તે કેટલો સુંદર માણસ છે. એક યુઝરે લખ્યું, લગ્ન પછી તેનો ચાર્મ વધી ગયો છે.

આટલું જ નહીં, એક યુઝરે લખ્યું કે, તે લગ્ન પછી વધુ હેન્ડસમ બની ગયો છે. આ કમેન્ટ્સ જોયા પછી એક વાત સ્પષ્ટ થાય છે કે, લગ્ન પછી સિદ્ધાર્થના જીવનમાં આવનારા બદલાવ પર દરેકની નજર છે. તમને જણાવી દઈએ કે, સિદ્ધાર્થ-કિયારા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. જોકે, તેણે ક્યારેય આ વાત જાહેરમાં સ્વીકારી નથી.

ફેન્સ સોશિયલ મીડિયા ન્યૂલી વેડ કપલને વિશ કરી રહ્યા છે અને કપલની આ નવા જીવનની શરૂઆત માટે કપલને અભિનંદન આપી રહ્યા છે. કપલે 7 ફેબ્રુઆરીએ રાજસ્થાનના જેસલમેર સ્થિત સૂર્યગઢ પેલેસમાં કપલે સાત ફેરા લીધા હતા. લગ્ન સિવાય હલ્દી અને મહેંદીના ફોટા પણ ખૂબ વાયરલ થયા હતા.

Follow Us
દારૂની હેરાફેરી કરતાં રંગેહાથ ઝડપાયો ભાજપ નેતાનો દીકરો
દારૂની હેરાફેરી કરતાં રંગેહાથ ઝડપાયો ભાજપ નેતાનો દીકરો
વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ 70 વર્ષે નિવૃતિ જાહેર કરી
વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ 70 વર્ષે નિવૃતિ જાહેર કરી
બળદિયાની જેમ 25 વર્ષ કામ કરનાર રાજ્યસભામાં પહોંચ્યા
બળદિયાની જેમ 25 વર્ષ કામ કરનાર રાજ્યસભામાં પહોંચ્યા
મેક ડોનાલ્ડ્સમાં વેજ-નોનવેજને લઈને વિવાદ
મેક ડોનાલ્ડ્સમાં વેજ-નોનવેજને લઈને વિવાદ
TET સામે શિક્ષકોનો રોષ, કલેક્ટર કચેરીએ ધરણાં, watch video
TET સામે શિક્ષકોનો રોષ, કલેક્ટર કચેરીએ ધરણાં, watch video
આજનું રાશિફળ: પ્રેમ અને સંબંધોમાં ખુશખબર, ધંધામાં રાખો સાવધાની
આજનું રાશિફળ: પ્રેમ અને સંબંધોમાં ખુશખબર, ધંધામાં રાખો સાવધાની
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી
ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા
ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા
NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ
NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ
g clip-path="url(#clip0_868_265)">