Shaktimaan Film Teaser : મોટા પડદા પર ‘શક્તિમાન’ ફરશે પરત, મુકેશ ખન્ના બોલ્યા, કહ્યું હતું ને કે હું મોટી જાહેરાત કરીશ

Shaktimaan Teaser : અગાઉ આ શોએ નાના પડદા પર ધમાલ મચાવી હતી. હવે આ વખતે બિગ સ્ક્રીન રીલિઝ શક્તિમાન (Big Screen Release Shaktimaan) પર જોરદાર ધમાકો થશે.

Shaktimaan Film Teaser : મોટા પડદા પર 'શક્તિમાન' ફરશે પરત, મુકેશ ખન્ના બોલ્યા, કહ્યું હતું ને કે હું મોટી જાહેરાત કરીશ
Shaktimaan Film Teaser
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 11, 2022 | 9:57 AM

Shaktimaan Film Announcement : 90ના દાયકાના સુપરહિટ શો ‘શક્તિમાન’ના (Shaktimaan) ફેન્સ માટે ખૂબ જ ખુશીના સમાચાર આવ્યા છે. ટીવીનો પહેલો સુપરહીરો ‘શક્તિમાન’ ફરીથી ધમાલ મચાવવા જઈ રહ્યો છે. અગાઉ આ શોએ નાના પડદા પર ધમાલ મચાવી હતી. હવે આ વખતે બિગ સ્ક્રીન રીલિઝ શક્તિમાન પર જોરદાર ધમાકો થશે. અત્યાર સુધી તમામ એક્શન હીરો અને વિદેશી સુપરહીરોની ફિલ્મો અને શો જોવામાં આવ્યા છે અને ખૂબ જ લોકપ્રિય થયા છે. આ સ્થિતિમાં હવે આપણા દેશી સુપરહીરો શક્તિમાનનો વારો છે. અભિનેતા મુકેશ ખન્નાએ (Mukesh Khanna) પોતે આ અંગે જાહેરાત કરી છે.

શક્તિમાન’નું ટીઝર રિલીઝ

જાહેરાત કરતી વખતે અભિનેતાએ ‘શક્તિમાન’નું એક શક્તિશાળી ટીઝર પણ રિલીઝ કર્યું. સોની પિક્ચર્સની ‘શક્તિમાન’ મોટા પડદા પર રિલીઝ થશે. આ ટીઝર પોસ્ટ કરતા મુકેશ ખન્નાએ કહ્યું- ‘હું તમને જણાવવામાં મોડું કરી રહ્યો છું, કારણ કે આ સમાચાર વાયરલ થયા છે કે અમે શક્તિમાન ફિલ્મ બનાવી રહ્યા છીએ. તેમ છતાં મારી ફરજ છે કે તમને જણાવું કે મેં જે વચન આપ્યું હતું તે આજે પૂરું થયું છે. શક્તિમાન ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

શક્તિમાનના ટીઝરમાં શું છે

મુકેશ ખન્નાએ રિલીઝ કરેલા શક્તિમાનના ટીઝરમાં શક્તિમાનની થોડી ઝલક છે, શક્તિમાનનું ગોલ્ડન સુરક્ષા કવચ, ગંગાધરના ચશ્મા અને બેકગ્રાઉન્ડમાં ખૂબ જ ગંભીર સંગીત સંભળાય છે. આ દરમિયાન શહેરમાં મોટી મોટી ઈમારતો અને તેમાં પડતો કાળો પડછાયો પણ નજરે પડે છે.

અહીં ‘શક્તિમાન’નું ટીઝર જુઓ

જણાવી દઈએ કે, 90ના દાયકામાં શક્તિમાન એ દર્શકો પર એક અલગ અને ખાસ છાપ છોડી હતી. આ શોએ તે સમયે ઘણી ટીઆરપી ભેગી કરી હતી. મુકેશ ખન્નાના કરિયરનો આ એક સુપરહિટ પ્રોજેક્ટ હતો. જેના માટે તેમને આજે પણ યાદ કરવામાં આવે છે. 90 ના દાયકાના દર્શકોનું આ શો સાથે ભાવનાત્મક જોડાણ છે, તેથી માનવામાં આવે છે કે આ ફિલ્મને પણ દર્શકોનો ઘણો પ્રેમ મળશે.

આ પણ વાંચો : Happy Birthday Rajat Kapoor : રજત કપૂરે ક્યારેક ઈમેલથી દોસ્તો પાસે માંગ્યા હતા પહેલી ફિલ્મના દિગ્દર્શન માટે પૈસા, તે જ ફિલ્મને મળ્યો ‘નેશનલ એવોર્ડ’

આ પણ વાંચો : Happy Birthday Tina Ambani : અનિલ અંબાણી સાથે લગ્ન કરવા ટીનાને કરવો પડયો હતો સંઘર્ષ, જાણો બંનેની લવસ્ટોરી

g clip-path="url(#clip0_868_265)">