AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નાંદેડ હિંસા પાછળ રઝા એકેડમીનું કાવતરું ! BJP ધારાસભ્ય નિતેશ રાણેએ કહ્યું “સંગઠન પર પ્રતિબંધ લગાવો, નહીં તો તમારો અંત આવશે”

મહારાષ્ટ્રના નાંદેડ શહેરમાં ગઈકાલની હિંસા બાદ હવે સ્થિતિ શાંતિપૂર્ણ છે. પોલીસે કેટલીક જગ્યાએ સુરક્ષા વધારી છે. નાંદેડમાં ગઈકાલે કેટલાક વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. તેમજ ટોળાએ કરેલા પથ્થરમારામાં બે પોલીસ અધિકારીઓ પણ ઘાયલ થયા હતા.

નાંદેડ હિંસા પાછળ રઝા એકેડમીનું કાવતરું ! BJP ધારાસભ્ય નિતેશ રાણેએ કહ્યું સંગઠન પર પ્રતિબંધ લગાવો, નહીં તો તમારો અંત આવશે
File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2021 | 2:30 PM
Share

Maharashtra : મહારાષ્ટ્રના ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેએ મહારાષ્ટ્રના નાંદેડ શહેરમાં ગઈકાલની હિંસા માટે રઝા એકેડમીને જવાબદાર ગણાવી છે.રઝા એકેડમીને આતંકવાદી સંગઠન સાથે સરખાવીને તેણે હિંસાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે. નિતેશ રાણેએ(Nitesh Rane)  કહ્યું કે, મહારાષ્ટ્રના નાંદેડ શહેરમાં ગઈકાલની હિંસા પાછળ રઝા એકેડમીનો હાથ છે.

રઝા એકેડમી પર પ્રતિબંધ લગાવવાની માંગ ઉઠી

સાથે તેણે રઝા એકેડમી (Raza Academy) પર પ્રતિબંધની માંગ કરી છે. વધુમાં તેમણે કહ્યુ કે, જો મહારાષ્ટ્રની ઠાકરે સરકાર રઝા એકેડમી પર કાર્યવાહી નહીં કરે તો મહારાષ્ટ્રના હિતમાં અમારે તેને ખતમ કરવી પડશે.જો કે નાંદેડ શહેરમાં ગઈકાલની હિંસા બાદ હવે સ્થિતિ શાંતિપૂર્ણ છે. પોલીસે (Police) કેટલીક જગ્યાએ સુરક્ષા વધારીને પરિસ્થતિ પર કાબુ મેળવ્યો છે. તમને જણાવી દઈએ કે, ગઈકાલની હિંસામાં કેટલાક વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી.

તેમજ વિફરેલા ટોળાએ કરેલા પથ્થરમારામાં બે પોલીસ અધિકારીઓ(Police Officers)  પણ ઘાયલ થયા હતા. નાંદેડ શહેરના ઇટવારા પોલીસ સ્ટેશન દ્વારા હાલ તપાસ શરૂ કરવામાં આવી છે. જો કે આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે, રઝા એકેડમીના એલાનને પગલે મુંબઈના(Mumbai)  ભીંડી બજાર, નાગપાડા, પાયધુની, ડોંગરી, થાણેના મુંબ્રા, કૌસા, કોપરી વિસ્તારોમાં પણ બંધની અસર જોવા મળી હતી. પરંતુ આ બંધની સૌથી વધુ હિંસક અસર નાંદેડ શહેર અને માલેગાંવના સદર વિસ્તારમાં જોવા મળી હતી. આ બંને શહેરોમાં 4 પોલીસકર્મીઓ સહિત બારથી વધુ લોકો ઘાયલ થયા છે.

વહીવટીતંત્ર એલર્ટ, કેટલાક વિસ્તારોમાં કલમ 144 લાગુ

મહારાષ્ટ્ર સરકારે આ જિલ્લાઓના એસપી, કલેક્ટર અને વહીવટી અધિકારીઓને એલર્ટ (Alert) પર રહેવા જણાવવામાં આવ્યુ છે અને કેટલાક વિસ્તારોમાં 4 થી વધુ વ્યક્તિઓના એકઠા થવા પર પ્રતિબંધ (Prohibition) લાદવામાં આવ્યો છે. ખાસ કરીને માલેગાંવ અને નાંદેડમાં કડક આદેશો આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ‘કંગના રનૌતનું સન્માન, દેશના હીરોનું અપમાન’, શિવસેનાના સાંસદ સંજય રાઉતે સરકાર પર કર્યા આકરા પ્રહાર

આ પણ વાંચો: મહારાષ્ટ્ર : ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સલમાન ખુર્શીદનું પુસ્તક વિવાદમાં, ભાજપના આ નેતાએ નોંધાવી ફરિયાદ

આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">