છુટાછેડાના સમાચાર વચ્ચે ખાસ અંદાજમાં શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા મનાવશે વેડિંગ એનિવર્સરી, આ છે સ્પેશિયલ પ્લાન
શિલ્પા અને રાજે પોતાના છુટાછેડાને લઈને કોઈ પણ સત્તાવાર જાહેરાત કરી નથી. રિપોર્ટસ મુજબ આ કપલ હવે નોર્મલ લાઈફ જીવી રહ્યું છે અને પોતાની વેડિંગ એનિવર્સરી ખાસ રીતે સેલિબ્રેટ કરવાનું છે.
બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)અને તેમના પતિ રાજ કુન્દ્રા (Raj Kundra)હાલમાં ચર્ચાનો ભાગ બનેલા છે. અશ્લીલ વીડિયો બનાવવાના આારોપમાં થોડા સમય પહેલા રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી હતી. હવે રાજ કુન્દ્રા જામીન પર જેલની બહાર આવ્યા છે. આ કપલ હાલમાં વધારે એક સાથે નજરે નથી આવી રહ્યું. છેલ્લા ઘણા સમયથી રાજ અને શિલ્પાના અલગ થવાના સમાચાર સામે આવી રહ્યા છે. રિપોર્ટસનું માનીએ તો શિલ્પા નથી ઈચ્છતી કે તેમના બાળકો પર તેની અસર પડે, તેથી તે રાજ પાસેથી છુટાછેડા લઈ રહી છે.
શિલ્પા અને રાજે પોતાના છુટાછેડાને લઈને કોઈ પણ સત્તાવાર જાહેરાત કરી નથી. રિપોર્ટસ મુજબ આ કપલ હવે નોર્મલ લાઈફ જીવી રહ્યું છે અને પોતાની વેડિંગ એનિવર્સરી ખાસ રીતે સેલિબ્રેટ કરવાનું છે.
એનિવર્સરીનો પ્લાન છે ખાસ
શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા 22 નવેમ્બરે પોતાની 12મી એનિવર્સરી મનાવવાના છે. એક અહેવાલ મુજબ બંનેએ સેલિબ્રેશનનો એક ખાસ પ્લાન બનાવ્યો છે. 22 નવેમ્બરે રાજ અને શિલ્પા બેસ્ટિઅન વર્લીમાં એક રોમેન્ટિક ડિનર પર જશે. આ વખતે કોઈ પાર્ટી થવાની નથી માત્ર શિલ્પા અને રાજ એકબીજાની સાથે ઉજવણી કરશે.
પતિની સાથે ગઈ હતી ધર્મશાલા
રાજ કુન્દ્રા સપ્ટેમ્બરમાં જેલમાંથી બહાર આવ્યા હતા. તે હાલમાં પબ્લિક પ્લેસ પર નથી જઈ રહ્યા. થોડા સમય પહેલા જ તે પત્ની શિલ્પાની સાથતે ધર્મશાલા એક મંદિરના દર્શન કરવા ગયા હતા. આ મંદિરમાં બંનેએ એકબીજાનો હાથ પકડેલો હતો. બંનેએ સાથે શક્તિપીઠ શ્રી જ્વાલામુખીના દર્શન કર્યા હતા. જેની તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. બંનેએ આ દરમિયાન પીળા રંગના કપડા પહેર્યા હતા.
તમને જણાવી દઈએ કે રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી 22 નવેમ્બર 2009ના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. વર્ષ 2012માં તેમને પુત્ર વિયાનને જન્મ આપ્યો હતો. હવે તેમના પરિવારમાં પુત્રી પણ આવી ગઈ છે. શિલ્પાની બેટી સમીષાનો જન્મ સેરોગેસી દ્વારા થયો છે. શિલ્પા સોશિયલ મીડિયા ખુબ એક્ટિવ રહે છે અને પોતાના બાળકોની સાથે મસ્તી કરતા ફોટો શેયર કરતી રહે છે.
આ પણ વાંચો: વિજય દેવેરકોંડા સાથે અનન્યા પાંડેએ કરી ઘોડેસવારી, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ તસવીરો
આ પણ વાંચો: Amitabh Bachchan : અમિતાભ બચ્ચને ‘કમલા પસંદ’ને કાનૂની નોટિસ મોકલી, પાન મસાલા કંપનીની જાહેરાત રોકવાની કરી માગ