AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : શિલ્પા શેટ્ટીએ જાતે જ પોતાની રેસ્ટોરેન્ટને લગાવ્યા તાળા, જાણો કેમ બંધ કરી રેસ્ટોરન્ટ બાસ્ટિયન

શિલ્પા શેટ્ટી અને તેનો પરિવાર સતત સમાચારમાં રહે છે. તાજેતરમાં શિલ્પા અને રાજ કુન્દ્રા પર 6૦ કરોડના છેતરપિંડીના આરોપ મૂકવામાં આવ્યા હતા. દરમિયાન, શિલ્પાએ હવે પોતાનું લોકપ્રિય રેસ્ટોરન્ટ બાસ્ટિયન બંધ કરવાનો નિર્ણય લીધો છે. શિલ્પાએ પોતે સોશિયલ મીડિયા પર આ જાહેરાત કરી છે.

Breaking News : શિલ્પા શેટ્ટીએ જાતે જ પોતાની રેસ્ટોરેન્ટને લગાવ્યા તાળા, જાણો કેમ બંધ કરી રેસ્ટોરન્ટ બાસ્ટિયન
| Updated on: Sep 03, 2025 | 12:09 PM
Share

શિલ્પા શેટ્ટી અને તેના પરિવારની મુશ્કેલીઓ ઓછી જ નથી થઈ રહી. થોડા થોડા દિવસોમાં શિલ્પા અને તેના ઉદ્યોગપતિ પતિ રાજ કુન્દ્રાનું નામ વિવાદોમાં ઘેરાયેલું જોવા મળે છે. શિલ્પા અને રાજ કુન્દ્રા પર છેતરપિંડીના આરોપ લાગ્યાના થોડા અઠવાડિયા પછી, અભિનેત્રીએ હવે જાહેરાત કરી છે કે તે મુંબઈના બાંદ્રા સ્થિત તેનું પ્રખ્યાત રેસ્ટોરન્ટ બાસ્ટિયન બંધ કરી રહી છે. શિલ્પાના આ નિર્ણયથી બધાને આશ્ચર્ય થયું છે.

શિલ્પા શેઠ્ઠી ઇન્સ્ટાગ્રામ પર ઘણી સક્રિય રહે છે, ત્યારે ગઇકાલે  શિલ્પા શેટ્ટીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક લાંબી નોંધ શેર કરી અને તેના ચાહકો અને ફોલોઅર્સ સાથે આ સમાચાર શેર કર્યા. તેણીએ લખ્યું, “આ ગુરુવારે એક યુગનો અંત છે કારણ કે આપણે મુંબઈના સૌથી પ્રતિષ્ઠિત સ્થળોમાંના એક – બાસ્ટિયન બાન્દ્રાને વિદાય આપી રહ્યા છીએ. એક સ્થળ જેણે આપણને અસંખ્ય યાદો, અવિસ્મરણીય રાતો અને ક્ષણો આપી હતી જેણે શહેરની નાઇટલાઇફને આકાર આપ્યો હતો, તે હવે તેની અંતિમ વિદાય આપી રહ્યું છે.”

રેસ્ટોરન્ટ થઈ રહ્યું છે બંધ

શિલ્પાએ આગળ લખ્યું, “આ સુપ્રસિદ્ધ સ્થળને માન આપવા માટે, અમે અમારા નજીકના ગ્રાહકો માટે એક ખૂબ જ ખાસ સાંજનું આયોજન કરી રહ્યા છીએ – એક રાત્રિ જે નોસ્ટાલ્જીયા, ઉર્જા અને જાદુથી ભરેલી છે, જે બાસ્ટિયન પાસે છેલ્લી વખત જે કંઈ ઓફર કરે છે તેની ઉજવણી કરશે. બાસ્ટિયન બાન્દ્રાને વિદાય આપી રહ્યા છીએ, તેમ તેમ ગુરુવાર રાત્રિની ધાર્મિક વિધિ આર્કેન અફેર આવતા અઠવાડિયે બાસ્ટિયન એટ ધ ટોપ ખાતે ચાલુ રહેશે, આ વારસાને નવા અનુભવો સાથે એક નવા અધ્યાયમાં આગળ લઈ જશે.”

60 કરોડ રૂપિયાની છેતરપિંડી બાદ નિર્ણય

બાસ્ટિયન બાન્દ્રા શિલ્પા શેટ્ટી અને રેસ્ટોરન્ટના માલિક રણજીત બિન્દ્રાનો ભાગીદારી પ્રોજેક્ટ છે. 2016 માં શરૂ થયેલ આ રેસ્ટોરન્ટ તેના સીફૂડ માટે ખૂબ જ લોકપ્રિય છે. સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલે પણ આ રેસ્ટોરન્ટમાં તેમના લગ્નનું રિસેપ્શન યોજ્યું હતું. નોંધનીય છે કે શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા સામે 60 કરોડ રૂપિયાના છેતરપિંડીનો કેસ પ્રકાશમાં આવ્યાના થોડા અઠવાડિયા પછી જ બેસ્ટિયન બંધ થવા જઈ રહ્યું છે.

અભિનેત્રીથી લીધા છૂટાછેડા, અને હવે આ મહિલાના પ્રેમમાં પાગલ થયો ઈશા દેઓલનો Ex હસબન્ડ ! આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

g clip-path="url(#clip0_868_265)">