રાજ કુન્દ્રાનું ઘર છોડીને અલગ રહેવા જઈ રહી છે Shilpa Shetty? બાળકોને રાખવા માંગે છે પિતાની ખોટી કમાણીથી દૂર
રાજ કુન્દ્રાની ધરપકડ બાદ હવે શિલ્પા શેટ્ટી એકલા બાળકો અને પરિવારની સંભાળ રાખી રહી છે. દરમિયાન, સમાચાર આવી રહ્યા છે કે તે ટૂંક સમયમાં મોટો નિર્ણય લેવા જઈ રહી છે.
શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) છેલ્લા કેટલાક મહિનાઓથી ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. શિલ્પાના પતિ રાજ કુન્દ્રા (Raj Kundra) હાલમાં કસ્ટડીમાં છે અને અભિનેત્રી એકલા તેમના પરિવાર અને બાળકોની સંભાળ રાખી રહી છે. શિલ્પા ધીમે ધીમે પોતાનું જીવન સામાન્ય કરવા માટે પ્રયત્ન કરી રહી છે. તે શોનું શૂટિંગ કરી રહી છે અને બાળકોની સંપૂર્ણ કાળજી પણ લઈ રહી છે. પરંતુ આ દરમિયાન અભિનેત્રી વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
એક વેબસાઈટના અહેવાલ મુજબ શિલ્પા તેના બે બાળકો સાથે અલગ રહેવાનું વિચારી રહી છે. અભિનેત્રીના મિત્રનું કહેવું છે કે રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ ઘટવાને બદલે વધી રહી છે. રાજની એડલ્ટ કન્ટેન્ટ સાથે લિંક હતું, તેના વિશે જાણીને શિલ્પાને ઘણો આઘાત લાગ્યો છે. શિલ્પાને ખબર નહોતી કે જે ડાયમંડ્સ અને રાજની કમાણી હતી તે આ પૈસા દ્વારા આવી રહી હતી.
અહેવાલ અનુસાર શિલ્પા પોતાના બાળકોને રાજની ખોટી રીતે કમાયેલા પૈસાથી દૂર રાખવા માંગે છે. તે રાજની કમાણીનો ઉપયોગ કરવા માંગતી નથી. તે રિયાલિટી શોને જજ કરીને જે કમાણી કરે છે, તેનાથી તે બાળકોનો ઉછેર કરશે અને હવે તે વધુ ફિલ્મોમાં કામ કરશે.
એવા પણ સમાચાર છે કે ફિલ્મ નિર્માતા અનુરાગ બાસુ અને પ્રિયદર્શને શિલ્પાને વચન આપ્યું છે કે તેઓ તેને કામ આપશે. જો રાજ લાંબા સમય સુધી પણ કસ્ટડીમાં રહેશે તો આનાથી અભિનેત્રીને વધારે સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં. હવે આ સમાચાર કેટલા સાચા છે અને કેટલા ખોટા તે તો શિલ્પા પોતે કહી શકે છે. જોઈએ કે શું શિલ્પા અહીં રહેશે કે પછી તે ખરેખર બાળકો સાથે રાજનું ઘર છોડી દેશે.
જન્માષ્ટમી પર ચાહકોને આપ્યા અભિનંદન
જન્માષ્ટમી નિમિત્તે તમામ ચાહકોને અભિનંદન આપતા શિલ્પાએ એક સંદેશ લખ્યો “શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની આપ સૌને ઘણી શુભેચ્છાઓ. બાલ ગોપાલ આપણા બધા પર પોતાના આશીર્વાદ બનાવી રાખે. આ સાથે શિલ્પાએ ભગવદગીતામાંથી એક પંક્તિ લખી છે કે ‘ભગવાન પણ તેમની સાથે છે જેમનું મગજ અને આત્મા ઇચ્છા અને ક્રોધથી મુક્ત છે અને જેઓ પોતાને ઓળખે છે’.
ફિલ્મો
શિલ્પાની ફિલ્મ હંગામા 2 જુલાઈમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ દ્વારા શિલ્પાએ 10 વર્ષ બાદ પુનરાગમન કર્યું હતું. શિલ્પા આ ફિલ્મ માટે ખૂબ જ ઉત્સાહિત હતી, પરંતુ તે પછી ફિલ્મ રિલીઝના થોડા દિવસો પહેલા રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી હતી. શિલ્પાની બધી જ ઉત્તેજના અને ખુશી સમાપ્ત થઈ ગઈ.
જોકે શિલ્પાએ ચાહકોને ફિલ્મ જોવાની અપીલ કરી હતી. તેમણે મેસેજ લખ્યો કે આ ફિલ્મ બનાવવા માટે ઘણા લોકોએ સખત મહેનત કરી છે, તેથી આ ફિલ્મ ચોક્કસ જુઓ. ફિલ્મમાં શિલ્પા સિવાય પરેશ રાવલ, મીજન જાફરી અને રાજપાલ યાદવ હતા. ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. હવે શિલ્પા ફિલ્મ નિકમ્મામાં જોવા મળશે. ફિલ્મમાં શિલ્પા સાથે અભિમન્યુ દસાની અને શર્લી સેટિયા મુખ્ય ભૂમિકામાં છે.
આ પણ વાંચો :- Abhishek Bachchan એ છોડ્યો જોન અબ્રાહમનો સાથ, ‘અય્યપ્પનમ કોશીયુમ’ની રિમેકમાંથી થયા બહાર
આ પણ વાંચો :- Shraddha Kapoor અને રોહનનાં લગ્નના સમાચાર પર પિતા શક્તિ કપૂરએ શું આપી પ્રતિક્રિયા, જાણો