શાહરૂખ ખાને તેમના વિશ્વાસુ માણસને આપી આર્યનની જવાબદારી,જાણો કોણ છે આ વ્યક્તિ ?

સુપરસ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન 2 ઓક્ટોબરના રોજ ડ્રગ્સના કેસમાં (Cruise Drugs Case) ફસાયા બાદ વિવાદમાં આવ્યો હતો.આ કેસમાં આર્યન ખાનને 24 દિવસો સુધી જેલમાં રહેવાનો વારો આવ્યો હતો.

શાહરૂખ ખાને તેમના વિશ્વાસુ માણસને આપી આર્યનની જવાબદારી,જાણો કોણ છે આ વ્યક્તિ ?
File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2021 | 4:11 PM

Mumbai : બોલિવુડ સુપર સ્ટાર શાહરૂખ ખાને આર્યનના જામીન બાદ મોટો નિર્ણય લીધો છે. અહેવાલો અનિસાર શાહરૂખ ખાને તેના પુત્ર આર્યન ખાનની જવાબદારી તેના બોડીગાર્ડ રવિને સોંપી છે. આર્યન ખાનના રવિ સાથે ઘણા સારા સંબંધો છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને શાહરૂખ ખાને (Shahrukh Khan) પોતાના પુત્રની સુરક્ષાને લઈને આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. માહિતી અનુસાર, રવિ કિંગ ખાન સાથે તેના શૂટિંગ પર પણ જશે નહીં. આથી શાહરૂખ ખાન હવે તેના માટે એક નવો બોડીગાર્ડ રાખશે.

તમને જણાવી દઈએ કે, સુપરસ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન 2 ઓક્ટોબરના રોજ ડ્રગ્સના કેસમાં (Cruise Drugs Case) ફસાયા બાદ વિવાદમાં આવ્યો હતો.આર્યન ખાનને 24 દિવસ સુધી જેલમાં રહેવાનો વારો આવ્યો હતો. ડ્રગ્સ કેસમાં બોમ્બે હાઈકોર્ટ (Bombay Highcourt) આર્યન ખાનને રાહત આપી છે,જો કે એ માટે કોર્ટ કેટલીક શરતો પણ મુકી છે.

શુક્રવારે આર્યન સાપ્તાહિક હાજરી નોંધાવવા માટે NCB ઓફિસ પહોંચ્યો હતો

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

આજે આર્યન ખાનનો જન્મદિવસ છે. પરંતુ તેમના જન્મદિવસના એક દિવસ અગાઉ તેણે આખો દિવસ NCB ઓફિસમાં વિતાવ્યો હતો. શુક્રવારે આર્યનની છ કલાક સુધી પુછપરછ કરવામાં આવી હતી.તમને જણાવી દઈએ કે, NCB (Narcotics Control Bureau)  સમક્ષ સાપ્તાહિક હાજરી એ બોમ્બે હાઈકોર્ટ દ્વારા આર્યનના જામીન માટે મુકેલી 14 શરતો પૈકીની એક છે.

NCBની ટીમે 12થી વધુ સાક્ષીઓના નિવેદનો નોંધ્યા હતા

ઉલ્લેખનીય છે કે, ક્રુઝ ડ્રગ્સ કેસની તપાસ હવે NCBની વિશેષ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. આ ટીમે અત્યાર સુધીમાં 12 થી વધુ લોકોના નિવેદનો નોંધ્યા છે. NCBના વરિષ્ઠ અધિકારી દ્વારા (Senior Officer) આ જાણકારી આપવામાં આવી હતી. એનસીબીના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ જ્ઞાનેશ્વર સિંહે કહ્યું હતુ કે, ટીમ તપાસની ગતિ અને દિશાથી સંતુષ્ટ છે.ત્યારે આ કેસમાં હવે ક્યા નવા ખુલાસા થાય છે,તે જોવુ રહ્યુ.

આ પણ વાંચો: મુંબઈ બનાવશે રેકોર્ડ ! આજે પાત્રતા ધરાવતા 100 ટકા લોકોને મળી જશે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ

આ પણ વાંચો: નાંદેડ હિંસા પાછળ રઝા એકેડમીનું કાવતરું ! BJP ધારાસભ્ય નિતેશ રાણેએ કહ્યું “સંગઠન પર પ્રતિબંધ લગાવો, નહીં તો તમારો અંત આવશે”

Latest News Updates

નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
g clip-path="url(#clip0_868_265)">