શહેનાઝ ગિલને સપોર્ટ કરવા તેમના પિતાએ કરાવ્યુ ટેટૂ, સોશિયલ મીડિયામાં VIDEO થયો VIRAL

સિદ્ધાર્થ શુક્લાના ચાહકોએ તેમના અચાનક નિધનથી હજુ સુધી સહમત થવાનું બાકી છે. તેમનો પરિવાર અને બેસ્ટ ફ્રેન્ડ, અને તેમની કથિત ગર્લફ્રેન્ડ શહેનાઝ ગિલ પણ આ દુખદ ઘટના બાદ નિરાશ થઈ ગઇ હોવાનું કહેવાય છે.

શહેનાઝ ગિલને સપોર્ટ કરવા તેમના પિતાએ કરાવ્યુ ટેટૂ, સોશિયલ મીડિયામાં VIDEO થયો VIRAL
Shahnaz Gill's father got a tattoo on his arm

સિદ્ધાર્થ શુક્લાના (Sidharth Shukla) અચાનક દુનિયાના અલવીદા કહ્યા બાદ હજી પણ ફેન્સ એ દુખમાંથી બહાર નથી આવી શક્યા. સિદ્ધાર્થના તમામ ફેન્સ હાલમાં તેમના પરિવાર માટે પ્રાર્થના કરી રહ્યા છે. સિદ્ધાર્થના મૃત્યુ બાદથી જ તેમના અને શહેનાઝ ગિલના (Shehnaaz Gill) ફેન્સનું જાણે દિલ તૂટી ગયુ છે. સિદ્ધાર્થને ગુમાવ્યા બાદ શહેનાઝ હાલમાં પોતાની જાતને સાચવવાના પ્રયત્નો કરી રહી છે. તેવામાં પોતાની દિકરીને સપોર્ટ કરવા માટે શહેનાઝના પિતાએ તેના નામનું ટેટૂ બનાવ્યુ છે.

શહેનાઝ ગીલના એક ફેન પેજ પર હાલમાં એક વીડિયો શેયર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે શહેનાઝના પિતાએ પોતાના હાથમાં તેના નામનું ટેટૂ બનાવડાવ્યુ છે. તેના નામથી સાથે ટેટૂમાં બે પ્રાર્થના કરતા હાથની પણ ડિઝાઇન છે.

આ વીડિયો શયર કરતી વખતે કેપ્શનમાં લખવામાં આવ્યુ છે કે, તેમણે ખરેખરમાં એક ટેટૂ કરાવ્યુ છે. આ ખૂબ સારી વસ્તુ છે મહેરબાની કરીને આના માટે તેમને જજ ન કરતા #ShehnaazGill #Shehnaazians.અન્ય એક યૂઝરે વીડિયો શેયર કરતા લખ્યુ કે, શહેનાઝના પિતાએ તેના માટે ટેટૂ બનાવડાવ્યુ, પ્રાઉડ ફાધર, થેન્ક યૂ

 

કેટલાક ફેન્સે તેમના આ ગેસ્ચરની પ્રશંસા કરી તો કેટલાકે ઉલ્લેખ કર્યો કે તે વ્યક્તિગત હાવભાવ છે અને સોશિયલ મીડિયા પર તેનો પ્રચાર કરવો જોઈએ નહીં. તેઓએ એમ પણ લખ્યું હતું કે બંને વચ્ચે ખૂબ જ ઉષ્માભર્યો સંબંધ નથી.

સિદ્ધાર્થ શુક્લાના ચાહકોએ તેમના અચાનક નિધનથી હજુ સુધી સહમત થવાનું બાકી છે. તેમનો પરિવાર અને બેસ્ટ ફ્રેન્ડ, અને તેમની કથિત ગર્લફ્રેન્ડ શહેનાઝ ગિલ પણ આ દુખદ ઘટના બાદ નિરાશ થઈ ગઇ હોવાનું કહેવાય છે. શહેનાઝ તેની આ ખોટને દૂર કરવા માટે સખત પ્રયાસ કરી રહી છે, ત્યારે તેના પિતાએ તેના હાથ પર તેને સપોર્ટ કરવા માટે ટેટૂ બનાવડાવ્યુ છે.

આ પણ વાંચો –

Cricket News: RCB કોરોના વોરિયર્સને સલામ કોહલીની ટીમ IPLના એક મેચમાં લાલને બદલે વાદળી જર્સી પહેરશે

આ પણ વાંચો –

Shardul thakur : માન્ચેસ્ટર ટેસ્ટ પહેલા ટીમ ઇન્ડિયામાં શું ચાલી રહ્યું હતું, શાર્દુલ ઠાકુરે કહી સમગ્ર વાત

આ પણ વાંચો-

ટ્વીટર પર અચાનક ટ્રેન્ડ થવા લાગ્યુ #BoycottShahRukhKhan, લોકોએ સુશાંત સાથે પણ જોડ્યા તાર, જાણો શું છે મામલો ?

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati