AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણીના મુંબઈ રિસેપ્શનની પહેલી ઝલક, જુઓ ડેકોરેશનનો Video

Siddharth Malhotra and Kiara Advani Reception: બોલીવુડ એક્ટ્રેસ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાની લગ્ન (Sid Kiara Wedding) બાદ મુંબઈમાં ગ્રાન્ડ રિસેપ્શન ચાલી રહ્યું છે. આ દરમિયાન વિઝ્યુઅલ આવવાનું શરૂ થઈ ગયું છે. હાલમાં જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં ડેકોરેશનની ઝલક જોવા મળી રહી છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણીના મુંબઈ રિસેપ્શનની પહેલી ઝલક, જુઓ ડેકોરેશનનો Video
sidharth and kiara
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2023 | 9:57 PM
Share

Siddharth Malhotra and Kiara Advani Reception: સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના 7 ફેબ્રુઆરી 2023માં લગ્ન થયા હતા. લગ્ન બાદ આ કપલને અભિનંદન મળી રહ્યા છે. લગ્ન બાદ કપલે દિલ્હીમાં એક રિસેપ્શનનું આયોજન કર્યું હતું. હવે આ કપલ મુંબઈમાં રિસેપ્શન આપી રહ્યું છે. આ રિસેપ્શનમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઘણા સ્ટાર્સ સામેલ થયાના અહેવાલ છે. રિસેપ્શનની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે અને આ દરમિયાન વિઝ્યુલ્સ પણ સામે આવવા લાગ્યા છે.

સિદ્ધાર્થ કિયારાના આ ગ્રાન્ડ રિસેપ્શનની પહેલી ઝલક સામે આવી છે. વેન્યૂને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીરલ ભિયાણીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેયર કર્યો છે જે સિદ્ધાર્થ-કિયારાના રિસેપ્શન વેન્યૂનો છે. આ વીડિયોમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના નામ લખવામાં આવ્યા છે અને નામની આસપાસ સફેદ ફૂલ લગાવવામાં આવ્યા છે.

સિદ્ધાર્થ અને કિયારાનો પહેલો લેટર એટલે કે SK વેન્યૂના વેલકમ ગેટ પર લખાયેલો છે. આ જગ્યાને ફૂલો અને ગુલદસ્તાઓથી શણગારવામાં આવી છે. વીડિયો જોઈને અંદાજ લગાવી શકાય છે કે આ રિસેપ્શનની તૈયારીઓ કેટલી ખાસ છે. કપલનું રિસેપ્શન મુંબઈના સેન્ટ રેજીસમાં રાખવામાં આવ્યું છે.

આ છે રિસેપ્શનની ગેસ્ટ લિસ્ટ

મહેમાનોની વાત કરીએ તો આ ગ્રાન્ડ રિસેપ્શનમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા અનેક મહેમાનોના આગમનની ચર્ચા છે. તેમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, વરુણ ધવન, શાહિદ કપૂર, મીરા રાજપૂત, ભૂષણ કુમાર અને કરણ જોહર સહિત ઘણા સ્ટાર્સના નામ સામેલ છે. કપલના લગ્નમાં કરણ જોહર ખાસ મહેમાન હતો અને તે ચોક્કસપણે રિસેપ્શનનો ભાગ પણ હશે.

આ પણ વાંચો : Sid Kiara Wedding: સિદ્ધાર્થ સાથે લગ્ન કર્યાના 5 દિવસ બાદ જ કિયારાએ લીધો આ નિર્ણય, ઉઠાવ્યું મોટું પગલું

કિયારાએ લગ્ન બાદ બદલી પોતાની ડીપી

લગ્નની વાત કરીએ તો કપલે 7 ફેબ્રુઆરી 2023ના રોજ લગ્ન કર્યા હતા. આ લગ્ન ખૂબ જ ખાસ હતા અને આ દરમિયાનના ફોટા પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા. કિયારાએ હલ્દી અને મહેંદીની તસવીરો હજુ શેયર કરી નથી. રાજસ્થાનના જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં કપલે સાત ફેરા લીધા.

આ પછી નજીકના સંબંધીઓ માટે દિલ્હીમાં રિસેપ્શન પણ રાખવામાં આવ્યું હતું. હાલમાં જ કિયારા અડવાણીએ તેનો ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ ફોટો પણ બદલ્યો છે. તેને લગ્ન દરમિયાનનો એક ફોટો પોસ્ટ કર્યો છે જેમાં સિદ્ધાર્થ તેને કિસ કરતો જોવા મળી રહ્યો છે.

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">