Sunny Leone સાથે થઇ છેતરપિંડી, સનીના PAN ની મદદથી 2000 રૂપિયાની લોન લેવાતા નારાજ અભિનેત્રીએ જાણો શું કહ્યું

અભિનેત્રી સની લિયોન(sunny Leone) પણ છેતરપિંડીનો ભોગ બની છે. કોઈએ તેમની જાણ વગર તેમના પાન કાર્ડ પર લોન (Loan on sunny Leone Pan Card) લીધી છે.

Sunny Leone સાથે થઇ છેતરપિંડી, સનીના PAN ની મદદથી 2000 રૂપિયાની લોન લેવાતા નારાજ અભિનેત્રીએ જાણો શું કહ્યું
Sunny Leone
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2022 | 9:05 AM

અભિનેત્રી સની લિયોન(sunny Leone) પણ છેતરપિંડીનો ભોગ બની છે. કોઈએ તેમની જાણ વગર તેમના પાન કાર્ડ પર લોન (Loan on sunny Leone Pan Card) લીધી છે. સની લિયાનીએ ટ્વિટર પર લખ્યું છે કે તેની જાણ વગર પાન નંબર(sunny Leone Pan Number)થી લોન લેવાને કારણે તેનો સિબિલ સ્કોર(CIBIL Score) બગડ્યો છે.

સનીએ ધિરાણ આપતી કંપનીને પણ સવાલ કર્યો છે. જો કે બાદમાં ઉહાપોહ મચતાં તેણે તેનું ટ્વીટ ડિલીટ કરી દીધું હતું. નોંધપાત્ર રીતે સોશિયલ મીડિયા પર છેલ્લા ઘણા દિવસોથી ઘણા યુઝર્સ ઇન્ડિયાબુલ્સ(Indiabulls) ના ફિનટેક પ્લેટફોર્મ ધાની સ્ટોક્સ લિમિટેડ (Dhani Stocks Limited) પર લોન છેતરપિંડી વિશે ફરિયાદ કરી રહ્યા છે.

પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !

PAN કાર્ડ પર રૂપિયા 2000 ની લોન

બોલિવૂડ અભિનેત્રીએ ટ્વિટર પર એક ટ્વિટ (Sunny Leone Tweet) દ્વારા તેની સાથે થયેલી છેતરપિંડી વિશે માહિતી આપી હતી. સની લિયોને ટ્વિટર પર આ કેસ સાથે સંબંધિત એક સમાચાર શેર કર્યો અને લખ્યું કે કોઈએ તેણીની જાણ વગર તેના પાન નંબર પર રૂપિયા 2,000 ની લોન લીધી છે. તેણે લખ્યું કે તેણે મારો CIBIL સ્કોર (SIC) બગડ્યો છે. જોકે બાદમાં અભિનેત્રીએ તેના ટ્વિટર હેન્ડલ પરથી આ ટ્વિટ ડિલીટ કરી દીધી હતી.

ધની એપ્લિકેશન પર આરોપ લાગ્યા

સનીના ટ્વીટ બાદ આ મામલો સતત જોર પકડી રહ્યો છે. કૌભાંડનો ભોગ બનેલા ઘણા લોકોને હવે એજન્ટોના ફોન આવી રહ્યા છે જ્યારે કેટલાક લોકોના નામ પર શો કોઝ નોટિસ પણ જારી કરવામાં આવી છે. એક મીડિયા અહેવાલ મુજબ પત્રકાર આદિત્ય કાલરાએ 13 ફેબ્રુઆરીએ ટ્વિટર પર માહિતી આપી હતી કે ધની એપે તેમના નામે લોન આપી છે જેના માટે તેણે અરજી પણ કરી નથી. ટ્વીટમાં કાલરાએ કહ્યું કે આ લોન ઇન્ડિયાબુલ્સના ઇન્સ્ટન્ટ લો એપ ધની પાસેથી તેમના પાન નંબરનો ઉપયોગ કરીને લેવામાં આવી છે.

કાલરાએ ઘણા લોકોના ટ્વીટ્સ શેર કર્યા છે જેમની સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. છેતરપિંડીના ઘણા મામલા પ્રકાશમાં આવ્યા પછી ધની એપએ કહ્યું છે કે તેને લોન છેતરપિંડી સંબંધિત ઘણી ફરિયાદો મળી છે જ્યાં અન્ય વ્યક્તિના પાન કાર્ડ પર માઇક્રો લોન લેવામાં આવી છે અને પીડિતોને તેના વિશે ખબર પણ નથી.

આ પણ વાંચો : PMJAY : સરકારની આ યોજના હેઠળ મળે છે 90 ટકા સુધી સસ્તી દવાઓ, જાણો વિગતવાર

આ પણ વાંચો : 7th Pay Commission : માર્ચમાં તમામ કર્મચારીઓને પગાર વધારો મળે તેવા સંકેત! DA Arrears પર પણ મળવાની સંભાવના

g clip-path="url(#clip0_868_265)">