AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shershaah: સલમાન ખાન ઈચ્છતા હતા કે બનેવી આયુષ બને ‘વિક્રમ બત્રા’, જાણો પછી કેમ સિદ્ધાર્થે ઝપટી ફિલ્મ

OTT પ્લેટફોર્મ પર ધમાલ મચાવી રહેલી ફિલ્મ શેરશાહના નિર્માતાએ જણાવ્યું કે સલમાન ખાન ઈચ્છે હતા કે આ ફિલ્મ દ્વારા તેમનો બનેવી આયુષ શર્મા બોલિવૂડમાં ડેબ્યુ કરે.

Shershaah: સલમાન ખાન ઈચ્છતા હતા કે બનેવી આયુષ બને 'વિક્રમ બત્રા', જાણો પછી કેમ સિદ્ધાર્થે ઝપટી ફિલ્મ
Salman Khan, Sidharth Malhotra
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2021 | 5:37 PM
Share

સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra)ની ફિલ્મ શેરશાહને (Shershaah) જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. એટલું જ નહીં, સિદ્ધાર્થની એક્ટિંગની પણ ઘણી પ્રશંસા થઈ રહી છે. પરંતુ શું તમે જાણો છો કે સલમાન ખાન (Salman Khan) ઈચ્છતા હતો કે વિક્રમ બત્રા (Vikram Batra)ની બાયોપિકમાં બનેવી આયુષ શર્મા (Aayush Sharma) કામ કરે?

આ વાતનો ખુલાસો ફિલ્મના નિર્માતા શબ્બીર બોક્સવાલા (Shabbir Boxwala)એ કર્યો હતો. શબ્બીરે કહ્યું કે સલમાને આયુષનું નામ આ ફિલ્મ માટે સૂચવ્યું હતું, પરંતુ તે સમયે તેમણે સિદ્ધાર્થ મલ્હોત્રાનું નામ પહેલાથી જ ફાઈનલ કરી દીધું હતું.

શબ્બીરે કહ્યું’ સલમાને મારો સંપર્ક ત્યારે કર્યો જ્યારે હું જંગલી પિક્ચર્સ સાથે વાત કરતો હતો. તેઓ ઈચ્છતા હતા કે આયુષ આ ફિલ્મ દ્વારા બોલિવૂડમાં ડેબ્યુ કરે અને તે આ ફિલ્મમાં મારા પાર્ટનર બને. જોકે વિક્રમ બત્રાનો પરિવાર ઈચ્છતા હતા કે સિદ્ધાર્થ જ તેમનું પાત્ર ભજવે અને ત્યાં સુધીમાં અભિનેતા અને વિક્રમ બત્રાનો પરિવાર મળી ચુક્યા હતા.

આ રીતે સલમાન ખાનને સમજાવ્યો

શબ્બીરે આગળ કહ્યું ‘અન્ય અભિનેતા માટે સિદ્ધાર્થને ડ્રોપ કરવો યોગ્ય નથી. જ્યારે વિક્રમ બત્રાના પરિવારે મને અધિકારો આપ્યા, તે મારા માટે સૌથી મોટી ક્ષણ હતી. તેમણે મારા પર સંપૂર્ણ વિશ્વાસ મૂક્યો અને હું કોઈ પણ સંજોગોમાં કંઈ ખોટું નહોતું થવા દેવા ઈચ્છતો હતો. ત્યારબાદ મેં સલમાનને સમજાવ્યું અને તે મારી વાત સમજી ગયા. શેરશાહની વાત કરીએ તો આ ફિલ્મને વિવેચકો અને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. સિદ્ધાર્થ સિવાય દરેક લોકો કિયારા અડવાણીના કામના પણ વખાણ કરી રહ્યા છે.

વિક્રમ બત્રાને જાણવા તેમના ભાઈ પાસે પહોંચ્યા હતા સિદ્ધાર્થ

સિદ્ધાર્થે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે વિક્રમ બત્રા વિશે જાણવા માટે હું તરત જ તેમના ભાઈને મળ્યો. હું તેમના વિશે જાણવા માંગતો હતો. જ્યારે પણ તમે સાચા હિંમતવાન વ્યક્તિ વિશે સાંભળો છો, ત્યારે તમે ખૂબ પ્રેરિત થાવ છો અને ઈચ્છો છો કે તેમની વાર્તા દરેક સાંભળે. દરેક ભારતીયને વિક્રમ બત્રાની બહાદુરી અને દેશભક્તિ પર ગર્વ હોવો જોઈએ. આ ફિલ્મમાં કામ કરવાની ખૂબ જ મજા આવી.

આ પણ વાંચો :- ઈન્ડો વેસ્ટર્ન સાડીમાં Madhuri Dixit લાગી રહી છે ખૂબ જ સુંદર, ફોટોઝ જોઈને નજર હટાવવી છે મુશ્કેલ

આ પણ વાંચો :- Shanaya Kapoor યેલો લહેંગામાં લાગી ખુબજ સ્ટનિંગ, કિમત જાણીને ઉડી જશે હોશ

Follow Us
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
લાંચ માગવાના કેસમા અમિત ડોંગરેને ભોપાલ લઈ જઈને બેંક લોકર્સ તપાસાશે
લાંચ માગવાના કેસમા અમિત ડોંગરેને ભોપાલ લઈ જઈને બેંક લોકર્સ તપાસાશે
વ્યાપાર, ધનલાભ અને પ્રેમ સંબંધોમાં પ્રગતિના યોગ, જુઓ
વ્યાપાર, ધનલાભ અને પ્રેમ સંબંધોમાં પ્રગતિના યોગ, જુઓ
આણંદના તત્કાલીન અધિક કલેકટર કેતકી વ્યાસની ધરપકડ
આણંદના તત્કાલીન અધિક કલેકટર કેતકી વ્યાસની ધરપકડ
કપડવંજ APMCના ચેરમેન નિલેશ પટેલનું અચાનક રાજીનામું
કપડવંજ APMCના ચેરમેન નિલેશ પટેલનું અચાનક રાજીનામું
અમદાવાદના ગીતામંદિર બસ ટર્મિનલનું 16 વર્ષ બાદ લોકાર્પણ
અમદાવાદના ગીતામંદિર બસ ટર્મિનલનું 16 વર્ષ બાદ લોકાર્પણ
આગામી ત્રણ કલાક અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાક અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
149મી રથયાત્રામાં તંત્રની મોટી બેદરકારી: 2 અંધ હાથીઓને કરાયા સામેલ
149મી રથયાત્રામાં તંત્રની મોટી બેદરકારી: 2 અંધ હાથીઓને કરાયા સામેલ
g clip-path="url(#clip0_868_265)">